મે કેન્સરનું નિદાન થતા જ આશાબહેન અને પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું. આ સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ પોતાને સંભાળી શકે નહીં તે વાજબી છે પરંતુ આશાબહેનનું પ્રથમ વાક્ય હતું કે મારે સાયકોલોજિસ્ટની મદદ લેવી છે અને મારા અમુક અંગત પ્રશ્નોને સોલ્વ કરવા છે. બધાએ સમજાવ્યું કે પહેલાં તમે બીમારી ઉપર ધ્યાન આપો પણ આશાબહેને કોઈપણ વાત સાંભળવાનો ઇન્કાર કરી દીધો. તેમના કહેવા મુજબ આ એક એવો મોકો છે જ્યાં સમય ઓછો છે અને આ દરમિયાન પતિ જોડે ચાલતા કેટલાક પ્રશ્નો ઉકેલવામાં આવે તો આગળ જતા પરિવારને સારી એવી મદદ મળી શકે તેમ છે. બીમારીના લીધે તેમના બાળકોના ભવિષ્ય ઉપર કોઈ અસર ના પડે તે તેમનું મુખ્ય હેતુ હતો. સ્ત્રીઓના મગજની આ ખૂબી છે કે વિષમ પરિસ્થિતિમાં પણ આવી શકતા પરિણામને ખૂબ જ ઝડપથી સ્વીકારી લે છે અને બીજું શું થઇ શકે એના ઉપર ફોકસ કરવા પોતાને તૈયાર કરી શકે છે. સ્ત્રીઓના જીવનમાં ઘણા રોલ્સ છે. આ અલગ અલગ રોલ જેમ કે દીકરી, પત્ની અને માતા બધું જ એકસાથે કરી શકવાની ક્ષમતા તેમને પુરુષો કરતાં અલગ તારવે છે. જેના લીધે જયારે સમય અનુકૂળ ના હોય ત્યારે તે પોતાની સમસ્યાઓને બહુ જ સહેલાઈથી શેર કરી શકે છે અને પોતાના મહત્તમ રિસોર્સનો ઉપયોગ કરવા તૈયાર બની જાય છે. જેના લીધે માત્ર ઈમોશનલ બનીને સમસ્યાઓને જોવાની જગ્યાએ તે ખૂબ જ સારી રીતે ભવિષ્યના નિર્ણયો ત્વરિત લઈને પોતાની જાતને લડવા માટે તૈયાર કરી દે છે. આશાબહેનને પોતાના અંગત પ્રશ્નો સાયકોલોજિસ્ટ સામે રજૂ કર્યા અને સાથે સાથે પતિ સાથે ચાલતા પ્રશ્નોને પણ ઝડપથી સોલ્વ કરી તેમને પણ સમજાવ્યું કે આ સમય સાથે રહેવાનો છે નહીં કે મતભેદો સાથે ચાલવાનો. આ બંને સમસ્યાઓ ઓછી થતા તેમને કેન્સરની ચાલતી સારવારમાં પણ ઘણાં સારાં પરિણામો મળવા લાગ્યા અને ડોકરને પણ લાગ્યું કે સ્ટ્રેસ ઓછો થતા ટ્રીટમેન્ટનું રિઝલ્ટ ધારણા કરતાં વધારે સારું આવ્યું. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની આ આવડત જન્મજાત સ્ત્રીઓમાં વધારે સારી રીતે વિકસી છે જેનું મુખ્ય કારણ છે કે ‘ફાઇટ અથવા ફ્લાઇટ’ની સ્થિતિ વખતે સ્ત્રીઓ ફાઈટનો વિકલ્પ સિલેક્ટ કરે છે એ પણ બનતા બધાં જ લોકોનો સહારો લઈને. આજે પણ સ્ટ્રેસ અને ડિપ્રેશનના કેસમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધારે નોંધાતી હોવાનું મુખ્ય કારણ સ્ત્રીઓની મદદ લઈને ડિપ્રેશનમાંથી બહાર નીકળવાની ભાવના જ છે. જેના લીધે તેઓ પરિવારને આગળ લાવવામાં નોંધપાત્ર ફાળો આપે છે મૂડ મંત્ર - અંતિમ પરિણામ શું આવશે તેની ચિંતા કરવાના બદલે પરિણામ બદલી શકાય તેવા પ્રયત્નો કરવા કોઈપણ સમસ્યાના નિવારણ માટેનો રસ્તો બને છે drspandanthaker@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.