તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાંથી:પ્રથમ રાજદ્વારી ભાષણ - અમેરિકાની વિદેશનીતિ અંગે બાઈડેનના મનની વાત, જૂના મિત્રોને અેકસંપ કરશે

વોશિંગ્ટન20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાઈડેને પહેલીવાર વિદેશી સંબંધો અંગે પોતાની વાત રજૂ કરી

જો બાઈડેને અમેરિકી રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછી ગુરુવારે પહેલીવાર વિદેશનીતિ અંગે તેમની વાત રજૂ કરી. બાઈડેને સંકેત આપ્યા કે તેમની વિદેશ નીતિ ટ્રમ્પથી વિપરીત હશે. તેમણે ‘અમેરિકા ઈઝ બેક’ની જાહેરાત કરી હતી. તેમના પ્રથમ રાજદ્વારી સંબોધન માટે તે વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. નિષ્ણાતો અનુસાર બાઈડેન દ્વારા તેમના રાજદ્વારી સંબંધોને વિદેશ વિભાગને પસંદ કરવું રાજદ્વારી સંબંધોને મહત્ત્વ અાપવાનું દર્શાવે છે. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ હાજર રહ્યાં હતાં. બાઈડેને કહ્યું કે યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં સાઉદીને અમેરિકા ન તો હથિયાર વેચશે અને ન તો કોઈ સહયોગ કરશે. બાઈડેને રશિયા, જર્મની, મ્યાનમાર અને ચીન સાથેના તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરી પણ ભારતનો ઉલ્લેખ ન કર્યો. વૈશ્વિક ગઠબંધન મુદ્દે તેમણે કહ્યું કે અમેરિકા તેના જૂના મિત્રોને ફરી એકજૂટ કરશે.

ટ્રમ્પની વિદેશનીતિને કારણે અનેક જૂના સહયોગી દેશ નારાજ હતા
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિદેશનીતિને લીધે તેના નજીકના અનેક દેશો નારાજ છે. ટ્રમ્પની ટેરિફ વધારવાની નીતિથી અમેરિકાએ યુરોપિયન અને એશિયન નેતાઓની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. અનેકવાર ટ્રમ્પે વૈશ્વિક ગઠબંધનના નિયમોનું ઉલ્લંઘન કર્યું અને અમેરિકી સૈનિકોને પાછા લાવવાની ધમકી આપી. બાઈડેનનું ભાષણ એ શંકાઓને દૂર કરવાનો એક પ્રયાસ પણ મનાય છે. બાઈડેને કહ્યું કે અમે કૂટનીતિમાં ફક્ત એટલા માટે રોકાણ નથી કરતા કેમ કે રોકાણ કરવું છે. સાથે જ આ દુનિયા માટે યોગ્ય છે અને અમે આવું કરીએ છીએ.

પ્રથમ રાજદ્વારી ભાષણમાં ‘અમેરિકા ઈઝ બેક’ની જાહેરાત કરી
યમન યુદ્ધમાં સાઉદીને સમર્થન બંધ : બાઈડેને કહ્યું કે અમેરિકા યમનમાં સાઉદીના નેતૃત્વ હેઠળના સૈન્ય અભિયાનો માટે તેનું સમર્થન પાછું ખેંચી રહ્યું છે. છ વર્ષથી જારી યુદ્ધનો અંત આવવો જોઈએ. અમે જૂના સહયોગી સાઉદીનું સમર્થન ચાલુ રાખીશું.

ચીન અને રશિયા : બાઈડેને કહ્યું કે ચીન દુનિયામાં પોતાના પ્રભાવને વધારવા કામ કરી રહ્યું છે. અમે આર્થિક ટકરાવ અને માનવાધિકારો અંગે ચીન સામે કડક પગલાં ભરીશું. રશિયાની આક્રમકતાના એ દિવસો હવે પૂરા થયા છે, જ્યાં તે ચૂંટણીમાં હસ્તક્ષેપ કરે છે.

સેના વાપસી : જર્મનીમાં હાજર અમેરિકી સૈનિકોની વાપસી નહીં થાય. ગત વર્ષે ટ્રમ્પે જર્મનીમાં હાજર અમેરિકી સૈનિકોની સંખ્યા 9500 સુધી ઘટાડવાની જાહેરાત કરી હતી. જમનીમાં આશરે 34,500 અમેરિકી સૈનિકો હાજર છે. સંરક્ષણમંત્રી લૉયડ ઓસ્ટિન આ મામલે સમીક્ષા કરશે.

શરણાર્થી : બાઈડેન અમેરિકા આવનારા શરણાર્થીઓની સંખ્યા વધારી દર વર્ષે 1.25 લાખ કરવા ઈચ્છે છે. ટ્રમ્પકાળમાં અમેરિકા આવનારા શરણાર્થીઓની સંખ્યા ઝડપથી ઘટી હતી. ટ્રમ્પે શરણાર્થીઓને સુરક્ષા માટે ખતરો અને સંસાધન માટે ભારણ ગણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો