ફિટનેસ મંત્ર:કમર-પેટની ચરબી ઘટાડવામાં કરતા યોગાસન

એક મહિનો પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
 • કૉપી લિંક
મત્સ્યાસન (પ્રતીકાત્મક તસ્વીર) - Divya Bhaskar
મત્સ્યાસન (પ્રતીકાત્મક તસ્વીર)
 • ખાન-પાનની આદતને લઇને આપણો વ્યવહાર એટલો બેદરકાર થઈ ગયો છે કે આપણે કંટ્રોલ કરી શકતા નથી. મોટાભાગની દરેક વ્યક્તિ પોતાના વધતા વજનને અને ખાસ કરીને કમર અને પેટ પર જામતી ચરબીને કારણે બહુ પરેશાન છે. જોકે કેટલાક આસન એવા છે જે નિયમિત રીતે કરવાથી કમર અને પેટની ચરબી ઘટાડી શકાય છે

1.મત્સ્યાસન
મત્સ્યાસન, જેને ફિશ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શરીરમાં લવચીકતા લાવે છે અને સ્નાયુઓની શક્તિ મેળવવા માટે એક આદર્શ મુદ્રા માનવામાં આવે છે. આ ઉપરાંત, તે શ્વસનતંત્રને પણ સુધારે છે.
મત્સ્યાસન કરવાની રીત

 • શવાસનમાં સૂવું.
 • બંને હાથના ટેકાથી જમીન પર માથાની ટોચને સ્પર્શ કરો.
 • માથું જમીન પર બરાબર ટેકવાયેલ હોવું જોઈએ.
 • નમસ્તેની મુદ્રામાં બંને હાથ સાથળથી ઊંચે રાખો.
 • બંને પગ 45 ડિગ્રીએ ઊંચા કરો.
 • શ્વાસ નોર્મલ રાખો.
 • જ્યારે પાછા આવવું હોય તો પહેલાં બંને પગ નીચે લાવો, પછી હાથના ટેકાથી માથાને સીધું કરો.
 • શવાસનમાં થોડી વાર આરામ કરો. ભેકાસન

2. ભેકાસન
ઝડપથી ટમીને ઘટાડવા ઇચ્છતા હો તો ભેકાસન સૌથી લાભદાયક આસન છે.
ભેકાસન કરવાની રીત

 • ભેકાસન કરવા માટે મેટ ઉપર પેટના બળે સૂઇ જવું.
 • હવે હાથના કાંડાની મદદથી ધીમે-ધીમે માથું ઉપર કરવું.
 • હવે જમણા ઘૂંટણને ધીમે-ધીમે વાળો અને બંને હાથ વડે ડાબા પગને પકડીને સાથળ સુધી લઈ જાઓ.
 • હવે છાતીને ધીમે-ધીમે ઉપર તરફ ઉઠાવો અને ઊંડો શ્વાસ લઇને આ આસનમાં 45 થી 60 સેકન્ડ સુધી આ પોઝમાં રહો.
 • આ આસન દરરોજ 2થી 3 વખત કરો. ભુજંગાસન

3. ભુજંગાસન
આ આસનના અભ્યાસથી પેટની માંસપેશીઓ મજબૂત થાય છે, જેથી પેટની આસપાસ જામેલી ચરબી સરળતાથી ઘટે છે. આ આસન દરરોજ 6થી 7 વાર કરો.

ભુજંગાસન કરવાની રીત

 • સૌ પ્રથમ ઊંધા સૂઈ જાઓ.
 • બન્ને હાથને કોણીમાંથી વાળી હથેળીને છાતીની બાજુ પર જમીન ઉપર ગોઠવો.
 • હાથના આંગળાં આગળની તરફ અને બન્ને પગના પંજા પાછળની તરફ ખેંચાયેલા રાખો.
 • બન્ને પગ ભેગા રાખો, કપાળ તથા દાઢી સામેની દિશામાં અને દાઢી જમીનને અડકેલી રાખવી.
 • હવે હાથની હઠેળીના ટેકા વડે માથું ઉપર તરફ ઉઠાવો.
 • ખભા તથા છાતીના ભાગને ઉપરની તરફ શ્વાસ લેતાં લેતાં લઈ જાઓ.
 • નાભિને જમીન સાથે અડાડેલી રાખીને કરોડને શક્ય તેટલો પાછળ વળાંક આપો.
 • શરૂઆતમાં 30 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો.
 • થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો.
અન્ય સમાચારો પણ છે...