તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ફોટા વેચવાનો કારોબાર:સોશિયલ મીડિયા પર જેમનું અસ્તિત્વ જ નથી એવા લોકોના ફોટાની ભરમાર, કમ્પ્યૂટર પ્રોગ્રામથી બને છે

વોશિંગ્ટન2 મહિનો પહેલાલેખક: કશ્મીર હિલ - જેરેમી વ્હાઈટ
  • કૉપી લિંક
  • અપરાધી, ટ્રોલ્સ અને દુષ્પ્રચાર કરનારા લોકો ઓળખ છૂપાવવા માટે આ ફોટાનો ઉપયોગ કરે છે
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી નકલી વ્યક્તિઓની તસવીરો બનાવવાનો અને વેચવાનો વેપાર ચાલી રહ્યો છે

હવે અસ્તિત્વવિહોણા લોકોના ફોટા વેચવાનો કારોબાર ચાલી રહ્યો છે. એક વેબસાઈટ પર કોઈ નકલી વ્યક્તિનો ફોટો લગભગ રૂ.200માં મળી શકે છે. એક હજાર લોકોના ફોટા રૂ.74 હજારમાં મળશે. જો કોઈને વીડિયો ગેમના પાત્રો માટે બે નકલી વ્યક્તિ જોઈએ કે કોઈ પોતાની કંપનીની વેબસાઈટને વધુ લોકો સાથે બતાવવા માગે છે તો આવા ફોટા એક અન્ય વેબસાઈટ પરથી મફતમાં મળે છે. આ ફોટાને પોતાની પસંદગી મુજબ વૃદ્ધ કે યુવાન પણ બનાવી શકાય છે. નકલી વ્યક્તિનું એનિમેશન પણ બની જશે. એક કંપની આ કામ કરે છે. તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી બોલતા પણ બતાવી શકાય છે.

કમ્પ્યૂટર દ્વારા ડિઝાઈન કરેલા આ નકલી ચહેરા ઈન્ટરનેટ પર દેખાવા લાગ્યા છે. અપરાધી, જાસુસ, ટ્રોલ્સ અને દક્ષિણપંથી પ્રોપેગન્ડામાં જોડાયેલા અસલી લોકો પોતાની ઓળખ છુપાવા આવા ફોટાનો ઉપયોગ કરે છે. ન્યૂયોર્ક ટાઈમ્સે જુદા-જુદા પ્રકારના નકલી ચહેરા બનાવવાનું કામ સમજવા માટે પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ તૈયાર કરી છે. આ પ્રકારની નકલી ઈમેજ બનાવવી નવા પ્રકારના એઆઈ નેટવર્કને કારણે શક્ય બન્યું છે. તેના માટે કેટલાક અસલી લોકોના ફોટો કમ્પ્યૂટર પ્રોગ્રામમાં ફીડ કરવા પડે છે. સિસ્ટમ તેનો અભ્યાસ કર્યા પછી જાતે જ ફોટો બનાવે છે. આ સાથે સિસ્ટમનો બીજો એક ભાગ શોધી કાઢે છે કે કયો ફોટો નકલી છે.

હકીકતમાં, ચહેરાના મુખ્ય ભાગને ઓળખવાની ટેક્નોલોજી વધુ સારી હોવાને કારણે નકલી ચહેરા બનાવવા શક્ય બન્યા છે. લોકો પોતાના સ્માર્ટ ફોનને ખોલવા માટે ચહેરાનો ઉપયોગ કરી શકે છે. પોલીસ એજન્સીઓ ચહેરાની ઓળખના પ્રોગ્રામનો ઉપયોગ શંકાસ્પદ અપરાધીઓની ઓળખ અને તેમની ધરપકડમાં કરે છે. કેટલાક એક્ટિવિસ્ટ પોતાના નામનું ટેગ છુપાવાનારા પોલીસ અધિકારીઓની ઓળખ બતાવવા તેનો ઉપયોગ કરે છે. એક કંપનીએ કોઈ અજાણ્યાને માત્ર એક ફોટાથી ઓળખવા માટે એપ બનાવી છે. દરરોજ ઓનલાઈન ફોટો શેર કરનારા લોકોના અસંખ્ય ફોટા વેબ પર નાખીને આ એપ બનાવાઈ છે.

ચહેરાની ઓળખની સિસ્ટમ એઆઈની અન્ય સિસ્ટમ જેટલી સારી નથી. તમાંથી કેટલીક સિસ્ટમ અશ્વેતોની ઓળખ સારી રીતે કરી શકતી નથી. 2015માં ગૂગલની ઈમેજ ડિકેટ્શન સિસ્ટમે બે અશ્વેતને ગોરિલ્લા તરીકે ઓળખ કરી હતી. તેની સાથે જ ફેસિયલ રિકગ્નીશન સિસ્ટમની આખો એટલે કે કેમેરા ઘાટા રંગના લોકોના ફોટા સારી રીતે ખેંચી શકતા નથી. જાન્યુઆરીમાં અમેરિકાના ડેટ્રોઈટમાં એક અશ્વેત રોબર્ટ વિલિયમની ધરપકડ એવા અપરાધમાં થઈ જે તેણે કરી જ ન હતી.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપણાં જીવનને સરળ બનાવે છે, પરંતુ તેમનુષ્યની જેમ જ ભૂલો કરી શકે છે. એઆઈ સિસ્ટમના ડેટાની પસંદગી મનુષ્ય કરે છે. આપણે વિશ્વાસ રાખીએ છીએ કે, કમ્પ્યૂટર હંમેશાં સાચા હોય છે.

ભવિષ્યમાં લોકોની ઓળખ અત્યંત મુશ્કેલ બનશે

માહિતી ટેક્નોલોજીમાં સુધારાની ગતિને જોતાં ટૂંક સમયમાં જ કોઈ એક વ્યક્તિના બદલે અસંખ્ય નકલી વ્યક્તિ જોવા મળશે. કોઈ પાર્ટીમાં નકલી મિત્ર, નકલી કૂતરા અને નકલી બાળકો સાથે લોકો જોવા મળશે. કયો વ્યક્તિ અસલી છે અને કયો વ્યક્તિ કમ્પ્યૂટરની કલ્પનાની ઉપજ છે એ જણાવવાનું મુશ્કેલ બની જશે. સોશિયલ મીડિયા નેટવર્ક પર ગરબડનું વિશ્લેષણ કરતી રિસર્ચર કેમિલી ફ્રાન્સવાએ કહ્યું કે, ‘2014માં જ્યારે આ ટેક્નોલોજી આવી ત્યારે ખરાબ મનાઈ હતી. આગામી સમયમાં લોકોની ઓળખ કરવી મુશ્કેલ થઈ જશે. તેનાથી ખબર પડે છે કે, ટેક્નોલોજી કેટલી ઝડપથી બદલાય છે’.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser