બ્યુટી:હથેળી કોમળ રહે એ માટે શું કરવું?

12 દિવસ પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી આંગળીઓ લાંબી અને પાતળી છે, પણ મારી હથેળી ખૂબ જ ખરબચડી છે. આના લીધે મારો હાથ ખરાબ લાગે છે. મારી હથેળી કોમળ રહે એ માટે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમે પાણીમાં કામ કર્યા પછી હાથ કોરા કરી મોઇશ્ચરાઇઝર લગાવવાનું રાખો કેમ કે તમારી ત્વચા શુષ્ક હોવી જોઇએ. તમે હાથની પૂરતી કાળજી લો તે ખૂબ જરૂરી છે. થોડા થોડા દિવસે મેનિક્યોર કરાવડાવો એથી હથેળીની ત્વચા કોમળ રહેશે. આ ઉપરાંત, તમે ઘરે જ કોઇ ઉપાય અજમાવવા ઇચ્છતા હો તો રાતના હાથને સારા હેન્ડવોશથી ધોઇ, મોઇશ્ચરાઇઝર લગાવીને સૂઇ જાવ. આનાથી ત્વચા કોમળ બનશે. પ્રશ્ન : મને મસ્કારા લગાવવાનું ગમે છે, પણ હું જ્યારે તે લગાવું ત્યારે મારી પાંપણ એકબીજી સાથે ચોંટી જાય છે, તેથી ખરાબ લાગે છે. મારી પાંપણ સારી લાગે તે માટે કોઇ ઉપાય બતાવશો? એક યુવતી (વડોદરા) ઉત્તર : તમે કદાચ મસ્કારા લગાવો છો, તે તમને લગાવતાં ફાવતું નહીં હોય અને તેથી પાંપણ ચોંટી જતી હોય એવું બનવાજોગ છે. જો તમને ફાવતું ન હોય તો તમે પાંપણ સારી દેખાડવા માટે આર્ટિૅફિશિયલ આઇલેશીસ લગાવી શકો છો. તે સહેલાઇથી પકડીને પાંપણ સાથે ચોંટાડી શકો છો. એથી તમારી પાંપણ સારી અને ભરાવદાર લાગશે. પ્રશ્ન : મારા નખ વધે છે, પણ નખ પર પીળાશ થઇ ગઇ છે અને લીટા પડી ગયા છે. નખનો કુદરતી ગુલાબી રંગ પણ દેખાતો નથી. મારે નખ કુદરતી રીતે સારા લાગે તે માટે શું કરવું? એક યુવતી (સુરત) ઉત્તર : તમે નખ પરની પીળાશ દૂર કરવા માટે લીંબુનું ફાડિયું ઘસો. એનાથી તમારા નખ મજબૂત બનવા સાથે તેના પરની પીળાશ દૂર થશે. પૌષ્ટિક આહાર લો જેથી તમારા નખ પર થઇ ગયેલી રેખાઓ દૂર થાય. થોડા સમય માટે નખ પર નેલપોલિશ ન લગાવતાં. તમારા નખ ગુલાબી થઇ જશે. જરૂર લાગે તો થોડા દિવસે મેનિક્યોર કરાવવાનું રાખો.

અન્ય સમાચારો પણ છે...