બ્યુટી:ચહેરા પર કરચલીઓ વધી રહી છે...

16 દિવસ પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા હાથ-પગ પર ખૂબ જ રુવાંટી છે. આના કારણે મારે ઘણી વાર સ્લીવલેસ ટોપ અથવા કેપ્રી પહેરવાં હોય તો પણ હું તે પહેરી શકતી નથી. હું વેક્સિંગ કરાવું છું, પણ થોડા જ સમયમાં હાથ-પગ પરની રુવાંટી વધી જાય છે. મારે શું કરવું? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમે જેમની પાસે વેક્સિંગ કરાવતાં હો, તે કદાચ વેક્સની સ્ટ્રિપ વધારે જોરથી નહીં ખેંચતા હોય અને તેના લીધે હાથ-પગની રુવાંટી મૂળમાંથી ખેંચાઇને નહીં નીકળતી હોય. જેના પરિણામે વેક્સિંગ કરાવ્યા પછી થોડા જ દિવસમાં તે વધી જાય છે. તમે હવે જ્યારે વેક્સિંગ કરાવો ત્યારે તે કરનારને કહો કે તમારા હાથ-પગની રુવાંટી ઝડપથી વધી જાય છે અને તેથી તે સ્ટ્રિપ ખેંચવામાં ધ્યાન રાખે. પ્રશ્ન : મારા ચહેરા પર ખૂબ કરચલીઓ થઇ ગઇ છે. તેના કારણે મારી વાસ્તવિક ઉંમર કરતાં મોટી વય લાગે છે. મારા ચહેરા પરની કરચલીઓ કઇ રીતે દૂર થઇ શકે? એક યુવતી (વડોદરા) ઉત્તર : તમારા ચહેરા પર કરચલીઓ થવાનું કારણ તમારી ત્વચા શુષ્ક હોય એ હોઇ શકે છે. તમે થોડા થોડા સમયે નિયમિત રીતે ફેશિયલ કરાવો અને અઠવાડિયામાં એક વાર સ્ક્રબિંગ કરી ફેસપેક લગાવો. તે સુકાઇ જાય એટલે સાદા પાણીથી સારી રીતે ધોઇ લો. નિયમિત ફેશિયલ કરાવવાથી ત્વચા સારી બને છે. તેના પરની કરચલીઓ ઓછી થાય છે અને એજિંગની અસર પણ ઓછી થાય છે. આ ઉપરાંત, તમે રોજ ગુલાબજળથી સ્પ્રે કરીને ચહેરાને ટિશ્યૂથી થપથપાવીને લૂછો અને મોઇશ્ચરાઇઝર લગાવવાનું રાખો. પ્રશ્ન : મારા હોઠ ખૂબ જ જાડા છે અને તેના કારણે હું લિપસ્ટિક લગાવું તો વધારે જાડા લાગે છે. તેથી મારો ચહેરો સારો નથી દેખાતો. મારા હોઠ આકર્ષક અને પ્રમાણસર લાગે તે માટે શું કરવું? એક યુવતી (સુરત) ઉત્તર : તમારા હોઠ જાડા છે, તો તમે લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠની અંદરની કિનારી પર લિપ-પેન્સિલથી લાઇન દોરો. તે પછી લિપબ્રશની મદદથી હોઠ પર લિપસ્ટિક લગાવો. જો તમને હોઠ થોડા ઉપસેલા ગમતાં હોય તો તમે વોલ્યુમ લિપ ગ્લોસ લગાવી શકો છો. આ રીતે લિપસ્ટિક લગાવવાથી તમારા હોઠ આકર્ષક લાગશે.

અન્ય સમાચારો પણ છે...