તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:મહામારીની અસર, ભાડુઆતો પર રૂ.4 લાખ કરોડથી વધુનાં લેણાં

વોશિંગ્ટનએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જરૂરી ખર્ચમાં કાપ અને શેરિંગમાં રહેવું લોકોની મજબૂરી બની

અમેરિકામાં આવાસ સંકટને કોવિડ મહામારીએ વધુ ખરાબ સ્થિતિમાં પહોંચાડી દીધું છે. ફેડરલ રિઝર્વ બેન્ક ફિલાડેલ્ફિયાના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, મહામારીમાં નોકરી ગુમાવનારા ભાડુઆતો પર ભાડાના 11 બિલિયન ડોલર બાકી છે. બીજી તરફ મૂડીઝ એનાલિટિક્સના બાકીદારો પર એક વ્યાપક સરવે અનુસાર જાન્યુઆરી સુધી 53 બિલિયન ડોલર (લગભગ રૂ.4 લાખ કરોડ) ભાડું અને લેટ ફી બાકી છે. આ સ્થિતિમાં પરિવાર ભાડાની ચૂકવણી માટે ભોજન અને બીજી આવશ્યક ચીજવસ્તુઓ પાછળના ખર્ચમાં કાપ મુકી રહ્યા છે. લોકો પોતાના મિત્રો, સગા-સંબંધીઓ સાથે શેરિંગમાં રહેવા જઈ રહ્યા છે.

રાષ્ટ્રપતિ જો. બાઈડેને લાખો લોકો સામે આવેલી આ મુસિબતને જોતાં 1.9 ટ્રિલિયન ડોલરનો રેન્ટલ આસિસ્ટન્ટ પ્લાન તૈયાર કર્યો છે. રાહત માટે ફેડરલ ઈવિક્શન મોરેટોરિયમની અવધિ બે મહિના વધારી દીધી છે. જે જાન્યુઆરીમાં સમાપ્ત થતી હતી. આ ઉપારાંત ડિસેમ્બરમાં સંઘીય ભાડા સહાયતા ફંડમાં 25 બિલિયન ડોલર અપાયા છે.

સિએટલમાં હાઉસિંગ જસ્ટિસ પ્રોજેક્ટની એટોર્ની કેથલિન હેનિન કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં તેમની પાસે એવા કેસ વધુ આવી રહ્યા છે, જેમાં મકાન માલિક ભાડુઆતોને ઘરમાંથી બહાર કાઢવા માગે છે. અમેરિકામાં ગયા વર્ષ સુધી 1.1 કરોડ પરિવાર (કુલ ભાડુઆતોની એક ચતુર્થાંશ સંખ્યા) પોતાની કમાણીથી અડધાથી વધુ ભાગ ઘરના ભાડા પાછળ ખર્ચી રહ્યા છે.

© The New York Times

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો