તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમનોલોજી:2020ના અંતે સેલ્ફ ટોક શું કરશો?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2020ને સાવ ફાડીને ફેંકી દેતા પહેલા આ છેલ્લા દિવસોમાં થોડુંક ઊંડાણમાં અને થોડું ભીતરમાં જઈને વિચારી લઈએ?

- મેઘા જોશી

જિંદગી કોઈને છોડતી નથી. તમારી પાસે બેન્ક બેલેન્સ હોય,મજા કરાવે તેવા દોસ્ત હોય, પ્રેમાળ પરિવાર હોય, અદ્યતન સગવડવાળું ઘર હોય તો પણ જો આરોગ્ય સારું ના હોય તો બધું જ શૂન્ય લાગે એ હવે એકદમ પાક્કું થઇ ગયું. એટલી તો ખબર પડી જ ગઈ કે પોતાના શરીરની સંભાળ રાખવી એ શોખ નથી, સૌથી મોટી જરૂરિયાત છે. વર્ષો સુધી બસ જાતને બાજુ ઉપર મુકવાનું કામ કર્યું છે. અરે ફ્રૂટ ખાવાનું હોય કે સવારે ઉઠી ને કસરત કરવાની હોય તો કાં બાળકોના ટિફિન દેખાય અને કાં તો કામવાળીનો આવવાનો સમય દેખાય. એમાં પોતાની જાતને કઈ રીતે સમય અપાય? પણ આ વર્ષે સૌથી આજ સુધી ક્યારેય ન વિચાર્યું હોય એ શીખવા મળ્યું. મારે મારી જાતને સાચવવાની છે. હવે ક્યારેય પોતાની જાતને કે બીજા કોઈને ટેકન ફોર ગ્રાન્ટેડ નહિ થવા દઉં. ઘરનું કામ અને ઘરેલુ જવાબદારી પરિવારના દરેક સભ્યની ફરજ છે. આથી હવે દરેક કામનો બોજો લેવાને બદલે એને હવે વહેંચી લઈશ. જ્યાં નોકરી કરું છું ત્યાં મારી એવી જગ્યા રાખીશ કે આર્થિક મંદીના નામે મને પાણીચું ના પકડાવે. વર્તમાનમાં જીવવા અંગે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હતું,પણ એને જીવવું કઈ રીતે એ આ વર્ષે સૂપેરે સમજાઈ ગયું. હવે કોઈ પણ બાબત આવતી કાલ પર નહીં છોડું. 2020ના અંતે તમે આવી સેલ્ફ ટોક શરુ કરી છે?

2020માં કોવિડ 19 વાઇરસના બંધારણ, સંક્ર્મણ અને અસરને શીખવા સાથે આપણે જીવનના બીજા અનેક આયામો શીખી ગયા. માત્ર રોગચાળો નહીં, પરંતુ તેને કારણે સ્થિર થઇ ગયેલું સમગ્ર માનવ જીવન, આરોગ્યનું માહાત્મ્ય સાથે જીવનની ક્ષણભંગુરતા આપણને સમજાઈ ગઈ. માણસના સ્વભાવ, સરકારની નીતિ, રાજકીય દાવપેચથી માંડીને જાત જેવી જાત માટેના ઘણા ભ્રમ ભાંગી ગયા. 2020ને સાવ ફાડીને ફેંકી દેતા પહેલા આ છેલ્લા દિવસોમાં થોડુંક ઊંડાણમાં અને થોડું ભીતરમાં જઈને વિચારી લઈએ?

જીવન જીવવવાની રીત અને જિંદગીની ઉજળી બાબતને લઈને રોજ સવારે હજારો કિલો મેસેજ ફોરવર્ડ થાય છે પરંતુ જયારે અજાણી અને કપરી વાસ્તવિકતા સામે આવીને ઉભી રહી ત્યારે સુફિયાણી સલાહો કે આદર્શ વ્યાખ્યાઓ કામ ના લાગી. સંતુલિત વિચારધારા અને સ્વસ્થ મન જાળવી શક્યા એ દરેક વર્તમાન સમયને શક્ય એટલો સરસ જીરવી પણ શક્યા અને જીવી પણ શક્યા. ઘરની બહારની દુનિયા વિશે ઘણી જાણકારી હતી, ઘરમાં રહેવાનું થયું એ પછી પરિવારના દરેક સભ્યોની આંતરિક દુનિયા વધુ નજીક આવી. અલબત્ત એમાં દરેકની પર્સનલ સ્પેસનો ખુબ ભોગ લેવાયો. છેલ્લા 20 વર્ષની સરખામણીમાં મહિલા સાથે ઘરેલુ હિંસાના કેસ સૌથી વધુ વધ્યા. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ સૌથી વધુ સ્ત્રીઓ બેરોજગાર થઇ. ફરજિયાત લોકડાઉનને કારણે સ્ત્રી પર ઘરકામનો બોજ પણ અગાઉ કરતા વધ્યો. આ દરેક સ્થિતિએ સ્ત્રીને શું શીખવ્યું? પોતાની જાતને પ્રાથમિકતા આપીને ઓળખ અને ઈચ્છાને અકબંધ રાખી આગળ વધી શકાય. સુખ અને સંતોષને પાંચ, દસ કે પંદર વર્ષ પછીની તારીખો આપવાને બદલે આજે અને અબઘડી શું થઇ શકે એ જ મહત્વનું છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો