સેક્સ સેન્સ:શરીરમાં સ્વચ્છતા સંબંધમાં સ્વસ્થતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇચ્છા હોય કે ન હોય એકબીજાના શરીરની ન ગમતી બાબતોને બંને એક હદ સુધી સહન કરી લેતા હોય છે

બંધમાં એકબીજાથી દૂર થવા માટે ઘણીવાર શરીરની સ્વચ્છતા પણ કારણભૂત બનતી હોય છે. જો તમે તમારાં શરીરની સ્વચ્છતાનું ધ્યાન રાખતા હશો તો સંબંધ આપોઆપ મધુર બની રહેશે. ઘણાં કપલ્સ એવા હોય છે કે તેમને તેમના પાર્ટનર તરફથી હંમેશાં ફરિયાદ રહેતી હોય છે કે તું સ્વચ્છતા જાળવતો કે જાળવતી નથી. ઘણીવાર એકબીજા સાથે શરીર સંબંધ ન બાંધવા માટેનું પણ આ મહત્ત્વનું કારણ બનતું હોય છે. કેટલીક પત્નીઓને તેમના પતિને સ્વચ્છતા વિશે ન કહેવાય તેવું મનમાં રાખીને ચાલે છે, તો બીજી તરફ પતિ પણ પુરુષોએ વળી શું સ્વચ્છતા રાખવાની તેવું સમજીને પોતે શરીર તરફ યોગ્ય ધ્યાન આપતા નથી. ઘણી પત્નીઓ પણ પોતાના શરીર તરફ, તેની સ્વચ્છતા તરફ ધ્યાન આપતી નથી. પતિ તેમને કહેતા નથી અને પત્નીએ જાતે સમજવું જોઇએ તેવું મનમાં રાખીને ચાલે છે. આવામાં બંને એકબીજાને કશું કહેતા નથી અને ઇચ્છા હોય કે ન હોય એકબીજાના શરીરની ન ગમતી બાબતોને એક હદ સુધી સહન કરી લેતા હોય છે. આ પ્રકારની સહનશક્તિ બહુ ઓછો સમય એકબીજા પ્રત્યે આકર્ષણ જાળવી રાખે છે. લાંબે ગાળે આ અસ્વચ્છતા પહેલા એકબીજાને મનથી દૂર કરે છે અને પછી શરીર સંબંધ બાંધવાથી દૂર કરે છે. તેથી પતિ અને પત્નીએ પોતાના શરીરની સ્વચ્છતાને જાળવીને સંબંધને પણ સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ. પત્ની જાળવે સુંદરતા આજના સમયમાં દરેક મહિલા પોતાની સુંદરતાને જાળવી રાખવા પાર્લરમાં નિયમિત જતી હોય છે. મહિલાઓએ પોતાના શરીરના સ્પેશિયલ પાર્ટ જેવાકે બગલ, સાથળ અને વજાઇનાની આજુબાજુના ભાગને પણ નિયમિત રીતે સ્વચ્છ રાખવા જરૂરી છે. તે ઉપરાંત તમારા શરીરમાંથી કોઇ અલગ પ્રકારની સ્મેલ તો નથી આવતીને તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર યોનીમાંથી આવતી સ્મેલ પણ પુરુષોને પસંદ નથી આવતી તો તેને દૂર કરવા માટે ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરીને યોગ્ય માર્ગદર્શન મેળવવું. દિવસ આખો કામમાં વ્યસ્તતાના લીધે શરીર પ્રત્યે ધ્યાન ન અપાતું હોય તો રાત્રે સૂતાં પહેલાં, બેડરૂમમાં જતાં પહેલાં રોજ નહાવાનું રાખો. તેનાથી તમને તાજગીનો અનુભવ થશે અને તમારા શરીરની સ્વચ્છતા પણ જળવાઇ રહેશે. ઘણીવાર શરીરમાંથી આવતી દિવસભરના પરસેવાની સ્મેલ પણ માથાનો દુખાવો બની જતી હોય છે. જેને કારણે પતિને પાસે આવવાનું પણ મન થતું નથી. આ બધી નાની નાની બાબતોને સમજવાથી તમને પોતાને પણ તમારા શરીરમાં સ્વચ્છતાનો અનુભવ થશે અને પતિને પણ તમારી પ્રત્યેનું આકર્ષણ જળવાઇ રહેશે. પતિ જાળવે સુઘડતા ઘણા પુરુષોને ખૂબ પરસેવો થતો હોય છે. ઘણાના પરસેવાની દુર્ગંધથી માથું દુખવા લાગે તેવું હોય છે. શરીરની સ્વસ્થતા શરીરને સ્વચ્છ રાખવાથી જ મળે છે તે ભૂલવું નહીં. મોટાભાગના પુરુષો વિચારતા હોય છે કે શરીરમાં બગલના વાળ, છાતીના વધારે પ્રમાણમાં ઊગતા વાળ કે પછી શિશ્નની આજુબાજુના ભાગ પર ઊગતા વાળની સ્વચ્છતા જાળવવી જરૂરી નથી. પુરુષોને તો એ હોવા જ જોઇએ. અહીં જ શરીરની સ્વચ્છતા ન જાળવી શકવાથી તકલીફો ઊભી થાય છે. ઘણીવાર પત્ની દ્વારા પતિના મોંમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદો જોવા મળે છે. તો તેને કઇ રીતે દૂર કરવી તે પણ વિચારવું જોઇએ. જ્યારે પત્ની ચુંબન કરવાની ના પાડે કે તેમાં વધારે રસ ન દાખવે તો સમજવું કે તેને કોઇ ન ગમતી બાબત હોવી જોઇએ. તો તેની ચર્ચા કરો. ઘણીવાર પુરુષોની હથેળી ખૂબ બરછટ હોય છે તો પત્નીનાં શરીરનાં અંગોને સ્પર્શ કરતી વખતે તેને તે પસંદ ન પડે તેવું બને. તો તેના પ્રત્યે પણ ધ્યાન આપો. ઘણા પુરુષો ઇગોમાં રહીને આ બધી બાબતોમાં ધ્યાન આપતા નથી પણ સંબંધમાં કે સમાગમમાં ઇગો ક્યારેય કામ લાગતો નથી તે પણ ભૂલવું જોઇએ નહીં. પતિ અને પત્ની જો બંને પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખતા હોય તો ક્યારેક એકબીજાની સ્વચ્છતા વિશે પણ સાથે મળીને ચર્ચા કરવી જોઇએ. તેનાથી તમે તમારો જ ફાયદો છો. તે વાત એકબીજાએ સમજવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...