તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના શપથ લીધે 15 દિવસ થઈ ચૂક્યા છે. આ દરમિયાન અમેરિકાનાં પ્રથમ મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિની બાઈડેન સરકારમાં ભૂમિકા અંગે પણ ચર્ચાઓ થવા લાગી છે. બાઈડેનની એ બાબતે અત્યારથી જ પ્રસંસા થવા લાગી છે કે, તે પોતાના દરેક નિર્ણયમાં કમલા હેરિસને જરૂર સામેલ કરે છે. બાઈડેનના ચીફ ઓફ સ્ટાફ રોન ક્લાઈને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘અમને રાષ્ટ્રપતિની સ્પષ્ટ સૂચના છે કે, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને જેટલા આગળ રાખી શકાય, રાખવા જોઈએ.’
જોકે, હવે સવાલ પૂછાઈ રહ્યો છે કે, કમલા હેરિસ કેવી ભૂમિકા નિભાવશે? તેનો જવાબ છે કે, હજુ એ નક્કી થઈ રહ્યું છે. અત્યારે ઉપરાષ્ટ્રપતિના સ્ટાફનો ઉદ્દેશ્ય છે કે, હેરિસની ચબી રાષ્ટ્રપતિના પાછળ ઊભેલા કોઈ મેનિક્કીન (મૂર્તી) જેવી ન હોય, જેવું કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ સાથે ચાર વર્ષ સુધી થતું રહ્યું છે.
અત્યારે આવી છે હેરિસ-બાઈડેનની દિનચર્યા: હેરિસ અને બાઈડેનના દિવસની શરૂઆત સામાન્ય રીતે ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિની ડેઈલી બ્રીફ સાથે થાય છે. આ પરંપરાને ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કરી દીધી હતી. આ ઉપરાંત, વ્હાઈટ હાઉસમાં સાપ્તાહિક લંચની પરંપરા પણ શરૂ કરાઈ છે, જ્યાં બંનેને અંગત રીતે આંતરિક વિશ્વાસ વધારવા અને વિચારોની આપ-લે કરવાની તક મળે છે. હેરિસે પોતાનો સ્ટાફ પસંદ કરવામાં પણ એ વાતનું ધ્યાન રાખ્યું છે કે તેઓ એવા લોકોને પસંદ કરે જેમના રાષ્ટ્રપતિ અને તેમની ટીમ સાથે સારા સંબંધ હોય. તેમનો સ્ટાફ હેરિસના જાહેર કાર્યક્રમ અને સંદેશા બાઈડેનની ટીમ સાથે સંકલનમાં રહે એ વાતનું ધ્યાન રાખે છે.
વિવાદોની પણ શરૂઆત
એક ઈન્ટરવ્યૂમાં કમલા હેરિસે રોજગાર પેદા કરવા માટે વેસ્ટ વર્જિનિયામાં ખાલી ખાણને સમાપ્ત કરવાની વાત કહી દીધી, જ્યારે કે તેમણે ખાણની જમીનનો ઉપયોગ કરવાની વાત કહેવાની હતી. વ્હાઈટ હાઉસને ડેમેજ કન્ટ્રોલ કરવો પડ્યો. હેરિસના ઉપરાષ્ટ્રપતિ બનતા જ તેમની સાવકી પુત્રીને મોડલિંગ કોન્ટ્રાક્ટ મળવાનો ઘટના પણ ઉછાળાઈ રહ્યો છે. હેરિસની ભત્રીજી દ્વારા હેરિસ થીમના સામાન વેચવા પર બાઈડેનના સહયોગી પણ વાંધો ઉઠાવી રહ્યા છે. આ અંગે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી કે, હેરિસના નામનો ઉપયોગ વાણિજ્યિક ગતિવિધિઓમાં કરી શકાય નહીં.
બાઈડેનની હેરિસ અંગે યોજના
વ્હાઈટ હાઉસના અધિકારીઓ અનુસાર બાઈડેન હેરિસને મહત્ત્વપૂર્ણ જવાબદારી આપવા અંગે ઉત્સાહિત છે. જેમ કે, ઓબામાએ 2009માં બાઈડેનને ઈકોનોમિક રિકવરી પ્રોગ્રામની જવાબદારી આપી હતી. અત્યારે રાષ્ટ્રપતિ હેરિસને કોઈ વિશેષ પોર્ટફોલિયો આપવા માગતા નથી. તેનાથી તેમની સરકારમાં ભૂમિકા અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. તેના બદલે બાઈડેને હેરિસને કેટલાક હાઈ-પ્રોફાઈલ કામ આપ્યા છે. જેમ કે, ઈનોગરેશન ડેની જાહેરાતના બે કલાક પછી જ હેરિસે ડબલ્યુએચઓના ડાયરેક્ટર જનરલ સાથે વાત કરી છે. તેનાથી એવું સ્પષ્ટ થાય છે કે, બાઈડેનની પ્રાથમિકતાઓ પર હેરિસ વાત કરે છે. ઓવલની બેઠકોમાં પણ કહેવાય છે કે, હેરિસ પોતાનો પક્ષ રજૂ કરવામાં પાછળ રહેતા નથી. ક્લાઈન કહે છે કે, ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા બાઈડેન એ સમજે છે કે, કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિથી બે પગલાં પાછળ ઊભા રહેવાથી કેવો અનુભવ થાય છે. © The New York Times
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.