રાષ્ટ્રપતિ ચૂંટણી:કમલા હેરિસે હંમેશા પૂર્વજોનો ઉલ્લેખ કર્યો, અશ્વેતો અને બહારના લોકો પર થતા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે

વોશિંગ્ટનએક વર્ષ પહેલાલેખક: લીસી રેરર
  • કૉપી લિંક
  • શ્રીમતી હેરિસનું માનવું છે કે, તેમની ભારતીય માતા અને બહારથી આવેલી મહિલાઓએ રસ્તો બનાવ્યો છે
  • અમેરિકાના નવા ઉપરાષ્ટ્રપતિ દેશના બદલાતા ભવિષ્યનો સંકેત પણ આપે છે

અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના કમલા હેરિસે અશ્વેતો અને બહારના લોકોનાં અધિકારોનો અવાજ હંમેશા ઉઠાવ્યો છે. તેને બાળપણમાં શીખવાડાયું છે કે, અશ્વેતો માટે ન્યાય મેળવવાનો માર્ગ ઘણો લાંબો છે. તે ચૂંટણી અભિયાન દરમિયાન હંમેશા પોતાનાં પૂર્વજો, માતા-પિતા અને અમેરિકામાં બહારથી આવીને વસેલા લોકોનાં નાગરિક અધિકારોની ચર્ચા કરતા રહ્યા છે. તેમણે મતદાનના થોડા દિવસ પહેલા જ ફોર્ટ વિથ, ટેક્સાસમાં કહ્યું હતું કે, અનેક વખત લાગે છે કે, આપણે એ રૂમમાં એકલા છીએ. જોકે, આપણે જાણીએ છીએ કે, એકલા નથી. આપણે સૌ સાથે છીએ.

રંગ અને જાતિના આધારે વિભાજિત દેશમાં 56 વર્ષની કમલાનું ઉપરાષ્ટ્રપતિ બનવું મહત્ત્વનો ઘટનાક્રમ છે. તેઓ હવે જાતિય ધોરણે વિભાજિત થઈ રહેલા દેશનાં ભવિષ્યનાં સૂચક છે. વિજય પછી તેમણે પ્રથમ ભાષણમાં પોતાની માતા અને એ મહિલાઓને યાદ કરી, જેમણે આ અવસર માટે રસ્તો બનાવ્યો છે. તેમની માતા ભારતીય અને પિતા જમૈકાના છે. સ્તન કેન્સરનાં રિસર્ચર એવા તેમના માતાનું 2009માં નિધન થયું હતું. કમલા ઘણી નાની વયથી ઓકલેન્ડ અને બર્કલેમાં જાતિભેદ સાથે સંકળાયેલા મુદ્દા ઉઠાવતાં રહ્યાં છે. 2016માં પ્રથમ વખત સીનેટર ચૂંટાયા પછી પોતાના આક્રમક વલણથી ઓળખ બનાવી હતી. માટ્રિયલમાં અનેક વર્ષ રહ્યા પછી કમલાએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. ત્યાર પછી ઘરેલુ હિંસા અને બાળ શોષણના કેસોમાં પ્રોસિક્યુટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

કમલા હેરિસે ડેમોક્રેકિટ પાર્ટીની પ્રારંભિક ચૂંટણીમાં અશ્વેતોનો અવાજ ઉઠાવ્યો છે. ઓકલેન્ડમાં તેમની એક સભામાં 20 હજાર લોકોની ભીડ હતી. આ સાથે જ તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની દોડમાં આગળ નીકળી ગઈ હતી. જોકે ત્યાર પછી વધુ ટેકો મળવાના કારણે તે સ્પર્ધામાંથી નિકળી ગઈ હતી. તે પોતાની નીતિઓ અને એજન્ડા રજુ કરવામાં નિષ્ફળ ગઈ હતી. એ સમયે બાઈડેન પર પોતાનાં તીખા પ્રહારોને પણ તે સ્પષ્ટ કરી શકી ન હતી. વૈચારિક દૃઢતાના અભાવે તેમના માટે ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારનો રસ્તો ખોલ્યો. ઉપરાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રપતિના પ્રમાણે ચાલવાની અપેક્ષા હોય છે.

