તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:તલાકમાં નવો વિવાદ - અમેરિકી દંપતી એ વાત પર ઝઘડી રહ્યું છે કે ફ્રીઝ કરાયેલા ભ્રૂણ પર બંનેમાંથી કોનો અધિકાર હશે?

ન્યૂયોર્ક6 દિવસ પહેલાલેખક: મારિયા ક્રેમર
 • કૉપી લિંક
ડો. મિલિની તસવીર - Divya Bhaskar
ડો. મિલિની તસવીર
 • લૉકડાઉનમાં વધ્યો વિવાદ, દંપતી લીગલ એક્સપર્ટ્સની સલાહ લઈ દસ્તાવેજ તૈયાર કરવા લાગ્યું

સામાન્ય રીતે તલાકના સમયે દંપતીઓ વચ્ચે વિવાદ રહે છે કે બાળકોની કસ્ટડી કોની પાસે રહેશે? પણ અમેરિકી દંપતી એ બાળકો પર અધિકાર પ્રાપ્ત કરવા લડી રહ્યા છે જેમનો જન્મ જ થયો નથી. ખરેખર અમેરિકામાં ભ્રૂણ ફ્રીજ કરાવવાનું ચલણ છે. હવે અલગ થતી વખતે દંપતીઓ વચ્ચે વિવાદ થઈ રહ્યો છે કે આ ફ્રોજન ભ્રૂણ પર કોનો અધિકાર હશે?

લૉકડાઉનમાં આઈવીએફ ટ્રીટમેન્ટ વધતા મોટી સંખ્યામાં તેનાથી સંબંધિત કેસ પણ લીગલ એક્સપર્ટ પાસે પહોંચી રહ્યાં છે. જાહેરમાં આ મામલે ત્યારે ચર્ચા શરૂ થઈ જ્યારે કોર્ટે અભિનેત્રી સોફિયા વેર્ગારાના પૂર્વ મંગેતર નિક લોએબ વિરુદ્ધ ચુકાદો આપ્યો. લોએબે કોર્ટમાં ભ્રૂણની કસ્ટડીની માગ કરી હતી. મોટાભાગના કેસમાં દસ્તાવેજોમાં એ સ્પષ્ટ નથી કે જો એક પાર્ટનરનું મોત નીપજે , તે માનસિક સંતુલન ગુમાવે કાં છૂટાં પડવા પર નિર્ણય કોણ કરશે?

સિલિકોન વલીના ચર્ચિત વકીલ મોનિકા મેજેજી કહે છે કે તલાક બાદ જો એક પાર્ટનર ભ્રૂણથી બાળક ઈચ્છે છે તો બીજાને વિચિત્ર સ્થિતિમાં નાખી દે છે. એનવાયૂ લેંગોન ફર્ટિલિટી સેન્ટરના ડૉ. બ્રુક હોડ્સ વર્ટ્જ અનુસાર કંપનીઓ વીમા પ્લાનમાં ફર્ટિલિટી ટ્રીટમેન્ટ સામેલ કરી રહી છે. એટલા માટે મોટી સંખ્યામાં દંપતી આ વિકલ્પ પસંદ કરી રહ્યા છે પણ જો દંપતી સંબંધને લઈને નિશ્ચિંત નથી તો તેમણે ભ્રૂણની સાથે એગ પણ ફ્રીજ કરવા જોઇએ. આવી સ્થિતિમાં તેમને પાર્ટનર પર નિર્ભર નહીં રહેવું પડે. આ મામલાનો સામનો કરી ચૂકેલા લોકો અને એક્સપર્ટ્સ કહે છે કે દસ્તાવેજોમાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે બંને પાર્ટનરનો અધિકાર સમાન રહેશે, ભાવનાત્મક, આર્થિક પડકારો સહન કરવા પડશે.

30 ટકા ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વધી : અમેરિકાના સૌથી વ્યસ્ત યુનિવર્સિટી લેંગોન ફર્ટિલિટી સેન્ટરમાં ગત વર્ષે જૂનથી ડિસેમ્બર વચ્ચે 2019ની તુલનાએ 30 ટકા નવા દર્દી વધી ગયા. સિએટલ રિપ્રોડક્ટિવ મેડિસિન સેન્ટરમાં પણ આ દરમિયાન 15 ટકા દર્દી વધ્યાં. નોક્સવિલેમાં સ્થિત સૌથી મોટા એમ્બ્રિયો ડોનેશન સેન્ટરમાં 10થી 13 લાખ એમ્બ્રિયો છે. ગત દાયકામાં આ ડોનેશનની સંખ્યા 5થી 6 લાખ વધી છે.

જો દસ્તાવેજમાં સ્પષ્ટરૂપે લખ્યું નથી તો કોર્ટથી પણ મદદ નહીં મળે
સાન ફ્રાન્સિસ્કોના ફિજિશિયલ અને પિયાનિસ્ટ ડૉ. મિમી લી જણાવે છે કે તેમણે કેન્સરની સારવાર શરૂ કરાવતા પહેલા પતિ સાથે મળીને 5 સ્વસ્થ ભ્રૂણ ફ્રીજ કર્યા હતા. 3 વર્ષ પછી બંનેના તલાક થઈ ગયા. ત્યારે ડૉ. લીએ એ ભ્રૂણથી બાળકોને જન્મ આપવાનું વિચાર્યું પણ તેમના પતિએ કેસ કરીને તેમને અટકાવી. જજે કહ્યું કે દંપતીએ ફર્ટિલિટી ક્લિનિકમાં દસ્તાવેજો પર સહી કરી હતી. તે પ્રમાણે ભ્રૂણ પર નિર્ણય બંને ભાગીદારોની સંમતિથી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો