તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યૂટી:પાતળા વાળનો ગ્રોથ વધારવા શું કરવું જોઇએ?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

- કાવ્યા વ્યાસ

પ્રશ્ન : મારી દીકરીને હેર સ્ટ્રેટનિંગનો બહુ શોખ છે અને તે ઘણીવાર સ્ટ્રેટનરનો ઉપયોગ કરે છે. મને મારી દીકરીના વાળની બહુ ચિંતા થાય છે. મારે જાણવું છે કે વાળ સ્ટ્રેટનિંગ કરાવતા પહેલાં શું ધ્યાન રાખવું જોઇએ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : યુવતીઓમાં હાલમાં સ્ટ્રેટ હેરની હેરસ્ટાઇલ બહુ લોકપ્રિય બની છે. જોકે ઓછી ગુણવત્તા ધરાવતા હેર ડ્રાયર કે હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી વાળને વધારે નુકસાન થઈ શકે છે. આ કારણોસર કાયમ સારી ક્વોલિટીના હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવો જોઈએ. વળી, આ સ્ટ્રેટનિંગ કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું જોઇએ. યુવતીઓ માનતી હોય છે કે ભીના વાળ પર સ્ટ્રેટનિંગ કરવાથી સારા પરિણામો મળે છે, પરંતુ એ ખોટું છે. સાવ ભીના વાળ પર સ્ટ્રેટનિંગ ન કરવું જોઈએ કારણ કે તેનાથી વાળ તૂટે છે અને ખરે પણ છે. વાળને સ્ટ્રેટ કરતાં પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે વાળ થોડાક જ ભીના હોય છે. હેર એક્સપર્ટ્સ સલાહ આપે છે કે વાળને નાના-નાના સેક્શન બનાવી વાળનું સ્ટ્રેટનિંગ કરવું જોઈએ. તેનાથી વાળ ખરાબ નથી થતા અને વાળ ગૂંચવાતા પણ નથી.

પ્રશ્ન : મને નાક પર વારંવાર વ્હાઇટ હેડ્સ થઇ જાય છે. આ વ્હાઇટ હેડ્સથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : ઘણી યુવતીઓને વ્હાઇટ હેડ્સની સમસ્યા સતાવતી હોય છે. જો સ્કિન વધારે ઓઈલી હોય તો પણ વ્હાઈટ હેડ્સ થાય છે. લીંબુને વ્હાઈટ હેડ્સવાળા ભાગ પર તમે લગાવી શકો છો. તેનાથી વ્હાઈટ હેડ્સમાં રાહત મળે છે. આ વ્હાઇટ હેડ્સને દૂર કરવા માટે ખાસ પેસ્ટની મદદ પણ લઇ શકાય છે. એક નાની તપેલીમાં ત્રણ ચમચી ખાંડ, બે ચમચી મધ અને એક લીંબુ જેટલો રસ નીચોવીને સ્લો ગેસ પર ગરમ કરવા મૂકો. ખાંડ પીગળી જાય અને બધું મિશ્રણ એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને હલાવીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં બેથી ત્રણ ટીપાં ગ્લિસરીનનાં ઉમેરીને બરાબર મિક્સ કરો. આ હૂંફાળી ગરમ પેસ્ટને વ્હાઇટ હેડ્સવાળા ભાગ પર સારી રીતે લગાવો અને વીસ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરાને પાણીથી ધોઈ લો.

પ્રશ્ન : મારા વાળ બહુ પાતળા છે. મારે મારા વાળનો ગ્રોથ વધારવો હોય તો શું કરવું જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : રોજ તમે વાળની દેખરેખ માટે અડધા કલાક જેટલો સમય ફાળવશો તો વાળનો ગ્રોથ ધીમેધીમે વધી જશે. સૂતા પહેલા રોજ રાતે આઠથી દસ મિનિટ સુધી વાળમાં કાંસકો ફેરવો. આનાથી વાળમાં દિવસ દરમિયાન જામેલી ધૂળ-માટી અને ગંદકી વાળમાંથી બહાર નીકળી જશે. અઠવાડિયામાં ત્રણ વખત વાળમાં તેલ લગાવો. વાળ માટે કોપરેલ કે પછી બદામનું તેલ ઉત્તમ હોય છે. જો તમે વાળમાં તેલ લગાવવા ન ઇચ્છો તો વાળ પર સીરમ લગાવી શકો છો. સીરમને વાળના મૂળમાં લગાવવું જોઇએ જેનાથી વાળ ગૂંચાશે નહીં. રાતે ઊંઘતા પહેલા વાળને અચૂક બાંધો. જો વાળ લાંબા છે તો ચોટલો વાળી શકો છો. આનાથી વાળ ગૂંચાશે નહીં અને તૂટશે પણ નહીં. આવું કરવાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો