તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેન્ટિંગ:બાળકને સુધારતાં પહેલાં તમે સુધરો

મમતા મહેતા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક માતા-પિતા બાળકોને સંસ્કાર આપવા પ્રયત્ન કરે છે પણ હકીકત એ છે કે બાળકો તેમને જોઈને જ વર્તન અને આદતો શીખે છે

દરેક માતા-પિતા ઇચ્છતા હોય છે કે તેમના બાળકોનો ઉછેર સારી રીતે થાય. બાળકોનો ઉછેર કરવા માટે માતા-પિતા આકરી મહેનત કરે છે પણ જો આ મહેનત યોગ્ય દિશામાં ન કરવામાં આવે તો એનું પરિણામ નથી મળતું. દરેક માતા-પિતા પોતાના બાળકોને સારા ગુણ અને સંસ્કાર આપવા પ્રયત્ન કરે છે પણ હકીકત એ છે કે બાળકો તેમને જોઈને જ વર્તન અને આદતો શીખે છે. વડીલો જે કંઈ કરે બાળકો તે શીખી જાય છે. આમ, જો બાળકને સુધારવું હોય તો પહેલાં તમારે સુધરવું પડે છે. Â ફોન અને ટીવી પાછળ વધારે સમય ટીવી અને ફોનનો ઉપયોગ એ અયોગ્ય નથી પણ કલાકો સુધી એમાં રમમાણ રહેવું યોગ્ય નથી. કલાકો સુધી ટીવી સામે બેસી રહેવાથી તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. બાળકો જ્યારે માતા-પિતાને મોડી રાત સુધી ટીવી જોતા જુએ છે ત્યારે એને લાઇફસ્ટાઇલનો ભાગ ગણી લે છે. બાળકને એકવાર ટેકનોલોજીની લત લાગી જાય એ પછી એને એની નાગચુડમાંથી છોડાવવું બહુ મુશ્કેલ હોય છે. આ લતની ખરાબ અસર તેમના બૌદ્ધિક વિકાસ પર પડે છે. આમ, જો તમે ઇચ્છતા હો કે બાળખ ઓછું ટીવી કે ફોન જુએ તો પોતાના સ્ક્રીન ટાઇમ માટે પણ મર્યાદા બાંધો. Â ગોસિપની કુટેવ મહિલાઓ ગોસિપ કરે છે પરંતુ બાળકો સામે આમ કરવાથી દૂર રહેવું. જ્યારે તમે તમારી ફ્રેન્ડ સાથે કોઈના વિશે ખરાબ બોલો છો, ત્યારે બાળકને લાગે છે કે આમ કરવું એકદમ યોગ્ય છે. બાદમાં બાળકો પણ તેમના મિત્રો સાથે ગોસિપ કરવાનું શરુ કરી દે છે. બાળકોના વ્યવહાર પર તેની ખરાબ અસર પડે છે. કેટલાક લોકો આસપાસ જમા થયેલા લોકોને હસાવવા માટે, એમનું મનોરંજન કરવા માટે કોઈની નિંદા કરવા લાગે છે. શરૂઆત કોઈના સ્વભાવ કે ટેવ વિશે મજાક કરવાથી થાય અને વાતમાંથી વાતમાં પછી એના આખા ખાનદાનની કૂથલી શરૂ થઈ જાય. આ ખોટી આદત છે. જો તમે ઇચ્છતા હો કે તમારું બાળક આ કુટેવનું ભોગ ન બને તો પહેલાં તમારે આનાથી દૂર થવું પડશે. Â અયોગ્ય વર્તન ઘણા દંપતીને નાની નાની વાતમાં કારણ વગર બૂમો પાડવાની આદત હોય છે. બાળકની નાની ભૂલ પર પણ તેઓ બૂમો પાડવા લાગે છે. તેઓ ભૂલી જાય છે કે તેની ખરાબ અસર બાળકો પર પડે છે. તેનાથી બાળકોને ડિપ્રેશન પણ આવી શકે છે. બાળકોનો સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. માતા-પિતા બાળકને સમજાવવાના બદલે ઘણીવાર તેમના પર હાથ ઉપાડે છે. જે એકદમ અયોગ્ય છે. આ રીતે તમે બાળકોની આગળ તે ઉદાહરણ સેટ કરો છે કે પોતાની વાત મનાવવા અથવા વિરુદ્ધ જવા પર મારઝૂડ કરવી યોગ્ય છે. બાળકો પર પર હાથ ઉપાડવાથી તેને માનસિક બીમારી થવાનો ખતરો રહે છે. Â બીજા સાથે સરખામણી ક્યારેય પણ તમારા બાળકોની સરખામણી બીજા બાળકો સાથે કરવી નહીં. જો તમારામાં આવી આદત હોય તો તેને છોડી દો. તેની બાળકોના વિકાસ પર ખરાબ અસર પડે છે. બાળકનો આત્મવિશ્વાસ ઘટી જાય છે અને તે પોતાને બીજા કરતાં ઓછા આંકે છે.

અન્ય સમાચારો પણ છે...