તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠી મૂંઝવણ:મારો બોયફ્રેન્ડ મારી બહેનના પ્રેમમાં પડી જશે તો?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

- મોહિની મહેતા

પ્રશ્ન : મારી પત્ની ડિપ્રેશનથી પીડાય છે. મને તેની બહુ ચિંતા થાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે હાલમાં મેં તેની પ્રોફાઇલ ડેટિંગ એપ પર જોઇ. મેં વધારે તપાસ કરતા ખબર પડી કે તે તેની વય કરતા નાના યુવાનો સાથે સેક્સટિંગ પણ કરે છે. હું તેને કંઇ પણ કહું તો એ ડિપ્રેસ થઇ જાય છે. મારે તેને કઇ રીતે સમજાવવી? એક યુવક (અમદાવાદ) ઉત્તર : તમારી તકલીફ સમજી શકાય છે. હાલમાં તેમની માનસિક પરિસ્થિતિ એવી છે કે તે તમારી સંવેદનાને સમજી નથી રહી. ડિપ્રેશન એવી સ્થિતિ છે જેમાં લાચારી, નિરાશા અને એકલાપણાનો અહેસાસ થાય છે. આ સ્થિતિમાં પીડિત વ્યક્તિ ક્યારેક એવું કરી બેસે છે જે અંગે તેઓ સંપૂર્ણપણે સજાગ નથી હોતા. તમારી પત્ની અત્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. આવા સમયે તેમને તમારો સાથ મળે તે જરૂરી છે. રિસર્ચના તારણ પ્રમાણે ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ ક્યારે માર્ગ ભટકી જતી હોય છે, જેના કારણે ઘણાં કેસમાં અફેર્સ અને વન નાઇટ સ્ટેન્ડ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. તમારે તમારી પત્નીને ધીરજપૂર્વક સમજાવવી જોઇએ. તમારે પત્ની પર અપસેટ થવાના બદલે તેની સ્થિતિ સમજવી જોઇએ અને પ્રેમથી સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવવો જોઇએ. જેવા કિસ્સા પણ બનતા હોય છે. તો વન નાઈટ સ્ટેન્ડ જેવા કિસ્સા પણ બનતા હોય છે પણ તેઓ આમ જાણી જોઈને કરે છે તેવું નથી હોતું. પણ તેમની પીડા તેમને આ રસ્તા પર લઈ જતી હોય છે. તમે ધીરજપૂર્વક તમારી પત્નીને સમજાવશો તો જ તમારી આ સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ આવી શકશે. તમારા પત્ની ડિપ્રેશનથી પીડિત હશે અને જો તમે એની સાથે જબરદસ્તી કરશો તો વાત વધી જશે અને પરિણામ ખરાબ આવશે.

પ્રશ્ન : મારા પતિનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે. તેને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે મને ઢોરમાર મારે છે. હું કંટાળીને મારા માતા-પિતાના ઘરે આવી ગઇ છું અને તેઓ પણ મને સાચવવા તૈયાર છે. હવે પતિ અને સાસુમા મને મનાવીને ફરી ઘરે લઇ જવા ઇચ્છે છે. મને તેની વાત પર બિલકુલ વિશ્વાસ નથી. શું મારે ઘરે પરત ફરવું જોઇએ? એક મહિલા (વડોદરા) ઉત્તર : તમે પરિસ્થિતિ સામે હાર માનવાને બદલે આત્મવિશ્વાસપૂર્વક પતિથી અલગ થઇ જવાનો નિર્ણય લીધો એ સમયની પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય નિર્ણય હતો. હવે જ્યારે પતિ અને સાસુમા તમને મનાવીને ઘરે લઇ જવા ઇચ્છે છે ત્યારે તમે આ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવો એ સ્વાભાવિક છે. તમારા પતિ અને સાસુમા તમને પાછાં ઘરે આવી જવા કહે છે ત્યારે આંધળો વિશ્વાસ કરી લેવો યોગ્ય નથી, પરંતુ ખરેખર જો ભૂલ સમજાઈ હોય તો વ્યક્તિને પશ્ચાતાપનો એક મોકો જરૂર આપવો જોઈએ. તમારી સમસ્યા એ છે કે પશ્ચાતાપ થયો છે ખરો એ કેવી રીતે નક્કી કરવું? તમે થોડો સમય રાહ જોઇને પરિસ્થતિનું વધારે સારી રીતે આકલન કરી શકો છો. તમે તમારા પતિની દિનચર્યા ચકાસો. જો તમને વિશ્વાસ પડતો હોય તો તમે ફરીથી ઘરે પરત ફરવાનું વિચારી શકો છો. જોકે એ પહેલાં તમારી સ્વતંત્રતા જળવાય એવી શરતો મૂકવી જરૂરી છે. તમે જે આર્થિક પગભરતા કેળવી છે એને તમે કદી નેવે મૂકશો નહીં.

