તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન:સિક્વન્સ સ્ટાઇલ પહેરીને તહેવારોમાં લાગો સુંદર

પાયલ પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી અને છેલ્લે નવું વર્ષ...હવે તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. આ સિઝનમાં બનીઠનીને મિત્રો અને પરિવારજનોને મળવાનું બધાને પસંદ હોય છે અને એટલે જ તહેવારોમાં ફેશનના નવા ટ્રેન્ડની ચર્ચા થતી હોય છે. ફેશનનો આવો જ નવો ટ્રેન્ડ છે સિક્વન્સ સ્ટાઇલ. જો તમે એવાં આઉટફિટ પહેરવા ઇચ્છતા હો જે દેખાવમાં સ્ટાઇલિશ લાગે અને પહેરવામાં બહુ હેવી પણ ન હોય તો સિક્વન્સની સ્ટાઇલ સારો વિકલ્પ સાબિત થાય છે. આ સ્ટાઇલમાં સાડીથી માંડીને પંજાબી તેમજ વેસ્ટર્ન આઉટફિટ મળે છે અને ફેશનેબલ વસ્ત્રો પહેરવાની શોખીન માનુનીઓને પોતાની પસંદગીનો વિકલ્પ મળે છે. આ સિક્વન્સ સ્ટાઇલ પહેરવાથી ગ્લેમરસ લુક મળે છે જેના કારણે મેકઅપ અને ફૂટવેરમાં વધારે મહેનત નથી કરવી પડતી. }સિક્વન્સ ગાઉન અને સાડી જો શોર્ટ ડ્રેસ પહેરવાનું પસંદ ન હોય અને એલિગન્ટ તેમજ ક્લાસી લુક જોઇતો હોય તો સિક્વન્સ ગાઉન અથવા તો સાડી પહેરી શકો છો. આ એકદમ અલગ લુક આપે છે અને કોઇ પણ વયની યુવતી અથવા તો મહિલા પર સારો લાગે છે. જોકે આ ડ્રેસિંગ કરતી વખતે એક્સેસરી અને મેકઅપ મિનિમમ હોય એ વાતનું ધ્યાન રાખો જેથી તમારો લુક બેલેન્સ થઇ શકે. }શોર્ટ ડ્રેસ લુક સિક્વન્સ સ્ટાઇલમાં શોર્ટ ડ્રેસ લુક સારો લાગે છે. જો યંગસ્ટર્સ મળીને લેટનાઇટ પાર્ટી કરવા ઇચ્છતા હો તો સિક્વન્સને શોર્ટ ડ્રેસ સ્ટાઇલમાં પહેરી શકો છો. આ ડ્રેસ પહેરતી વખતે મેકઅપ અને હેર સ્ટાઇલ પાછળ બહુ મહેનત ન કરો. જો તમે ઇચ્છો તો લુકને હાઇલાઇટ કરવા માટે હીલ્સ પહેરી શકો છો. જો તમે ઓલ સિક્વન્સ લુક ઇચ્છતા ન હો તો સિક્વન્સ ટોપ સાથે પ્લેન લોન્ગ સ્કર્ટ પહેરી શકો છો. આ સ્કર્ટ-ટોપ સાથે સ્ટાઇલિશ હેર સ્ટાઇલ ટ્રાય કરી શકો છો. }સિક્વન્સ જેકેટ સિક્વન્સ સ્ટાઇલ પહેરતી વખતે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જોઇએ. જો તમારે સિક્વન્સ ટોપ પહેરવું હોય તો એના પર ક્યારેય સિક્વન્સ જેકેટ્સ પહેરવું ન જોઇએ પણ જો તમે સાદું ટોપ અને જીન્સ પહેર્યું હોય તો એની પર સિક્વન્સ જેકેટ્સ ગ્લેમરસ લુક આપે છે. આ તમારી પર્સનાલિટીને તરત જ બદલી નાખશે. આ સિવાય લુકને હાઇલાઇટ કરવા માટે પ્લેન સફેદ ટોપ સાથે સિક્વન્સ સ્કર્ટ પહેરીને એની સાથે સિક્વન્સ જેકેટ ટીમ-અપ કરી શકાય. }યોગ્ય કલરની પસંદગી આઉટફિટ માટે સિક્વન્સ સ્ટાઇલની પસંદગી કરતી વખતે યોગ્ય રંગની પસંદગી બહુ જરૂરી છે. જો તમે બ્લેક ડ્રેસ પસંદ કર્યો હશે તો નાની-મોટી સમસ્યા નહીં દેખાય પણ આ સ્ટાઇલનાં ડ્રેસિંગ વખતે ફિટિંગ અને કટનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જ્યારે તમે ઓલ સિક્વન્સ સ્ટાઇલનો ડ્રેસ પસંદ કરો તો એ ધ્યાન રાખો કે એ સિંગલ કલર ડ્રેસ હોય કારણ કે મલ્ટિકલર સિક્વન્સ ડ્રેસ બહુ લાઇડ લાગે છે અને આંખને ખૂંચે છે. ઓલ સિક્વન્સ સ્ટાઇલ કરતા એવો ડ્રેસ પસંદ કરો જેમાં પોકેટ કે સ્લીવ્ઝ પર સિક્વન્સનો પેચ હોય. આ સ્ટાઇલ વધારે સારી લાગે છે. સિક્વન્સ ડ્રેસિંગની પસંદગી કરતી વખતે સિમ્પલ કટનો વિકલ્પ પસંદ કરવો જોઇએ કારણ કે એમાં વધારે પડતા સ્ટાઇલિશ કટ કે નેકલાઇનની જરૂર નથી પડતી. સિક્વન્સ સ્ટાઇલ બહુ જ ગ્લેમરસ છે એટલે એની સાથે વધારે પડતા પ્રયોગ ન કરવા જોઇએ. જોકે તમે સ્ટ્રેપલેસ ડ્રેસ, શિફ્ટ ડ્રેસ અથવા તો ટી-શર્ટ ડ્રેસ પસંદ કરી શકો છો. યુવતી જ્યારે સિક્વન્સ સ્ટાઇલનો ડ્રેસ પહેરે છે ત્યારે બધાની નજર તેની પર જ હોય છે. આ સંજોગોમાં ડ્રેસનાં ફિટિંગ સાથે સમાધાન કરવું ન જોઇએ. યોગ્ય ફિટિંગવાળો ડ્રેસ જ સારો લાગશે.

અન્ય સમાચારો પણ છે...