તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમનોલોજી:અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ ગુજરાતી કમળાબેનને શું શીખવી શકે ?

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચામડીના રંગ અને દેખાવને પહેલા નંબરે મૂક્યા વગર માત્ર અને માત્ર પોતાની શક્તિને જયારે પહેલા નંબરે મૂકીએ ત્યારે ‘પહેલી સ્ત્રી...’નો ઇતિહાસ સર્જાય છે...

- મેઘા જોશી

"રે રેડી ટુ સર્વ’- ‘સેવા માટે તૈયાર’ માત્ર આ ત્રણ શબ્દોની ટ્વીટ છે અમેરિકાના નવનિયુક્ત ઉપપ્રમુખ કમલા હેરિસની. ટ્રમ્પની જીદ, નારાજગી, બાલિશ વર્તન અને વિશ્વની સૌથી મોટી અને મક્કમ લોકશાહીના અપમાન બાદ અંતે અમેરિકન પ્રમુખ તરીકે જો બાઈડન વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યા અને સત્તાવાર રીતે અમેરિકાનું સુકાન સંભાળ્યું. બાઇડન સાથે ઉપપ્રમુખ તરીકે શપથ લેનાર કમલા હેરીસ માટે એક ભારતીય તરીકે અને એક સ્ત્રી તરીકે થોડો પક્ષપાત રહે. ભારતીય માતા અને જમૈકન પિતાના સંતાન કમલા હેરિસની જીતથી એકથી વધુ ઐતિહાસિક વિક્રમ નોંધાયા. આ જીત બાદ કમલાની પ્રથમ પ્રતિક્રિયા એ જ હતી કે ‘હું ભલે આ રાષ્ટ્રમાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ તરીકે આવી છું પણ હું અહીં છું એના મૂળમાં મારી પહેલા આવેલી સ્ત્રીઓ છે. ખાસ કરીને મારી હાજરી માટે સૌથી વધુ શ્રેય મારી માતા શ્યામલા ગોપાલન હેરિસને જાય છે જે કાયમ અમારા હૃદયમાં રહેશે.’ પહેલી ભારતીય અમેરિકન સેનેટર, પહેલી શ્યામરંગી સ્ત્રી, પહેલી ભારતીય મૂળની સ્ત્રી અને વિશ્વની સૌથી જૂની લોકશાહીમાં ચૂંટાઈને આવેલી એ પહેલી સ્ત્રી કમલા હેરિસની પ્રોફાઈલ વાંચીને કે અહીં લખીને બે ઘડી આનંદ કે ગૌરવ અનુભવીએ તે ઠીક છે પરંતુ આવું બનતા પહેલા શું કરવું પડે એ વિશે ભાગ્યે જ વિચારીએ છીએ.

વિશ્વની, રાષ્ટ્રની, રાજ્યની કે શહેરની પહેલી નેતા, પહેલી ડોક્ટર, પહેલી રીક્ષાચાલક કે પહેલી વૈજ્ઞાનિક બનવું એટલે શું? કોઈ પણ બાબતમાં પહેલ કરવી કે સાવ અજાણ્યા પ્રદેશ તરફ પહેલું ડગલું માંડો ત્યારે જ તમે કોઈ પણ પ્રકારની સફળતા મેળવી શકો કે વિક્રમ રચી શકો. સ્ત્રી-પુરુષની ક્ષમતા અને સફળતા માટેનો લૈંગિક તફાવત અને રુગ્ણ માનસિકતા બધે જ છે. કેલિફોર્નિયામાં પ્રથમ સેનેટર બનતી વખતે કમલાના પડકારો અને અહીં ભારતના પ્રથમ આઇપીએસ અધિકારીની તાલીમ લેતા કિરણ બેદીના પડકારોમાં ફરક જરૂર છે પરંતુ પ્રશ્નો અને પડકારો તો છે જ. લૈંગિક તફાવત ઉપરાંત તમે રંગભેદ જુઓ. સ્ત્રીઓના સૌંદર્ય અને શ્વેત ચામડી માટેનો પક્ષપાત માનસિકતાનો ભાગ બની ગયો છે. આથી જ પ્રમાણમાં સૌંદર્યવાન સ્ત્રીને બૌદ્ધિક કે હોશિયાર માની લેવાની ભૂલ બધા જ કરે છે. સામાન્ય દેખાવ ધરાવતી છોકરી પોતાની ક્ષમતા અને મહેનતના પાયે આગળ વધે છે. ‘ધ ટ્રુથ વી હોલ્ડ:એન અમેરિકન જર્ની’ નામની કમલાની આત્મકથામાં એમણે એમની બે જાતિના પ્રતિનિધિત્વની વાત લખતી વખતે લખ્યું છે કે, ‘મારી માતાને બે ‘કાળી’ દીકરી મોટી કરવાની છે એની પુરી સમજ હતી. ચામડીના રંગની ઉપરવટ જઇને અમેરિકામાં બિન નિવાસી તરીકે આવીને વસવું અને મોટા થવું એટલે શું એ મને નાનપણથી જ સમજાઈ ગયું હતું.’ આ મુદ્દો ધ્યાન દઈને વિચારવા જેવો છે. ચામડીના રંગ અને દેખાવને પહેલા નંબરે મૂક્યા વગર માત્ર અને માત્ર પોતાની શક્તિને જયારે પહેલા નંબરે મૂકીએ ત્યારે ‘પહેલી સ્ત્રી...’નો ઇતિહાસ સર્જાય છે. સફળતાની ટોચ પર ગયેલી સ્ત્રી માટે એક બહુ જ મોટી અને ખોટી માન્યતા એવી હોય છે કે તે પરિવારને મહત્ત્વ નથી આપતી અને આથી જ ઘણી સ્ત્રીઓને તેમની જવાબદારીનું ભાન સતત કરાવીને ત્યાગ કરવા મજબૂર કરવામાં આવે છે. કમલા હેરિસના લેક્ચર ક્યારેક ધ્યાનથી સાંભળજો. તે પતિ, બાળકો, માતા,

અંકલ-આંટી, બહેન, મિત્રો દરેકને પોતાના પરિવાર ગણાવીને પોતાના જીવનમાં તેમના સ્થાન અંગે વાત કરે છે. પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે તેઓ ક્યારેય ડર્યાં કે અચકાયાં નથી. એક સ્ત્રીને અન્ય સફળ સ્ત્રી શું શીખવી શકે અથવા શું આપી શકે એ વિચારવા માટે આજ અને અબઘડીથી ઉત્તમ બીજો કોઈ સમય નથી. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો