વુમન ઇન ન્યૂઝ:કોરોના સામેના જંગમાં ઉતર્યા છે WHOનાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથન

મીતા શાહએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • WHOનાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન અને ભારતીય શિક્ષણશાસ્ત્રી મીના સ્વામિનાથનનાં પુત્રી છે

સૌમ્યા સ્વામિનાથન ભારતીય તબીબ જગતમાં ભારે સન્માનીય નામ છે. 2 મે, 1959ના દિવસે ચેન્નાઇમાં જન્મેલાં સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન અને ભારતીય શિક્ષણશાસ્ત્રી મીના સ્વામિનાથનનાં પુત્રી છે. સૌમ્યાની બહેનો મધુરા સ્વામિનાથન અને નિત્યા સ્વામિનાથન પણ પોતાનાં ક્ષેત્રમાં એક્સપર્ટ છે. મધુરા સ્વામિનાથન ઇન્ડિયન સ્ટટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપક છે તેમજ નિત્યા સ્વામિનાથન પૂર્વ એન્જલિયા વિશ્વવિદ્યાલયમાં લૈંગિક વિશ્લેષણનાં લેક્ચરર છે. સૌમ્યાના લગ્ન ઓર્થોપેડિક સર્જન અજિત યાદવ સાથે થયા છે અને તેઓ પોતાના ક્ષેત્રમાં સિદ્ધિનાં સોપાન સર કરી રહ્યા છે. હાલમાં સૌમ્યા સ્વામિનાથન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં ચીફ સાયન્ટિસ્ટ છે. તેમનો અત્યારે યુકે લીડ પેન્ડેમિક પ્રિપ્રેર્ડનેસ પાર્ટનરશિપ (PPP)ના 20 એક્સપર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ લોકોને નવી બીમારીઓથી લોકોને માહિતગાર કરશે અને તેમને આ બીમારીઓથી બચાવવામાં મદદગાર થશે. તેમણે ટીબી અને HIV પર નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેઓ માર્ચ 2019થી તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ અગાઉ WHOમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ પ્રોગ્રામના પદ પર પણ હતાં. પ્રારંભિક અભ્યાસ સૌમ્યા સ્વામિનાથને પુણેની આર્મ ફોર્સિસ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી એમડીની ડિગ્રી મેળવી હતી. સૌમ્યા અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતાં. એમડીના અભ્યાસ પછી તેમણે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી પીડિયાટ્રિક પલ્મોનોલોજીમાં પોસ્ટ ડોક્ટરલ મેડિકલ ફેલોશિપ મેળવી હતી. તેજસ્વી કરિયર સૌમ્યા સ્વામિનાથનની કરિયર અત્યંત તેજસ્વી રહી છે. તેમણે 1989થી 1990 સુધી બ્રિટનની યુનિવર્સિટી ઓફ લિસિસ્ટરનાં ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક રેસ્પિરેટરી ડિસીઝમાં રિસર્ચ ફેલોની જવાબદારી નિભાવી હતી. આ પછી તેમણે ન્યૂ જર્સીની ટફ્સ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ ફેમિલી મેડિસિનમાં અસોસિયેટ ક્લિનિકલ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. 1992માં સૌમ્યાએ ચેન્નાઇની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન ટ્યૂબરક્યુલોસિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને પછી ક્રમશ: તેઓ આ સંસ્થાના ડિરેક્ટર બન્યાં હતાં. 2017ના ઓક્ટોબર મહિનાથી 2019ના માર્ચ મહિના સુધી તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનનાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ હતા અને તેમણે 2019ના માર્ચ મહિનાથી વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટની જવાબદારી સંભાળી છે.

સૌમ્યાને મળેલાં મહત્ત્વના અવોર્ડ

​​​​​​​1999: નેશનલ પીડિયાટ્રિક પલ્મોનરી કોન્ફરન્સમાં બેસ્ટ પેપર માટે ગોલ્ડ મેડલ 2008: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા અવોર્ડ 2011: ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વાર ફેલોની પદવી 2011: ઇન્ડિયન અસોશિયેશન ઓફ એપ્લાઇડ માઇક્રોબાયોલોજિસ્ટ દ્વારા લાઇફટાઇમ અચિવમેન્ડ અવોર્ડ 2012: તામિલનાડુ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવોર્ડ 2012: નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા ફેલોની પદવી 2013: ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સિઝ દ્વારા ફેલોની પદવી 2016: NIPER, ASTRAZENECA રિસર્ચ ઇન્ડાઉમન્ટ અવોર્ડ

અન્ય સમાચારો પણ છે...