તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સેન્સ:પત્નીનાં આંતરવસ્ત્રોનું પતિને આકર્ષણ

મેધા પંડ્યા ભટ્ટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિને શારીરિક રીતે આકર્ષવા માટે પત્ની આવાં અવનવાં સ્ટાઇલિશ આંતરવસ્ત્રો પહેરવાનું ખાસ પસંદ કરે છે. પતિને પણ આવાં વસ્ત્રો આકર્ષે છે

વ્યક્તિ માટે પરિધાનનું આકર્ષણ સૌથી મહત્ત્વનું રહ્યું છે. ઉપરી વસ્ત્રો હોય કે આંતરવસ્ત્રો હોય, વ્યક્તિ તેમાં નિખરી ઊઠે છે. બેડરૂમમાં પણ પતિ-પત્નીએ એકબીજાને આકર્ષવા કે આકર્ષાવા માટે એવાં આંતરવસ્ત્રો પહેરવાં જોઇએ જેનાથી શારીરિક સંબંધમાં ઉન્માદ વધે અને એકબીજાની સાથે સંતોષપૂર્વકના સમાગમનો આનંદ માણી શકે. રાત્રે આરામથી સૂવા માટે લોકો ખાસ આરામદાયક વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખે છે અને પતિ કે પત્ની સુંવાળા, સ્વચ્છ અને આરામદાયક વસ્ત્રો પહેરતાં હોય છે. ઘણીવાર પત્ની તરફથી વધારે આકર્ષિત આંતરવસ્ત્રો પહેરવામા આવે છે, જેને જોઇને પતિની તન-મનની ઇચ્છાઓ બેકાબૂ બની જતી હોય છે. પત્ની પોતાના પતિને આકર્ષવા માટે આવાં અવનવાં આંતરવસ્ત્રો પહેરવાનું ખાસ પસંદ કરે છે. પતિને પણ આવાં વસ્ત્રો આકર્ષે છે. ગીતા અને કશ્યપનાં લગ્ન થયાં. પહેલી રાતે લગ્નના પહેરવેશમાં આકર્ષિત અને સુંદર લાગતી પત્ની પ્રત્યે કશ્યપનો પ્રેમ ભરપૂર રહ્યો. બંનેએ પોતાની લગ્નની પહેલી રાતને એકબીજાના સાથ અને સહકારની સાથે માણી. આવું વાતાવરણ થોડા દિવસ રહ્યું. દિવસે કોઇકને કોઇ સગાસંબંધીને ત્યાં જઇને મળવાનું અથવા તો કોઇને કોઇ વિધિ તેમજ લોકોની અવરજવરના કારણે ગીતાને સાડીમાં કે ડ્રેસમાં જ રહેવું પડતું હતું. રાત્રે બંને ફરી પોતાની રીતે એકબીજામાં ઓતપ્રોત થઇ જતાં હતાં. થોડા દિવસો પછી કશ્યપ અને ગીતા હનીમૂન માટે મસૂરી ગયાં. ગીતાએ હનીમૂન માટે ખાસ પ્રકારનાં નાઇટવેર લીધાં હતાં. દિવસે મસૂરીની સુંદરતા નિહાળ્યાં બાદ બંને રાત્રે હોટલરૂમ પર આવ્યા ત્યારે ગીતાએ રૂમમાં જ ડિનર ઓર્ડર કરવા માટે કહ્યું. કશ્યપને થયું કે તે કદાચ થાકી હશે, તેથી આવું કહેતી હશે. ડિનર આવે ત્યાં સુધી ગીતા નહાવા જવાનું કહીને બાથરૂમમાં જતી રહી. તે દરમિયાન વેઇટર ડિનર રૂમમાં આપી ગયો. કશ્યપે બૂમ પાડીને ગીતાને જણાવ્યું. થોડીવારમાં જ ગીતા બાથરૂમનો દરવાજો ખોલીને રૂમમાં આવી. તેને જોતા જ કશ્યપના હોશ ઊડી ગયા. લાંબા લેસવાળાં પારદર્શક ગાઉનમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. તેણે પહેરેલાં આંતરવસ્ત્રો પણ સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં. તેનાથી તેનાં શરીરનાં અંગોનો વળાંક અને છાતીના ભાગનો ઊભાર તરી આવતો હતો. કશ્યપે પછી ગીતાની નજીક જઇને તેને પોતાની તરફ ખેંચી. તેણે પહેરેલાં લેસવાળાં ગાઉનની સાઇડની દોરી ખોલી. સાડી અને સલવાર સૂટમાં જોયેલી પત્નીને આજે તે ખરેખરા અર્થમાં મનમોહિની રંભાનાં રૂપમાં જોઇ રહ્યો હતો. ગીતાએ પહેરેલાં લેસવાળાં આંતરવસ્ત્રો તેનાં શરીરને ઢાંકી પણ રહ્યાં હતાં અને સાથે તેનાં શરીરને દેખાડી પણ રહ્યાં હતાં. તે દિવસે બંનેએ એકબીજાને ભરપૂર પ્રેમ કર્યો. કશ્યપ તેનાં આ રૂપથી અંજાઇ ગયો હતો. રાત્રિનો સમય પતિ-પત્ની માટે અતિ મહત્ત્વનો અને એકબીજાનો સમય હોય છે. તેમાં જો તન-મનની સ્વચ્છતાની સાથે વસ્ત્રો પણ સ્વચ્છ અને થોડાં આકર્ષક હોય તો બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ જળવાઇ રહે છે. ઘણી મહિલાઓ સંતાનો સાથે અથવા તો સંયુક્ત પરિવારમાં રહે છે. આ સંજોગોમાં આ બધી બાબતોને મહત્ત્વ આપી શકાતું નથી, પણ રાત્રિના સમયે પોતાના રૂમમાં આવીને ક્યારેક પતિ માટે આ પ્રકારનાં વસ્ત્રો પહેરી શકે છે. તેનાથી પતિને પણ તમારામાં રોજ કરતાં અલગ વ્યક્તિ દેખાશે. તમારા પ્રત્યેનું આકર્ષણ જળવાઇ રહેશે અને તમે તે વસ્ત્રો ફક્ત તેને ગમે છે તેથી પહેરો છો તેવી ભાવના તેમને તમારા પ્રત્યે વધારે આકર્ષિત કરે છે. જોકે, આંતરવસ્ત્રો તમારા શરીરને અને રંગને અનુરૂપ અને આકર્ષક લાગે એવાં હોવા જોઇએ. આ સાથે જ શરીરના રંગ પ્રમાણે શોભતા રંગોની પસંદગી કરવી જોઇએ. ક્યાંક સુંદરતા શોધવા જતાં કદરૂપા ન દેખાઇએ. પતિને આકર્ષવા જતા ક્યાંક તે દૂર ન થઇ જાય તે પણ ધ્યાન રાખવું.

અન્ય સમાચારો પણ છે...