તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:કોરોના વાઈરસથી જ્યાં દરરોજ 500 મોત થઈ રહ્યા છે, એ કેલિફોર્નિયામાં વેક્સિનના વિરોધમાં દેખાવો

વોશિંગ્ટનએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમેરિકામાં માસ્ક અને લૉકડાઉન વિરુદ્ધ રેલી યોજનારા જમણેરીઓનો હવે રસીકરણ સ્થળે હોબાળો
 • કેલિફોર્નિયા રસીકરણ વિરોધનું જૂનું કેન્દ્ર, બાળકોનું રસીકરણ અહીં મોટો મુદ્દો

કોરોનાવાઈરસ મહામારી દરમિયાન મહિનાઓ સુધી વાસ્ક અને લૉકડાઉન વિરુદ્ધ રેલી કરનારા કેટલાક દેખાવકાર હવે કોવિડ-19ની રસીના વિરોધમાં ઊભા થયા છે. તાજેતરમાં જ કેટલાક લોકોએ કોરોનાવાઈરસ વેક્સિનના વિરોધમાં ડોઝર સ્ટેડિયમના સામુહિક રસીકરણ કેન્દ્રના પ્રવેશ દ્વારે હોબાળો મચાવ્યો હતો. કેલિફોર્નિયા વેક્સિનના વિરોધનું જૂનું અપ્રિય કેન્દ્ર રહ્યું છે. ગયા સપ્તાહે કેલિફોર્નિયામાં દરરોજ 500 લોકોનાં મોત કોરોનાથી થયા અને ટૂંક સમયમાં જ તે ન્યૂયોર્કને પાછળ રાખીને સૌથી વધુ મૃત્યુવાળું રાજ્ય બની જશે.

મહિનાઓથી આ જમણેરી કાર્યકર્તા માસ્ક પહેરવાના નિયમો, બિઝનેસ લૉકડાઉન, કરફ્યૂ અને આરોગ્ય અધિકારીઓ વિરુદ્ધ રેલીઓ કરી રહ્યા છે. તેઓ તેને વ્યક્તિગત સ્વતંત્રતામાં સરકારનો હસ્તક્ષેપ જણાવે છે. જોકે, હવે માસ્ક અને લૉકડાઉન જ્યારે અમેરિકન જીવનનો ભાગ બની ગયું છે તો દેખાવકારોએ પોતાનો વિરોધ અને ગુસ્સો કોવિડ-19 રસી પર ઉતાર્યો છે. ગયા સપ્તાહે આ દેખાવકારોના એક નાના ગ્રૂપે ડોઝર સ્ટેડિયમના રસીકરણ કેન્દ્ર પર હોબાળો મચાવ્યો હતો. સ્ટેડિયમના પ્રવેશ દ્વારે લોકોને પ્રવેશતા અટકાવ્યા હતા. આ સ્ટેડિયમમાં દરરોજ સરેરાશ 6,120 લોકોને રસી લગાવાઈ રહી છે. દેખાવકારોએ ‘ડોન્ટ બી લેબ રેટ’ અને ‘કોવિડ-સ્કેમ’ની તક્તીઓ હાથમાં પકડી હતી.

અનેક લોકોને પહેલાથી જ વેક્સિન સાયન્સ પર શંકા છે. કેટલાકનો દાવો છે કે, બાળપણમાં લાગેલી આ રસી ઓટિઝ્મને કારણે બને છે. કેલિફોર્નિયામાં હોલિવૂડ હસ્તીઓ અને ધનિક વાલીઓ વચ્ચે દાયકાઓથી એન્ટી-વેક્સિન આંદોલન લોકપ્રિય રહ્યું છે. 2015માં અહીં બાળકો માટે દેશના સૌથી કડક અનિવાર્ય રસીકરણ કાયદો પસાર કરાયો હતો. તેના પહેલા વાલીઓ બાળકોને રસી લગાવતા ડરતા હતા. તેમની દલીલ હતી કે, તે અમારી વ્યક્તિગત માન્યતાઓથી વિરુદ્ધ છે. જોકે, કાયદા પછી રસીકરણથી બચવાનો વિકલ્પ સમાપ્ત થઈ ગયો હતો.

કેલિફોર્નિયામાં કોવિડ-19ના વર્તમાન સમયમાં વેક્સિન વિરોધીઓએ ખુદને ટ્રમ્પ સમર્થકોની વધુ નજીક જોયા છે. રાજ્યમાં એન્ટી-વેક્સિન એક્ટિવિસ્ટ લાંબા સમયથી આક્રમક રહ્યા છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં અને ખાસ કરીને કોરોના વાઈરસ મહામારી દરમિયાન તેમણે ધમકી આપવાની રણનીતિ અપનાવી છે. વિરોધમાં તેમણે સેક્રામેન્ટોમાં એક ધારાસભ્ય સાથે મારામારી કરી હતી અને 2019માં સ્ટેટ કેપિટલની સેનેટ ચેમ્બર્સમાં ધારાસભ્યો પર માસિક ધર્મનું લોહી સુધ્ધાં ફેંક્યું હતું.

આ અંગે સ્ટેટ સેનેટર અને બાળ રોગ નિષ્ણાત રિચર્ડ પેન કહે છે કે, ચિંતાની વાત એવી છે કે, વિરોધ કરનારાની સંખ્યા વધી રહી છે. પેને જ રસીકરણ કાયદો તૈયાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આ આંદોલન માત્ર રસીકરણ વિરુદ્ધ અપપ્રચાર જ નથી કરી રહ્યું, પરંતુ જે લોકો સાચી માહિતી બહાર પાડે છે તેમને ધમકીઓ પણ આપે છે.

બેઝબોલ ખેલાડીના મૃત્યુથી ડર્યા
ડોઝર સ્ટેડિયમમાં દેખાવ કરવા ગયેલા લોકોનું કહેવું છે કે, તેમણે રસીકરણ સ્થળે પ્રવેશનો પ્રયાસ કર્યો નથી. તેઓ રસીકરણ માટે લાવવામાં આવેલા લોકોને તેમના ખરાબ પ્રભાવો અંગે જણાવવા ગયા હતા. વિરોધ પ્રદર્શનના પ્રમુખ જેસન લેફકોવિટ્ઝે કહ્યું કે, વિરોધનું કારણ પ્રખ્યાત બેઝબોલ ખેલાડી હંક આરોનનું મોત છે. 86 વર્ષની ઉંમરે તેમનું 22 જાન્યુઆરીના રોજ મોત થયું હતું. તેમણે 5 જાન્યુઆરીએ રસી લગાવી હતી.
© The New York Times

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો