ફિટનેસ મંત્ર:માસિકધર્મની પીડામાં રાહત આપતાં યોગાસન

14 દિવસ પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

દરેક મહિલાએ મહિનામાં એક વખત માસિકધર્મના સમયગાળાનો સામનો કરવો જ પડે છે. કેટલીક મહિલાઓને ખાસ સમસ્યા નથી થતી પણ હોર્મોનલ ફેરફાર, દુઃખાવો, મૂડ સ્વિંગ્સ અને થાકના કારણે કેટલીક મહિલાઓ માટે પીરિયડ્સના દિવસો મુશ્કેલી ભર્યા હોઇ શકે છે. માસિક ધર્મ વખતે પેઢુના દુખાવામાં મહિલાઓને ગંભીર દર્દ થાય છે. આ દુખાવો પીરિયડ્સના દિવસોના અગાઉથી જ શરૂ થઇ જાય છે. જો કે, યોગ અને કેટલાંક યોગાસનો નિયમિત રીતે કરવાથી ક્રેમ્પ્સ, સોજા, પીઠ દર્દ જેવા પીરિયડ્સના લક્ષણો ઘટાડવામાં મદદ મળી શકે છે. Â ​માર્જરાસન પીરિયડ્સની સમસ્યાઓના ઇલાજ માટે આ શ્રેષ્ઠ આસાન છે, તેમાં કરોડરજ્જૂના હાડકાંને એક ગોળ (ફ્લેક્સન)થી ધનુષાકાર સ્થિતિ (વિસ્તાર)માં લાવવાનું હોય છે. કઇ રીતે કરવું? ⬛ તમે ચારે પગે થઇ જાવ. તમારી પીઠ ટેબલનો ઉપરનો ભાગ અને હાથ તથા પગ ટેબલનાં પાયા હોય તેવી સ્થિતિમાં આસન લો. ⬛ તમારા હાથ જમીન પર ખભાની બરાબર નીચે ઊભા રાખો. હથેળીઓ જમીન પર સપાટ રાખો. તમારા બંને ઢીંચણ થાપાની લાઈનમાં રાખો. ⬛ સીધું સામે જુઓ. ⬛ શ્વાસ લો ત્યારે તમારી દાઢી ઊંચી કરો અને માથું પાછળ તરફ ઝુકાવો,નાભિને નીચેની તરફ તથા છેલ્લા મણકાને ઉપર તરફ ખેંચો. થાપાને ખેંચો. ⬛ આ સ્થિતિ જાળવી રાખો અને લાંબા, ઊંડા શ્વાસ લો. ⬛ આના પછી વિપરીત કરો. શ્વાસ બહાર કાઢતા તમારી દાઢી છાતી પાસે લઈ જાવ અને તમારી પીઠને ઉપર તરફ કમાનની જેમ વાળી શકાય તેટલી વાળો, થાપાને વિશ્રામ અવસ્થામાં રાખો. ⬛ થોડી સેકન્ડો માટે આ સ્થિતિ જાળવી રાખો અને પછી પહેલાંની જેમ ટેબલની માફક ગોઠવાઈ જાવ. આ યોગાસનમાંથી બહાર આવતા પહેલાં પાંચથી છ વખત પુનરાવર્તન કરો. ​Â જાનુશીર્ષાસન આ આસનને કરતી વખતે તમારાં પગની ઘૂંટી, હિપ્સ, ખભા સહિત આખા શરીર પર કામ થાય છે. આ તમારાં શરીરને સ્ટ્રેચ કરવાની સાથે સાથે મગજને પણ આરામ આપવામાં મદદ કરી શકે છે. આ આસનને દરરોજ પાંચ મિનિટ સુધી કરો. કઇ રીતે કરવું? ⬛ જમીન પર પગ લાંબા કરીને બેસો. ⬛ પંજા ઉપરની તરફ અને પીઠ એકદમ ટટ્ટાર રાખો. ⬛ હાથને જમીન પર ટેકવી દો. ⬛ હવે જમણા પગને વાળો અને તેનો પંજો ડાબા પગની જાંઘને અડે તેમ રાખો. ⬛ બંને હાથ ઉપર ઉઠાવીને નમસ્કારની મુદ્રા કરો. ⬛ આ પછી કમરને આગળની તરફ ઝુકાવો અને માથાને ઘૂંટણ સુધી લાવવાનો પ્રયાસ કરો. બંને હાથથી ડાબા પગના અંગૂઠાને પકડવાનો પ્રયાસ કરો. Â ​ઉષ્ટ્રાસન પીરિયડ્સ ક્રેમ્પ્સ અને દર્દને ઘટાડવા માટે આ શ્રેષ્ઠ આસન છે. આ આસન તમારાં વજનને કંટ્રોલ કરીને ખભાનો ઉપયોગ કર્યા વગર કરોડરજ્જૂને વિસ્તારવામાં મદદ કરે છે. કઇ રીતે કરશો? ⬛ વજ્રાસનમાં બેસો. ⬛ પગના બન્ને ગોઠણ વચ્ચે એકાદ ફૂટનું અંતર રાખો. ⬛ હવે પગના ગોઠણ ઉપર ઊભા થઈ જાઓ. ⬛ હવે જમણા હાથને ઉપર ઉઠાવી પાછળ લઈ જઈ જમણા પગની એડી ઉપર લઈ જાઓ. ⬛ એ જ રીતે ડાબા હાથને ઉપર ઉઠાવીને પાછળ લઈ જઈ ડાબા પગની એડી ઉપર લઈ જાઓ. ⬛ આમ બન્ને હાથ બન્ને પગની એડી ઉપર ગોઠવાશે. ⬛ શક્ય હોય તો બન્ને પગની એડીને દૃઢતાથી પકડી લો. ⬛ શ્વાસ ભરતાં ભરતાં શરીરને કમરમાંથી ઊંચકો અને ધીમે ધીમે કમરને પેટ તરફ ખેંચો. ⬛ મસ્તક પાછળ ઢાળી દો. ⬛ ગોઠણથી મસ્તક સુધીનું શરીર એક કમાનની જેમ વળેલું રહેશે. ⬛ આ અવસ્થામાં યથાશક્તિ રહો. ⬛ આ પૂર્ણ સ્થિતિને ઉષ્ટ્રાસન કહેવામાં આવે છે. ⬛ પરત ફરવા માટે સૌ પ્રથમ વારા ફરતી બન્ને હાથને આગળ લાવો. ઘૂંટણ ઉપર ઊભા છો તેમાંથી વજ્રાસનમાં પરત આવો.

અન્ય સમાચારો પણ છે...