સજાવટ:મિનિમલિસ્ટ ડેકોર કરતી વખતે ધ્યાનમાં રાખો કે...

દિવ્યા દેસાઇ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

અત્યારનાં સતત વ્યસ્ત જીવનમાં ઘરની સાફસફાઇનું કામ ઝડપથી અને સારી રીતે થાય એ ઇચ્છનીય છે. આ સંજોગોમાં અનેક લોકો મિનિમલિસ્ટ ડેકોરની પસંદગી કરતા થઇ ગયા છે. હાલમાં ઘર સજાવટમાં મિનમાલિસ્ટ ડેકોર સ્ટાઇલ ટ્રેન્ડમાં છે. જોકે થોડી સર્જનાત્મકતા વાપરવામાં આવે તો આ આકર્ષક મિનિમલિસ્ટ ડેકોર સાવ સહેલું છે પણ એ માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી બની જાય છે. વધારાનો સામાન હટાવો જો તમે ઘરમાં નજર ફેરવો અને રૂમમાં કારણ વગરના કાગળ (મોટાભાગે જૂનાં બિલ અને કાગળો), ચાવીઓ, દરવાજા પાસે શૂઝનો ઢગલો, ચશ્માં, ખાલી કપ અને એવી બીજી અનેક વસ્તુઓ વેરવિખેર જમાય તો તરત એને હટાવીને યોગ્ય જગ્યાએ દેખાય નહીં એમ મૂકી દો. આ સિવાય ડાઇનિંગ ટેબલ પણ એવી જગ્યા છે જ્યાં કારણ વગર વસ્તુઓ પડી રહે છે. જો તમારે આકર્ષક મિનિમલ લુક જોઇતો હોય તો સૌથી પહેલાં ઘરમાં તમામ સરફેસ વસ્તુઓ વગરની ક્લિન રહે એવી વ્યવસ્થા ગોઠવો. જો તમારે આ લુકની ફીલ માણવી હશે તો વસ્તુઓને આડીઅવળી મૂકવાની કુટેવ છોડી દેવી પડશે. ન્યુટ્રલ બેઝની પસંદગી જો તમે ઘરને ક્લાસિક મિનિમલિસ્ટ લુક આપવા ઇચ્છતા હો તો બેઝ કલરની પસંદગી બહુ મહત્ત્વની સાબિત થાય છે. ઘરમાં ન્યુટ્રલ બેઝના શેડના પડદા, દીવાલ કે પછી ફર્નિચર એક પ્રકારની શાંતિનો અહેસાસ કરાવે છે. જો તમે ન્યુટ્રલ બેઝ સાથે કેટલાક રંગોનો પ્રયોગ કરવા ઇચ્છતા હો તો સોલિડ અર્થ ટોન બ્રાઉન, બ્લૂ, ટેન અને ગ્રીન જેવા સોલિડ પિગમેન્ટ્સની પસંદગી કરવી જોઇએ. જરૂરિયાત અને સ્ટાઇલનો સમન્વય જો તમારે મિનિમલ અને સ્ટાઇલિશ લુક જોઇતો હોય તો એવું ફર્નિચર વસાવવું જોઇએ જેમાં જરૂરિયાત અને સ્ટાઇલનો સમન્વય થયેલો હોય. લિવિંગ રૂમ માટે નેસ્ટિંગ ટેબલ્સ અથવા તો બેન્ચનો ઉપયોગ કરવાથી બેઠક વ્યવસ્થાનો વિકલ્પ તો મળે જ છે પણ સાથે સ્ટોરેજ ઓપ્શન મળવાથી વધારાની વસ્તુઓ એમાં સરળતાથી સાચવીને મૂકી શકાય છે. આમ, જો મલ્ટિપર્પઝ ફર્નિચર ઘરને મિનિમલ લુક આપવામાં સારી એવી મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...