પ્રશ્ન : મારા ટૂંક સમયમાં લગ્ન થવાના છે. મારા માતા-પિતાનું લગ્નજીવન બહુ વિખવાદભર્યું હતું આ કારણે મને પણ મારા લગ્નજીવન વિશે શંકાઓ સતાવે છે. લગ્નજીવન સુખી નીવડે એ માટે માટે શું કરવું જોઇએ? એક યુવતી (પાલનપુર) ઉત્તર : જે ઘડીએ તમે તમારા પાર્ટનર સાથે રહેવાનો નિર્ણય કરો તે ઘડીથી માત્ર તમારા જીવનમાં જ કંઈ ફેરફાર નહીં આવે. પણ તમારા પાર્ટનરના પરિવાર અને મિત્રોમાં પણ દેખીતો ફેરફાર આવશે. એવો જ ફેરફાર તમારા પરિવારમાં પણ આવશે. લગ્નજીવનને સુમધુર રાખવા માટે આ પાયાની સમજણ છે. તમે એમની વધુ સગવડ સાચવશો તો તમારા પાર્ટનરનો પરિવાર પણ તમારી લાગણી પર ધ્યાન આપશે. તમે અને તમારો પરિવાર એકબીજાના મિત્રો અને પરિવારજનો સાથે કેવી વર્તણૂંક કરો છો તેના પર પણ તમારા લગ્નજીવનની મધુરતાનો આધાર રહેશે. લગ્નજીવનનું સુખ અમસ્તું જ નથી મળી જતું. સહજીવન સુખી બનાવવું હોય તેમણે લગ્ન અગાઉથી જ માનસિક રીતે સજ્જ અને સહજ બનવું પડે. અત્યાર સુધી પોતે જેવું જીવતા, વિચારતા આવ્યા હોય તેમાં સહભાગી થનાર જીવનમાં પ્રવેશી રહ્યું છે અને તેથી કંઈક નવો જ, જુદો જ અનુભવ થતો રહેશે તેનો સ્વીકાર કરવાની તૈયારી પણ રાખવી પડે. એક સાચી મિત્રતામાં ક્યારેય ભેદ પડતો નથી. જેવી રીતે તમારા અને તમારા મિત્રની વચ્ચે કશું ન આવવા દો, એવી જ રીતે પતિ-પત્ની સાથેના વ્યવહાર પણ એવો આદર્શ હોવો જોઈએ. જો તમે તમારા મિત્રની કાળજી ના રાખો તો તમારી મિત્રતા લાંબી ન ટકે. પતિ-પત્નીને મિત્ર તરીકે ગણવામાં આવે છે. તેથી તેઓ બંનેએ બે મિત્રોની જેમ તેમના ઘરને ચલાવવું જોઈએ. પતિ અને પત્ની વચ્ચેનાં વ્યવહારમાં શાંતિ હોવી જોઈએ. જો એ સંબંધમાં કોઈ દુઃખ હોય તો, એ એક આદર્શ પતિ-પત્નીનો સંબંધ ગણી શકાય નહિ. જો મિત્રો એકબીજાને દુઃખ ન થાય એવું ધ્યાન રાખતા હોય તો પતિ-પત્ની એ એવું ધ્યાન ન રાખવું જોઈએ? પતિ-પત્ની વચ્ચેની મિત્રતા એ સર્વશ્રેષ્ઠ મિત્રતા છે.

પ્રશ્ન : હું 26 વર્ષની યુવતી છું. મારે એક નાની બહેન છે. તે મારા કરતા વધારે ગોરી, સ્માર્ટ અને ઊંચી છે. અમારી વચ્ચે બહુ પ્રેમ છે. સમસ્યા છે કે મારી બહેન બહુ ચંચળ છે અને એના અનેક બોયફ્રેન્ડ છે. મારી પહેલી રિલેશનશીપ હમણાં જ શરૂ થઇ છે પણ મારી બહેન સાથે બોયફ્રેન્ડની મુલાકાત કરાવતા મને ડર લાગે છે. મને લાગે છે કે જો તે મને છોડીને મારી નાની બહેન તરફ આકર્ષાઇ જશે તો? મારી આ લાગણી કેટલી વાજબી છે? એક યુવતી (રાજકોટ) ઉત્તર : રિલેશનશીપમાં ઈનસિક્યોરિટીનો ભય સતાવે તે સામાન્ય વાત છે. અસુરક્ષા અને ઈર્ષા થાય એ સ્વાભાવિક છે. જોકે તમારા મનમાં હાલમાં તમારી બહેન માટે જે ડર છે છે એ સાવ ખોટો છે. તમારી બહેન જ તમારી પાસેથી તમારો બોયફ્રેન્ડ છીનવી લેશે તેવી તમને બીક છે પણ આ બધા ડરને એકબાજુ પર મૂકીને તમારા બોયફ્રેન્ડની તમારી બહેન સાથે મુલાકાત કરાવો. જો તમારો બોયફ્રેન્ડ તમારી બહેનમાં લપસી પડશે તો તમને પણ ખ્યાલ આવી જશે કે તમે ખોટી વ્યક્તિ સાથે સાચો પ્રેમ કરી રહ્યા હતા. જો તમારો બોયફ્રેન્ડ તમારી બહેનની જાળમાં ફસાઈ જશે તો એજ રીતે તે બહાર પણ ક્યાંક કોઈ લફરામાં તમને ભૂલીને ફસાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો