તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજાવટ:Coronavirusથી ઘર સુરક્ષિત રાખવું છે?

દિવ્યા દેસાઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસથી ઘરને બચાવવા માટે ઘરની સફાઇ પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમારો મોટાભાગનો સમય ઘરમાં જ પસાર થાય છે. જો તમે ઘરની સફાઇનું ધ્યાન નહીં રાખો તો વાયરસની સમસ્યા વધી શકે છે. Coronavirusથી ઘરને સુરક્ષિત રાખવા માટે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. Â કિચન : કિચન ઘરની મહત્ત્વની જગ્યા છે. અહીં સફાઇનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કિચનમાં બહારથી આવેલી દરેક વસ્તુઓને ખાસ સેનિટાઇઝ કરો. શાકભાજી, ફળ અને બીજી વસ્તુઓને પહેલા સેનિટાઇઝ કરો અને પછી જ એને કિચનમાં સ્થાન આપો. કિચનનું પ્લેટફોર્મ સાફ કરવા માટે ડિટર્જન્ટનાં મિશ્રણ અને બ્રશનો ઉપયોગ કરો. આ રીતે પ્લેટફોર્મ સારી રીતે સાફ કરવું જરૂરી છે. રસોઇનું કામ થઇ ગયા પછી સવારે અને સાંજે ડિટર્જન્ટથી સારી રીતે પ્લેટફોર્મ સાફ કરવું જોઇએ. શાકભાજી અને ફળોને સાફ કરવા માટે એપલ સિડર વિનેગરને ગરમ પાણીમાં નાખીને મિશ્રણ બનાવો અને એમાં અડધી ચમચી મીઠું નાખી લો. આનાથી શાકભાજી અને ફળ સારી રીતે સાફ કરો અને પછી જ એને ફ્રિજમાં સ્ટોર કરો. Â બાથરૂમ : કોરોના વાયરસને ઘરથી દૂર રાખવા માટે ઘરના દરેક ખૂણાની સારી રીતે સફાઇ કરવી જરૂરી છે. બાથરૂમને નિયમિત રીતે સારી રીતે સાફ કરો. જો કોઇ બહારની વ્યક્તિ તમારા ઘરે આવી હોય અને તેણે બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો એને પહેલા સારી રીતે સાફ કરો અને પછી જ એનો ઉપયોગ કરો. Â મંદિર : મંદિરની સારી રીતે સફાઇ કરવાનું બહુ જરૂરી છે. જો તમે પૂજા માટે બહારથી કોઇ સામાન લાવતા હોય તો એને સારી રીતે સાફ કરીને જ એનો ઉપયોગ કરો. પૂજાનો રૂમ સાફ કરવો બહુ જરૂરી છે. જો તમારા ઘરમાં નાનકડું મંદિર હોય તો પણ એને નિયમિત રીતે સાબુનાં પાણીથી સાફ કરવું જોઇએ. માટીના દીવાને સાફ કરવા માટે એને સાબુનાં ગરમ પાણીમાં થોડીવાર રાખીને પછી બ્રશથી સાફ કરી લો અને પછી એને આખી રીતે સૂકાવા દઇને ફરીથી વપરાશમાં લો. Â લિવિંગ રૂમ : લિવિંગ રૂમની સફાઇની ક્યારેય અવગણના ન કરો. સૌથી પહેલાં તો વધારાનો સામાન દૂર કરી દો કારણકે એમાં પછી ધૂળ જામવા લાગે છે અને ગંદકી ફેલાય છે. આ વાયરસથી બચવા માટે દરેક વસ્તુની સારી રીતે સફાઇ કરો. સ્વિચ બોર્ડની નિયમિત સફાઇ કરો કારણ કે દિવસમાં આપણે અનેકવાર એ જગ્યાએ હાથ લગાવતા હોઇએ છીએ. પડદાના રોડની, કબાટની ઉપરની જગ્યાની તેમજ સોફાની પાછળની જગ્યાની પણ સારી રીતે સફાઇ કરો. શો-પીસને ક્લિન કરો તેમજ કાર્પેટ અને દરવાજાઓનાં હેન્ડલને સાફ કરવાનું ન ભૂલો. ઘરમાં દિવસમાં એકવાર સારી રીતે પોતું કરો. આ માટે પાણીમાં થોડું મીઠું નાખીને પછી એ પાણીથી પોતું કરો. Â બેડરૂમ : બેડરૂમની સફાઇ રાખવી બહુ જરૂરી છે કારણ કે આપણે મોટાભાગનો સમય બેડરૂમમાં આરામ કરીને પસાર કરીએ છીએ. બેડશીટને નિયમિત રીતે ધોતા રહો. હંમેશા સ્વચ્છ બેડશીટ જ પાથરો અને ઓશિકાનાં કવર દર અઠવાડિયે બદલો. બહાર જઇને આવ્યા પછી પહેરેલાં કપડાંને બેડરૂમમાં રાખવાને બદલે તરત ધોવા માટે નાખી દો. બહાર પહેરવાના ચંપલ ક્યારેય બેડરૂમમાં ન રાખો. પડદાને સારી રીતે સાફ કરો. બેડરૂમમાં રાખેલી ફોટોફ્રેમ પરથી ધૂળ સાફ કરતા રહો. ટીવી અને એસીને સારી રીતે સાફ રાખો. ટીવી અને એસીનાં રિમોટને પણ નિયમિત રીતે સાફ કરતા રહો. Â ગેલરી અને આંગણું : ઘરની ગેલરી અને આંગણાની સારી રીતે સફાઇ કરો અને ત્યાં ખરાબ પાણી ભેગું ન થવા દો. એમાં મચ્છર થઇ શકે છે અને બીમારી ફેલાઇ શકે છે. અહીં રહેલો સામાન સારી રીતે સેનિટાઇઝ કરો અને આ વિસ્તારમાં કચરો ભેગો ન થવા દો. Â ડ્રેસિંગ ટેબલ : ડ્રેસિંગ ટેબલ પર નકામી વસ્તુઓ ભેગી ન થવા દો અને એને નિયમિત સમયાંતરે સાફ કરતા રહો. નકામા કપડાંને હૂંફાળાં પાણીમાં ડૂબાડીને એનાથી ડ્રેસિંગ ટેબલ પર રાખેલી વસ્તુઓને સાફ કરો.

ડાઇનિંગ ટેબલની યોગ્ય સફાઇ જરૂરી ડાઇનિંગ ટેબલની સફાઇ કરતી વખતે ધ્યાન રાખો કે એ ટેબલ પર જે ફળો રાખેલાં હોય એ સારી રીતે સેનિટાઇઝ કરેલાં હોય. ફળોને સારી રીતે સાફ કર્યા પછી ડાઇનિંગ ટેબલ પર રાખો. સવાર અને સાંજે ભોજન પછી સાબુનાં પાણીનું પોતું કરીને ડાઇનિંગ ટેબલ સાફ કરો જેથી એના પર કોઇ પ્રકારની ચીકણાશ ન રહે. ડાઇનિંગ ટેબલ ખરાબ ન થયા એ માટે ત્યાં ટેબલ-મેટ પાથરી રાખો અને નિયમિત રીતે એને સાફ કરતા રહો. જો ડાઇનિંગ ટેબલની યોગ્ય સફાઇ ન થાય તો ત્યાંથી વાસ આવવા લાગે છે.

અન્ય સમાચારો પણ છે...