બાઈડેન દ્વારા તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા પછી કમલાએ ચૂંટણી અભિયાન દરમિયાન અશ્વેતો અને ઈમિગ્રાન્ટ્સને પાર્ટી તરફ આકર્ષિત કરવાના પ્રયાસ કર્યા છે. કમલા સામે રિપબ્લિકન સમર્થકોએ સતત જાતિવાદી હુમલા કર્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના નામનું ખોટું ઉચ્ચારણ કરતા હતા. હેરિસની મિત્ર સીનેટર કોરી બુકર કહે છે કે, કમલા જાણતી હતી કે, અશ્વેત મહિલાઓ તેને સરળતાથી સ્વિકારશે નહીં. કમલાએ સ્પષ્ટ રીતે ખુદને રાષ્ટ્રપતિના ઉત્તરાધિકારી તરીકે સ્થાપિત કરી હતી. કોઈ અન્ય ઉપરાષ્ટ્રપતિની સરખામણીમાં તેમની સંભાવનાઓ વધુ ઉજળી દેખાય છે. બુકર કહે છે કે, ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બાઈડેન આ વાતને સારી રીતે સમજે છે.

સાંસદ પ્રમિલા જયપાલે કહ્યું કે, હેરિસનું ઉપરાષ્ટ્રપતિ બનવું દક્ષિણ એશિયનો માટે ગર્વની વાત છે. તેઓ કલ્પના કરશે કે અમેરિકાના જાહેર જીવનમાં કઈ ઊંચાઈ સુધી પહોંચી શકાય છે. જયપાલે ઓગસ્ટમાં લોસ એન્જેલિસ ટાઈમ્સમાં એક લેખ લખીને નવા ઉપરાષ્ટ્રપતિ સાથેના પોતાનાં સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રમિલા દક્ષિણ ભારતનાં છે. તેમણે કહ્યું કે, હેરિસ જાણે છે કે બહારના લોકોનાં સંતાન અને અશ્વેત હોવાનો શો અર્થ છે. તે ઘરેલુ કામદારો અને મુસ્લિમ ઈમિગ્રન્ટ્સની મદદ કરસે. રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય અશ્વેત મહિલાઓ હેરિસને સહયોગી અને પોતાની નેતા માને છે.

બાઈડેને કેવી રીતે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવી

  • ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જોસેફ બાઈડેને એક વિનમ્ર અને પરંપરાગત નેતા તરીકે અભિયાન ચલાવ્યું.
  • વાઈરસ મહામારીનો સામનો કરવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની નિષ્ફળતા અને ઉગ્ર વ્યવહારને પ્રચારની મુખ્ય થીમ બનાવી. બાકીના તમામ મુદ્દાને બાજુ પર રાખ્યા.
  • તેમનું અભિયાન ઘોંઘાટ-જુસ્સા વગેરેથી દૂર હતું. તેમણે શિસ્ત અને સંયમનો પરિચય આપ્યો. દેશના આત્મા અને સન્માનની સુરક્ષા માટે લડનારા યોદ્ધાનો આભાસ કરાવ્યો.
  • કેટલાક ડેમોક્રેટ નેતા અનેક મહત્ત્વના રાજ્યોમાં જોરદાર અભિયાન પર ભાર મુકતા હતા, પરંતુ બાઈડેને પેનસિલ્વેનિયા, વિસ્કોન્સિન, મિશિગન, ઓહાયો, મિનેસોટા, ઈલિનોય, ઈન્ડિયાના પર વધુ ધ્યાન આપ્યું.
  • બાઈડેનને વિશ્વાસ હતો કે, મતદારો માટે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની હાજરી સિવાય બીજો કોઈ મોટો મુદ્દો નથી. તેમણે ટ્રમ્પથી અલગ પોતાની ઈમેજ રજુ કરી.
  • બાઈડેને દેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો નથી. તે આ રીતે વાઈરસથી બચાવ માટે ભીડથી બચવાનો સંદેશો આપતા રહ્યા. જે ટ્રમ્પથી અલગ હતું.
અન્ય સમાચારો પણ છે...