સંબંધનાં ફૂલ:લગ્ન એટલે ખરેખર શું?

રચના શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એવું નથી કે ઝઘડા એવાં દંપતી વચ્ચે જ થાય, જેમનો સંબંધ તૂટવાને આરે હોય. ઘણી વાર સંબંધ સુખમય બનાવવા નારાજગી મનમાં દબાવી રાખવી પડે છે

કોઈ પણ વ્યક્તિ માટે લગ્ન એ મહત્ત્વનો નિર્ણય હોય છે અને આ જ કારણસર વ્યક્તિ પ્રેમમાં ભલે વિચાર્યા વગર પડે, પણ લગ્નના બંધનમાં બંધાતાં પહેલાં વિચારે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન પછી વ્યક્તિનું જીવન જ બદલાઈ જાય છે. આ વાત મહદ્દંશે સાચી પણ છે, કારણ કે લગ્ન પછી તમારે એક અલગ સ્વભાવના વ્યક્તિ સાથે રહેવાનું હોય છે તેમ જ તમારી વસ્તુઓ પણ શેર કરવી પડે છે. સામાન્ય રીતે જોવા મળે છે કે ઘણા લોકો લગ્ન કરવાથી ગભરાય છે અને એટલે જ સિંગલ રહેવાનું પસંદ કરે છે. ખરેખર તેમના મનમાં લગ્નને લઈને જાતજાતની ધારણાઓ હોય છે અને પોતાના મનની આ માન્યતાને કારણે તેઓ લગ્ન કરવા માંગતા નથી. જો લગ્ન કરે તો પણ તેમાં તિરાડ પડવાની સંભાવના રહે છે. ઘણા લોકો માનતાં હોય છે કે લગ્નનું બીજું નામ એડજસ્ટમેન્ટ હોય છે. તેઓ પોતાના સુખનો ત્યાગ કરવા નથી માંગતા, એટલે જ લગ્ન કરવાથી દૂર ભાગે છે.આ ધારણા સાચી હોવા છતાં પણ ખોટી છે, પણ લગ્ન પછી કેટલીક બાબતો તમારા પ્રેમને અકબંધ રાખી શકે છે. ખરેખર જ્યારે બે વ્યક્તિઓ એકબીજા સાથે રહે, ત્યારે થોડુંઘણું એડજસ્ટમેન્ટ કરવું પડે છે, કારણ કે બે વ્યક્તિનાં રહેણીકરણી, ખાણીપીણી તથા વિચારો સમાન નથી હોતા. જોકે એડજસ્ટમેન્ટનો અર્થ એ નથી કે તમે તમારા સુખનો ભોગ આપી દો. લગ્નસંબંધમાં બે લોકો હોય છે અને બંનેનાં સુખનું મહત્ત્વ હોય છે. લગ્ન સંબંધમાં હોવા છતાં વ્યક્તિ તરીકે તમારી આઇડેન્ટિટી સરળતાથી જાળવી શકો છો. જ્યારે કોઈ દંપતી વચ્ચે ઝઘડો થાય ત્યારે એવું જ વિચારીએ છીએ કે તેમની વચ્ચે કંઈ પણ ઠીક નથી. આ માન્યતા ખોટી છે. એવું નથી કે ઝઘડા એવાં દંપતી વચ્ચે જ થાય, જેમનો સંબંધ તૂટવાને આરે હોય. ઘણી વાર સંબંધને સુખમય બનાવવા ગુસ્સો કે નારાજગી મનમાં દબાવી રાખવી પડે છે, પરિણામે સંબંધમાં તિરાડ પડવા લાગે છે. સંબંધમાં લાગણીની અભિવ્યક્તિ જરૂરી છે, એ પ્રેમ હોય કે ગુસ્સો. જ્યારે તમે લાગણી વ્યક્ત કરી દો છો ત્યારે મન હળવ થઈ જાય છે અને પાર્ટનરને તમારી વાત પણ સમજાય છે. ઘણાં લોકો લગ્નથી એટલે દૂર ભાગે છે, કારણ કે તેમને લગ્ન બોજ લાગે છે. આ માન્યતા પણ ખોટી છે. એ ખરું કે લગ્ન પછી વ્યક્તિને ઘણી જવાબદારીઓ ઉઠાવવી પડે છે, પણ એનો અર્થ એ નથી કે તે બોજ છે. લગ્ન પછી વ્યક્તિની જવાબદારીઓ વધી જાય છે એવી જ રીતે સમસ્યાને વહેંચવા માટે એક પાર્ટનર મળી જાય છે. જે સારા-ખરાબ સમયમાં તમારી સાથે હોય છે.

અન્ય સમાચારો પણ છે...