તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવાશ:‘રસીની ગોળી આલી દે તો?... સંુ કહો છો?’

જિગીષા ત્રિવેદી11 દિવસ પહેલા
 • કૉપી લિંક

મે લઇ આયા વેક્સિંગ?’ હંસામાસીએ પૂછ્યું, એટલે કંકુકાકીએ ગૌરવ સાથે કહ્યું, ‘હોઉ રે આપડે તો જાગૃત નાગરિક છીએ એકદમ...’ ‘ત્યારે માર તો એં, બીજા ડોજનો ય વારો આવસે આજકાલમાં...’ કલાકાકીએ જાગૃતિનું એક ઊચું લેવલ રજંૂ કર્યું. ‘અને એં, લઈ જ લેવાની હોય મારે તો હજી ઘણું ય જલસા કરવાના બાકી છે જીવનમાં એમ હાવ અત્તારે મરવું તો સહેજે ય પોહાય એમ નથી મને.’ કંકુકાકીએ ઠાવકાઈથી કહ્યું. ‘એ જ તો વળી અને આ તો સુ છે, કે વેક્સિંગ લીધા પછી એક વાતની તો કાયમી સાંતી થઇ જાય કે કોરોના થસે તો ય જેમ તેમ કરીને ચૌદ દા’ડા થસે રેડી થતાં પણ મરીસુ તો નંઇ જ...’ કલાકાકીએ રસી માહાત્મ્ય ગાયું એટલે હંસામાસીએ હળવેથી પોતાની મૂંઝવણ રજૂ કરી, ‘તમાર બધ્ધી વાત હાચી પણ મને તો હાળી બીક બહુ લાગે છે ક્યાં તો તાવ આવે, ક્યાં તો પછી માથું ભમે. ક્યાં તો પછી સરીર તૂટે કે પછી આખો દિ બેચેની-બેચેની લાગે. આ બધુ તો ચલો એક હંગાથે ના થાય પણ મેઇન કોમન વાત તો એ કે લોકવાયકા એવી છે કે, જે હાથે ઈંજેક્સન આલ્યું હોય ને એ હાથ તો બહુ જ દુખે છે યાર...’ ‘એ તો અલા આપવા વારાનો હાથ હળવો હોય તો ના દુખે’ કલાકાકીએ કહ્યું એટલે કંકુકાકીએ વિરોધ દર્શાવ્યો, ‘અરે ના ના...કોરોના પોતે જ ભારે રોગ છે, તો વેક્સિંગ ય ભારે જ આબ્બાની એટલે હાથ તો દુખવાનો જ. એનો બીજો કસ્સો ઉપાય જ નહીં.’ ‘એવું નથી અલા કોઈ બી વસ્તુની બીજી સ્ટાઈલ તો હોય હોય ને હોય જ. આ વૈજ્ઞાનિકોએ સહેજ વધારે વિચારવું જોઈતું હતું.’ લીનાબહેને કહ્યું એટલે હંસામાસીએ વિકલ્પ જણાવ્યો, ‘આ પોલીયોની જેમ ટીપાં ના અલાય?’ ‘ટીપાં તો જૂનાં થઇ ગયા અને એં...ટીપાં તો નાના છોકરાને હોય, આપડાને તો એક ગ્લાસ ભરીને આલે ત્યારે મેળ પડે. અેનો સ્વાદ ય કેવો હોય કોને ખબર? ગંધારો હોય ને આપડાન ના ભાવે. ભલે આપડે થોડીક પીએ અને થોડી રે’વા દઇએ તો બગડે ને? પછી તો ઢોળી જ દેવી પડે આપડી અજીઠી રસી...’ સવિતાકાકીએ ટીપાંનો કાંકરો કાઢી નાખ્યો. ‘તો પછી રસીની ગોળી આલી દે તો? અથવા તો કેપ્સૂલ રાખે તો ય ચાલે યાર...સંુ કહો છો?’ હંસામાસીએ બીજો વિકલ્પ રજૂ કર્યો એ કદાચ સવિતાકાકીને ગમ્યો એટલે કહે, ‘આ ગોળીવારો આઇડિયા આમ તો હારો છે, પણ પછી રસીની વેલ્યૂ જ ના રહે. દવાની ય ગોળીઓ ને રસીની ય ગોળીઓ? કસું અલગ તો હોવું જોવે ને! આમ પેશિયલ રસી જેવું લાગવું તો જોવે ને! હમજો તમે...’ એમને રસીનો ઇગો હર્ટ થતો હોય એવું લાગ્યું કદાચ... ‘તો પછી નાના છોકરાને દૂધમાં નાખવાનો પાવડર આવે છે ને, એવો કોઈ પાવડર રાખે તો કેવું? એમાં ફ્લેવરો ય હોય...ચોકલેટ, સ્ટોબેરી ને ઓરેન્જ. અને હા, પાઉડરના પાઉચ જ કરી નાખવાના. જેને જે ભાવતું હોય એમ એ ભેળવીને ખાઇ જવાનું એટલે જીતી ગયા.’ લીનાબહેનની બુદ્ધિએ ચમકારો કર્યો. ‘એના કરતાં સેનિટાઈજર જેવા ફુવારા જ રાખે તો આ હોળી વખતે પિચકારીઓ આવી હતી એ હોલસેલમાં ખરીદી લીધી હોત. બધાં પોતપોતાની રીતે મેડિકલ સ્ટોરમાંથી રસી લઇ લઇને પોતાની રીતે જ ફુર-ફુર કરી નાખત એ બહાને દાક્તરોને ય રાહત થાત થોડી ઘણી!’ કલાકાકીએ ‘સમય વર્તે સાવધાન’ કહેવત સમજાવી. ‘આ આપડે હવનમાં કરીએ છીએ એવું કરીએ તો? એક જણ લે અને બાજુ વાળો એને હાથ અડાડી દે એવું કરાય?’ હંસામાસીએ શરીર મુજબ જાડો આઇડિયા આપ્યો પણ લીનાબહેને રાજી થતાં તાળી પાડી અને ઉત્સાહમાં આવી ગયા, ‘અરે, આના ઉપરથી મને એક જબરજસ્ત આઇડિયા આયો! એના કરતાં આપડે કોરોનાની પોતાની થીયરી જ એના ઉપર લાગુ પાડીએ તો? જેવા સાથે તેવા. જો, જેને કોરોના થયો હોય, એના સંપર્કમાં જે આવે, એને થાય છે ને? એમ જ આ ઈંજેક્સન વારી જ રસી આઈ છે, તો એને લગતો જ ઉપાય કરીએ. જે ઈંજેક્સન લેતું હોય એના ફ્રેંડો કે રીલેટીવો એ વખતે જે હાજર હોય એ એને અડી લે એવું કસંુક હમજ્યા!’ ‘હમ્મ’ બધાએ સામૂહિક સહમતી આપી એટલે લીનાબહેને આગળ વધાર્યું, ‘તો સું છે કે રસી ય ઓછી વપરાય અને જો બહેન, સંઘર્યો સાપ ય કામ લાગે. આપડે ઉનાળામાં આઇસ્ક્રીમ ને સરબતના બાટલાં રાખીએ છીએ ને ફ્રિજમાં! એમ જ આ રસીને ય રાખી મૂકવાની ફ્રિજમાં અને હા, એના ડાયાબિટીશ જેવા શિમ્પલ ઈંજેક્સનો જ હોય એટલે ઘરના કોઈ બી આલી જ હકે એટલે સું કે કોક ગેસ્ટ આયું હોય ને એને ના લીધી હોય તો એને આલી ય હકાય હમજ્યાં! એટલે આપડી અને ગેશ્ટોની બેયની શેફ્ટી. સંુ કહો છો!’ ભ’ઈસા’બ હવે કંઇ કહેવા જેવું નથી...હું મનમાં આટલું જ બોલી ને મારા કાનના પડદા ફાટી જાય એ પહેલા ઘરભેગી થઇ ગઇ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો