એક્સેસરીઝ:હાઇ નેક આઉટફિટ પહેરો છો? તો પસંદ કરો આવી એક્સેસરી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇ નેક આઉટફિટમાં ગરદનનો મોટો હિસ્સો કવર થઇ જાય છે. આ સંજોગોમાં ઇયરિંગ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ

સ્ટાઇલિશ દેખાવા માટે માત્ર આઉટફિટના રંગ કે પેટર્ન પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એની સ્ટાઇલને પણ મહત્ત્વ આપવું જોઇએ. ઘણી વખત આઉટફિટની નેકલાઇલ ખાસ લુક આપવામાં મહત્ત્વનો રોલ ભજવતી હોય છે. ફેશનપરસ્ત માનુનીઓમાં હાલમાં હાઇ નેકવાળી નેકલાઇન બહુ લોકપ્રિય બની છે. જો તમે પહેરવા માટે હાઇ નેક આઉટફિટની પસંદગી કરી રહ્યા હો તો એની સાથે પહેરવ માટે યોગ્ય એક્સેસરીની પસંદગી કરવામાં આવે તો પરફેક્ટ લુક મેળવી શકાય છે. Â હૂપ્સની પસંદગી હાઇ નેક આઉટફિટમાં ગરદનનો મોટો હિસ્સો કવર થઇ જાય છે. આ સંજોગોમાં આકર્ષક લુક મેળવવા માટે ઇયરિંગ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. હાઇ નેક આઉટફિટ સાથે સ્ટેટમેન્ટ લુક મેળવવા માટે બિગ સાઇઝ હૂપ્સ ઇયરિંગ્સ પહેરી શકાય છે. આવા ઇયરિંગ્સ પહેરવાથી ડ્રેસિંગની સુંદરતા નીખરે છે. જો તમે પહેલી વખત હૂપ્સ પહેરી રહ્યા હો અને મોટી સાઇઝના હૂપ્સ તમને કમ્ફર્ટેબલ ન લાગતા હોય તો તમે નાની સાઇઝના હૂપ્સનો વિકલ્પ પસંદ કરી શકો છો. નાના હૂપ્સ બહુ વધારે લાઉડ નહીં લાગે. આઉટફિટના રંગ સાથે મેચ થતાં હોય હૂપ્સ સુંદરતામાં વધારો થાય છે. Â ડેન્ગલ્સ ઇયરિંગ્સ ઇયરિંગની આ એવી સ્ટાઇલ છે જે હાઇ નેક આઉટફિટ સાથે બહુ સારી રીતે મેચ થાય છે. જો તમે કોઇ પાર્ટી કે આઉટિંગમાં હાઇ નેક આઉટફિટ પહેરવા ઇચ્છતા હો તો એની સાથે ડેન્ગલ્સ ઇયરિંગ્સ સારામાં સારો વિકલ્પ સાબિત થાય છે. આવાં ઇયરિંગ્સ દેખાવમાં સિમ્પલ લાગે છે પણ જો ડ્રેસ આધુનિક હોય તો એ આકર્ષક લાગે છે. Â એથનિક વેર સાથે ચાંદબાલી જો તમે ડ્રેસ કે સાડી જેવા એથનિક વેરમાં હાઇ નેક સ્ટાઇલ પહેરી રહ્યા હો તો એની સાથે ચાંદબાલી સ્ટાઇલના ઇયરિંગ્સ પહેરી શકાય છે. જો તમે હાઇ નેક આઉટફિટ પહેરતી વખતે નેકપીસ પહેરવા ન માગતા હોય તો માત્ર ચાંદબાલી પહેરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...