તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધનાં ફૂલ:કોઇ કહે કે ના કહે...

રચના સમંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિસ્તને જીવનમાં ઉતારવા માટે રોજિંદા જીવનમાં મળતા ફીડબેકને ગંભીરતાથી લેવાની અને એ પ્રમાણે સકારાત્મક બદલાવ કરવાની જરૂર હોય છે

આપણે શું કરીએ છીએ, કેવી રીતે રહીએ છીએ, ક્યાં ભૂલ કરીએ છીએ...એનું મૌન ફીડબેક હંમેશા આપણી પાસે હોય છે. આપણા કબાટમાં રહેલી અવ્યવસ્થા, ટેબલ પર પડેલો અવ્યવસ્થિત સામાન અને ફાઇલોમાંથી ઉભરાતા કાગળ એક પ્રકારનો ફીડબેક છે. એને આપણે જોઇએ છીએ, જાણીએ છીએ પણ એ વિશે કંઇ કરતા નથી. આ વાત કોઇ આપણને જણાવે તો આપણને ખોટું લાગી જાય છે. જોકે આપણને એ વાત સાચી હોવાનો અહેસાસ હોય છે પણ એને સ્વીકારવામાં આપણે અહં આડો આવી જાય છે. સામાજિક વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ કે હેલમેટ આપણી સુરક્ષા મટે છે પણ આપણે એ નથી પહેરતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ તમારી સાથે સાથે બીજા માટે પણ જરૂરી છે પણ એનું પાલન કરવામાં ભૂલ થતી જ રહે છે. આ મૌન ફીડબેક વ્યક્તિત્વના મોટા રહસ્ય ખોલી દે છે. જે લોકો વ્યવસ્થિત રહે છે, નિયમોમાં માને છે...આ લોકોનું જીવન તેમના વ્યક્તિત્વનો ફીડબેક છે. કેટલાકનું ઘર હંમેશા વ્યવસ્થિત રહે છે તો કેટલાક ઘરમાં હંમેશા વાવાઝોડાં જેવી સ્થિતિ હોય છે. કેટલાકની રહેણીકરણીમાં એક શિસ્ત હોય છે તો કેટલાકના જીવનમાં એનો સદંતર અભાવ હોય છે. આ તમામ ફીડબેક જ છે. વ્યવસ્થા જાળવવાની હોય કે સ્થાપિત કરવાની હોય, બંનેની પ્રેરણા તમારામાંથી જ લઇ શકાય છે. ભોજનની થાળી પણ વ્યક્તિની પોષણ પ્રત્યેની જાગૃતિનો ફીડબેક છે. શિસ્તને જીવનમાં ઉતારવા માટે રોજિંદા જીવનમાં મળતા ફીડબેકને ગંભીરતાથી લેવાની અને એ પ્રમાણે સકારાત્મક બદલાવ કરવાની જરૂર હોય છે. ફીડબેકને તમે જીવન દરેક કાર્યમાં લાગુ ખરી શકો છો. જો કોઇ કામ સારી રીતે ન થઇ શક્યું હોય તો એ વિશે વિચારવું જરૂરી છે અને વિચાર્યા પછી જે ફીડબેક મળે છે એને આપણું મન સારી રીતે જાણતું જ હોય છે. સંબંધોમાં અંતર, બીજા પ્રત્યે નારાજગી અને જીવનનું લક્ષ્ય ખબર ન હોવી એ બધી લાગણીઓ તમે જીવન સારી રીતે જીવી નથી રહ્યા એ હકીકતનો ફીડબેક છે. એ દર્શાવે છે હજી જીવનને ગંભીરતાથી લઇને ઘણું કરવાનું બાકી છે.

અન્ય સમાચારો પણ છે...