તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ મેનેજમેન્ટ:પાતળી કમર મેળવવામાં મદદ કરે છે યોગ

રશ્મિ શાહ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણી માનુનીઓને પેટ પર વધારાની ચરબીની સતાવતી હોય છે. આ ચરબી ઉતારવા માટે તે ડાયેટ પ્લાન, કસરત અને નુસખા અપનાવતી હોય છે

ઘણી માનુનીઓને પેટ પર વધારાની ચરબીની સતાવતી હોય છે. આ ચરબી ઉતારવા માટે તે ડાયેટ પ્લાન, કસરત અને નુસખા અપનાવતી હોય છે. જોકે આ કમર પરની ચરબી ઉતારવામાં યોગ બહુ મદદરૂપ થાય છે. એવા ખાસ આસન છે જે નિયમિત કરવાથી પાતળી કમર મેળવી શકાય છે. જોકે આ માટે ભોજન પર તો નિયંત્રણ રાખવું જોઇએ છે. ભુજંગાસન : આ આસન કરવા માટે પહેલાં પેટના બળ પર ઊંધા પડો અને તમારા હાથ આગળની તરફ રાખો. તમારાં શરીરના ઉપરના હિસ્સાને હવે ધીમે-ધીમે ઉઠાવો અને ખભાને પાછળની તરફ ધકેલો. આનાથી તમારી છાતી અને પેટના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાશે. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી રહો. નિયમિત આ આસન કરવાથી પેટની ચરબી ઘટશે અને સ્નાયુ મજબૂત બનશે. ધનુરાસન : આ આસન કરવા માટે પેટનાં બળે ઊંધા પડો. આ સ્થિતિમાં તમારા હાથ નીચેની તરફ જ રાખો. ધીમે-ધીમે પગ, માથું અને ખભો ઉપરની તરફ ઉઠાવો. સાચી સ્થિતિમાં આવતા તમારા હાથથી પગને કસીને પકડી લો. આ સ્થિતિમાં લગભગ 10 સેકન્ડ સુધી રહો. આ આસન કરવાથી તમારા પગ, ખભો અને પેટના સ્નાયુની એક્સરસાઇઝ થશે અને ચરબી ઘટશે. પશ્ચિમોત્તાનાસન : બંને પગને આગળ લંબાવીને એકબીજા સાથે અડેલા રહે તેમ બેસો. ઘૂંટણ ઉપર બન્ને હાથને ગોઠવો. હવે, શ્વાસ લેતાં લેતાં બન્ને હાથ આકાશ તરફ લઈ જાઓ અને પછી શ્વાસ છોડતાં છોડતાં શરીરને સામેની તરફથી આગળ ઝૂકતાં બન્ને હાથ વડે પગના અંગૂઠા પકડી લો. આ સ્થિતિમાં માથું ઘૂંટણ સુધી લઇ જાઓ અને હાથની કોણી જમીનને અડશે. આગળ ઝૂકતી વખતે શ્વાસ બહાર કાઢો અને પેટના સ્નાયુઓને અંદર ખેંચો. આ સ્થિતિમાં 10 સેકંડ રહો અને પછી શ્વાસ લઇને મૂળ સ્થિતિમાં પરત ફરો.

અન્ય સમાચારો પણ છે...