સેક્સ સેન્સ:મહિલાઓ જાણે પોતાનાં તન-મનની વાતો

18 દિવસ પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

કોઇપણ યુવતીના જ્યારે લગ્ન થવાના હોય ત્યારે તેને ઘરની વડીલ મહિલાઓ તરફથી પ્રથમ રાત્રિ માટે એટલું જ કહેવામાં આવતું હોય છે કે તેના પતિને તે પ્રેમ કરે. આ પ્રેમ કેવો હશે, કેવી રીતે હશે, શરૂઆત કેવી રીતે થશે અને તેમાં એકબીજાને કેવા પ્રકારનો કઇ રીતે આનંદ આપવાનો તેના વિશે વધારે કહેવામાં આવતું નથી. વડીલ મહિલાઓ દ્વારા લગ્ન કરનાર યુવતીને પ્રથમ રાત્રિએ થનારા જાતીય સંબંધ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવતી નથી. જોકે આજની યુવતીઓને લગ્ન બાદ થનારી પ્રથમ રાત્રિની જાતીયક્રિયા અને ક્રિડા વિશે બધી જ માહિતી હોય છે. જોકે સાચી વાત તો એ છે કે ફક્ત આજની કેટલીક યુવતીઓને જ નહીં પણ લગ્નના વર્ષો વીતી ગયા હોય તેવી કેટલીક મહિલાઓને પણ સમાગમ, જાતીય આનંદ, ચરમસીમા વગેરે બાબતોની ખબર જ હોતી નથી. આવી જ અંગત જીવનની કેટલીક બાબતો છે જેનાથી મહિલાઓ અજાણ હોય છે. તમને ગમતી પોઝિશન ઓળખો : દરેક સ્ત્રીની એક ખાસ સ્થિતિ (પોઝિશન) હોય છે જે તેને સેક્સ દરમિયાન સૌથી વધુ આનંદ આપે છે. તેનાથી તેને ચરમસુખનો આનંદ પ્રાપ્ત થાય છે અને તેને જાતીય આનંદ માણવામાં પણ મજા આવે છે. તેને ઓળખવી જરૂરી છે. કેવી પોઝિશનમાં તેને ચરમસુખનો આનંદ પ્રાપ્ત થાય છે તે જાણવું અને અનુભવ થવો જરૂરી છે. નવી પોઝિશન ટ્રાય કરો : ઉંમર વધવાની સાથે સ્ત્રીઓમાં ઘણાં બધાં હોર્મોનલ ફેરફારો થતા રહે છે. જેનાથી તેમના જાતીય સંબંધોમાં પણ અસર થતી જોવા મળે છે. આવા સમયે મહિલા પોતાના પાર્ટનર સાથે કોઇ નવી પોઝિશન ટ્રાય કરીને જાતીય સંબંધમાં આનંદ અને સુખ મેળવવાનો પ્રયત્ન કરી શકે છે. નગ્નતાની ચિંતા ન કરો : કેટલીક સ્ત્રીઓ એ વિચારીને ખૂબ જ ચિંતિત થઈ જાય છે કે તે તેના પાર્ટનરની સામે જ્યારે નગ્ન થશે ત્યારે કેવી દેખાશે. તે તેના ફિગરને લઈને ખૂબ જ સભાન થઈ જાય છે. આવી મહિલાઓ માટે એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે જો તેમનો પાર્ટનર અને તેઓ એકબીજાને પ્રેમ કરે છે તો તેમનો પાર્ટનર તેઓ જેવા દેખાય છે, તેવા જ તેમને સ્વીકારશે. રસપ્રદ રોમાન્સ : જો તમે તમારી સેક્સ લાઇફને સ્પાઇસી બનાવવા માગો છો અને સાથે કેટલીક રોમેન્ટિક ક્ષણોનો ઉમેરો કરવા માગો છો, તો તમે કંઈક અલગ કરી શકો છો. આર્ટિફિશિયલ આનંદ : જો તમારી સેક્સ માટેની ઈચ્છા ઓછી થવા લાગી હોય અથવા તમને વારંવાર સેક્સ કરવાનું મન થતું નથી. જો આવી લાગણી થતી હોય તો તમે સેક્સ લાઈફમાં કેટલીક સ્પાઇસી વસ્તુઓ લાવી શકો છો, જેમ કે સેક્સ દરમિયાન સેક્સ ટોયનો ઉપયોગ કરવો. કેટલીક મહિલાઓને જીવનનો એક તબક્કો પસાર થયા પછી પુરુષ સાથે જાતીય સંબંધનો આનંદ મેળવવો ગમતો નથી. આવી મહિલાઓ આ પ્રકારનો આનંદ માણી શકે છે. હસ્તમૈથુન : કેટલીક મહિલાઓ માટે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે જો તેમના પાર્ટનર કોઈ કારણસર સેક્સ માટે તૈયાર ન હોય તો આવા સમયે જો તેમને સેક્સની ઈચ્છા થાય તો તેમણે હસ્તમૈથુન કરવામાં સંકોચ ન કરવો જોઈએ. મૂડ હોય તો જ મજા : ઘણી સ્ત્રીઓ તેમની જાતીય ઇચ્છા કરતાં તેમના પતિની ઈચ્છાઓને વધુ મહત્ત્વ આપે છે. આવી સ્થિતિમાં ન તો તેમનો પાર્ટનર સંતુષ્ટ થઇ શકે છે અને ન તો તે પોતે સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરી શકે છે. તેથી મહિલાઓએ પાર્ટનરની ઈચ્છા કરતાં પોતાના મૂડ પ્રમાણે જાતીય આનંદ મેળવવો જોઈએ. સમાગમનો ડર ન રાખો : મોટાભાગની મહિલાઓ એ વિચારીને ખૂબ જ ગભરાઈ જાય છે કે સમાગમ દરમિયાન દુખાવો ખૂબ જ પીડાદાયક હશે. આવી સ્થિતિમાં તેઓ જાતીય આનંદ મેળવવાનું અને સમાગમ કરવાનું ટાળવા લાગે છે. જો તમે તમારા પાર્ટનરને પ્રેમ કરો છો અને તમારા પ્રેમને ચરમસીમા સુધી પહોંચાડવા ઈચ્છતા હો, તો સેક્સ દરમિયાન હળવી પીડામાં પણ તેનું સુખ મેળવવાનો પ્રયત્ન કરો. વ્યાયામ જરૂરી : સમાગમ માટે કેટલીક કસરતો છે, જે ખૂબ જ ફાયદાકારક છે. એનો તમારી રોજિંદી કસરતમાં ઉમેરો કરીને તમારા જાતીય જીવના આનંદને વધુ આનંદ સાથે માણી શકાય છે. સુરક્ષા જરૂરી : તમે તમારા પાર્ટનર સાથે સમાગમ કરી રહ્યા છો તો તમને સેફ્ટીનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તમે તમારા સાથીને કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપો. જો તેઓ તેમ ન કરે, તો તમે ગર્ભનિરોધક ગોળીઓ અથવા સ્ત્રી કોન્ડોમનો ઉપયોગ કરીને જાતીય રોગોથી પોતાને બચાવી શકો છો. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...