તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જૂઠા દાવાએ અમેરિકાની ચૂંટણી પદ્ધતિની નબળાઈ ઉઘાડી પાડી છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના જોસેફ બાઈડેનના વિજયનો સ્વીકાર નથી કરી રહ્યા. તેમણે રિપબ્લિકન પાર્ટીના નેતાઓ માટે ધર્મસંકટ વધારી દીધું છે. પાર્ટીને એક વ્યક્તિની જિદ અને મતદારોની ઈચ્છા વચ્ચે પસંદગી કરવાની છે. શનિવારે રાત્રે ટ્રમ્પે ચૂંટણી પરિણામ બદલી નાખવા રાજ્યોની વિધાનસભાઓને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આશા છે, અદાલતો કે વિધાનસભાઓમાં આપણી ચૂંટણી અને અમેરિકાની નિષ્પક્ષતા, ઈમાનદારી જાળવી રાખવાનું સાહસ હશે.
જોકે, અત્યારે રાષ્ટ્રપતિનો એટલો પ્રભાવ રહ્યો નથી કે ચૂંટણી પરિણામ બદલી શકાય. રિપબ્લિકન અને ડેમોક્રેકિટ નેતા માને છે કે, આવું શક્ય નથી. રિપબ્લિકન નેતા ટ્રેવર પોટર કહે છે કે, ‘ટ્રમ્પ આગામી વર્ષો માટે અસ્થિરતા અને અરાજકતાનો રસ્તો તૈયાર કરી રહ્યા છે.’ ટ્રમ્પનો સાથ છોડનારા રિપબ્લિકન નેતાઓની સંખ્યા વધી રહી છે. સેનેટર માર્કો રૂબિયોએ કહ્યું કે, રાષ્ટ્રપતિ જનતાની ઈચ્છામાં ઘુસણખોરી કરી રહ્યા છે. ટ્રમ્પના ટીકાકાર સેનેટર મિટ રોમનીએ આ બાબતે અનેક વખત રાષ્ટ્રપતિનો વિરોધ કર્યો છે. પેનસિલ્વેનિયના રિપબ્લિકન સેનેટર પેટ ટૂમીએ કહ્યું કે, તેમને ફિલાડેલ્ફિયા કે પેનસિલ્વેનિયામાં કોઈ પણ સ્થળે મતદાનમાં ગરબડ જોવા મળી નથી.
બીજી તરફ પાર્ટીનો એક વર્ગ હજુ પણ ટ્રમ્પની પડખે છે. શુક્રવારે મિશિગનના રિપબ્લિકન સાંસદોએ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું કે, તેઓ રાજ્યમાં ચૂંટણીની પુષ્ટિ અને પ્રમાણીકરણની પ્રક્રિયામાં હસ્તક્ષેપ નહીં કરે. જોકે, શનિવારે પાર્ટીના રાષ્ટ્રીય અને મિશિગન અધ્યક્ષોએ એક નિવેદનમાં કહ્યું કે, રાજ્ય ચૂંટણી બોર્ડને પ્રક્રિયા ટાળવાની અપીલ કરી રહ્યા છે. ટેક્સાસના સેનેટર જોન કોરનિને કહ્યું કે, મતોની પુષ્ટિ થતાં સુધી બાઈડેન ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રહેશે. ડેમોક્રેટિક પાર્ટીના વકીલોએ કહ્યું કે, કોર્ટ ચૂંટણી પંચને પ્રમાણીકરણની પ્રક્રિયા સમયસર કરવા મજબૂર કરી શકે છે. સોમવારે મિશિગન ચૂંટણી બોર્ડ ચૂંટણી પરિણામની પુષ્ટી કરવાનું છે. અહીં ઇલેક્ટોરલ કોલેજના 16 વોટ છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.