દરેક યુવતી બધાના આકર્ષણનું કેન્દ્ર બનવા ઇચ્છતી હોય છે. પરફેક્ટ લુક માટે યોગ્ય મેક-અપની સાથે સાથે યોગ્ય ડ્રેસિંગ પણ બહુ જરૂરી છે. ઇચ્છતી હોય છે કે તે સ્માર્ટ અને સ્ટાઇલિશ લાગે. યુવતી જાડી હોય કે પાતળી, ઊંચી હોય કે નીચી પણ જો યોગ્ય રીતે ડ્રેસિંગ કરવામાં આવે તો સ્લિમ અને આકર્ષક લુક મેળવી શકાય છે. સ્લિમ લુક માટે યોગ્ય સ્ટાઇલની પસંદગી તેમજ પરફેક્ટ મટિરિયલનું સિલેક્શન બહુ જરૂરી છે. Â કલર સિલેક્શન રંગોની યોગ્ય પસંદગી સ્લિમ લુક આપવામાં મોટો ફાળો આપે છે. જો બોડી થોડું હેવી હોય તો બ્લેક, બ્રાઉન, ગ્રીન અથવા તો નેવી બ્લૂ જેવા ડાર્ક રંગના આઉટફિટની પસંદગી કરો. જો લાઇટ શેડ પહેરવો જ હોય તો પીચ જેવા સોફ્ટ શેડની પસંદગી કરી શકો છો, પણ આ ડ્રેસની એમ્બ્રોડરી ડાર્ક રંગની હોવી જોઇએ. સ્લિમ લુક માટે પ્રિન્ટેડ આઉટફિટ કે ડબલ કલરનો ડ્રેસ પહેરવાને બદલે સિંગલ રંગની પસંદગી કરવી જોઇએ. મોટી અને બોલ્ડ પ્રિન્ટ ક્યારેય ન પહેરવી જોઇએ કારણ કે આવી પ્રિન્ટ ક્યારેય સ્લિમ લુક નથી આપતી. Â ઇનરવેરને આપો મહત્ત્વ મોર્ડન લુક માટે શિફોન કે જ્યોર્જેટનાં પ્લેન સ્કર્ટ સાથે કોર્સેટ પહેરો. કોર્સેટથી તમારાં બોડીને પરફેક્ટ શેપ મળશે. જો તમારી બસ્ટ સાઇઝ વધારે હોય તો તમારા માટે લો-નેક આઉટફિટ વધારે સારો વિકલ્પ સાબિત થશે. જોકે લો-નેક ડ્રેસની પસંદગી કરતી વખતે બ્રાની પસંદગી પર ખાસ ધ્યાન આપો. હાલમાં માર્કેટમાં અનેક સ્ટાઇલની બ્રા મળે છે એટલે લો-નેક ડ્રેસ માટે યોગ્ય બ્રાની પસંદગી કરવી જોઇએ. Â બોડી ટાઇપ પ્રમાણે જીન્સની પસંદગી જો તમારો કમર અને હિપ્સનો ભાગ હેવી છે તો તમારા માટે લો વેસ્ટ જીન્સ અથવા તો મિડ-વેસ્ટ જીન્સ સારો વિકલ્પ સાબિત થાય છે. જો તમારા નિતંબ અને પગનો ભાગ સ્થૂળ હોય તો બૂટ-કટ જીન્સ પસંદ કરો. આવું જીન્સ પહેરવાથી પગને પરફેક્ટ શેપ મળે છે. હેવી હિપ્સવાળી યુવતીઓ પણ બૂટ-કટ જીન્સ પહેરી શકે છે. જો કમર અને પગનો ભાગ હેવી હોય તો સ્કિની જીન્સ ક્યારેય ન પહેરો પણ સ્ટ્રેટ લેગ જીન્સની પસંદગી કરી શકો છો. Â ફિટિંગ અને લેન્થ જ્યારે કોઇ વસ્તુને પરાણે સંતાડવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે એ વાત વધારે હાઇલાઇટ થાય છે. જો તમે થોડા પણ સ્થૂળ હો તો એ વાત સંતાડવા માટે ઓવર સાઇઝ્ડ કપડાં પહેરવાને બદલે ડ્રેસનાં ફિટિંગ અને હેમલાઇન પર ખાસ ધ્યાન આપો. સ્માર્ટ લુક માટે એન્કલ સુધીનું અથવા તો એનાથી થોડું લાંબું બ્લેક અથવા તો નેવી બ્લૂ જીન્સ પહેરો. આની સાથે સ્લિમ ફિટ શર્ટ, ટેલર્ડ બ્લેઝર અથવા તો જેકેટ પહેરો. આ સિવાય ઘૂંટણ સુધીનું પેન્સિલ સ્કર્ટ અથવા તો એ લાઇન સ્કર્ટ પણ પહેરવાનો સ્માર્ટ વિકલ્પ સાબિત થાય છે. જો તમારું બોડી થોડું હેવી હોય તો કેપ્રી પેન્ટ, લોન્ગ બેગી શોર્ટ્સ, શોર્ટ ટોપ, ટાઇટ ડ્રેસ અથવા તો શોર્ટ સ્કર્ટ ન પહેરો. જો તમારા હાથ થોડા જાડા હોય તો થ્રી ફોર્થ કે પછી ફુલ સ્લીવ્ઝ ડ્રેસ પહેરવાનું પસંદ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.