હેલ્થફંડા:કોમેડિયન ભારતી સિંહની જેમ ઘણુંબધું વજન ઘટાડવું છે?

સ્નિગ્ધા શાહ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેને ‘પોર્શન કંટ્રોલ’થી વજન ઘટાડવામાં સારી એવી મદદ મળી હતી. ભારતીના આ નિવેદન પછી ‘પોર્શન કંટ્રોલ’ ચર્ચામાં છે. પોર્શન કંટ્રોલ વ્યક્તિને સમજી વિચારીને ભોજન કરતા શીખવે છે જેના કારણે ઇમોશનલ ઇટિંગથી બચી શકાય છે

ટી વી એક્ટ્રેસ ભારતી સિંહે હાલમાં સારું એ‌વું વજન ઘટાડ્યું છે. ભારતીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેને ‘પોર્શન કંટ્રોલ’થી વજન ઘટાડવામાં સારી એવી મદદ મળી હતી. ભારતીના આ નિવેદન પછી ‘પોર્શન કંટ્રોલ’ ચર્ચામાં છે કારણ કે ભારતીએ આ ટેક્નિકની મદદથી આશરે 15 કિલો જેટલું વજન ઉતાર્યું છે. ભારતીએ વજન ઉતારવા માટે વર્કઆઉટને બદલે ડાયટમાં ફેરફાર કરવાનો વિકલ્પ પસંદ કર્યો હરતો. શું છે ‘પોર્શન કંટ્રોલ’ ટેક્નિક? પોર્શન કંટ્રોલ ટેક્નિકમાં કોળિયાની સાઇઝ પર ધ્યાન રાખવું જોઇએ. જો માત્ર આ વાત પર જ ધ્યાન રાખવામાં આવે તો પણ ઘણો ફાયદો થાય છે. પોર્શન કંટ્રોલ કરવાનો મતલબ એ નથી કે ઓછું ભોજન કરવું અથવા તો ભૂખની અ‌વગણના કરીને ભોજન પર કંટ્રોલ કરવો. પોર્શન કંટ્રોલ એટલે ભૂખને બરાબર સમજવી અને જેટલી ભૂખ હોય એટલું જ ભોજન કરવું. ઘણી વખત લોકોને તેમને કેટલી ભૂખ લાગી છે એ વાતનો અહેસાસ જ તેમને નથી હોતો. આના કારણે તેમને ભૂખની સાચી લાગણી જ નથી અનુભવાતી. ‘પોર્શન કંટ્રોલ’ ટેક્નિકની મદદથી વ્યક્તિ પોતાની સાચી ભૂખને સમજીને એ પ્રમાણે જ ભોજન કરી શકે છે. ઇમોશનલ ઇટિંગથી બચાવે એક્સપર્ટનાં મંતવ્ય પ્રમાણે મોટાભાગના લોકો સાચી ભૂખ અને ઇમોશનલ હંગર વચ્ચેનો તફાવત નથી ખબર હોતો. જ્યારે પેટ ખાલી હોય અને એનર્જી લેવલ ઘટી રહ્યું હોય ત્યારે જે ભૂખ લાગે છે એ સાચી ભૂખ છે, પણ ઇમોશનલ હંગર અલગ જ હોય છે. જ્યારે વ્યક્તિ દુખી કે બોર હોય અથવા તો સુપર એક્સાઇડેટ હોય ત્યારે જો તેને કંઇકને કંઇક ખાવાનું મન થતું હોય તો આ ભૂખને ઇમોશનલ હંગર કહેવાય છે કારણ કે આ ભૂખ પાછળ લાગણીઓ કામ કરતી હોય છે. પોર્શન કંટ્રોલ વ્યક્તિને સમજી વિચારીને ભોજન કરતા શીખવે છે જેના કારણે ઇમોશનલ ઇટિંગથી બચી શકાય છે. ઘણી વ્યક્તિઓ ટીવી કે લેપટોપ જોતા જોતા ભોજન કરે છે પણ એ યોગ્ય નથી કારણ કે એનાથી તેમને પેટ ભરાયું છે કે નહીં એનો ખ્યાલ નથી આવતો. બેસીને અને શાંતિથી ધીરે ધીરે ભોજન કરવાથી વધારે પડતાં ભોજનથી બચી શકાય છે. પોર્શન કંટ્રોલ માટે જરૂરી ટિપ્સ Â જમવા માટે નાની પ્લેટનો ઉપયોગ કરો. મિડીયમ કે લાર્જ પ્લેટ પર ભોજનનું પ્રમાણ ઓછું જ લાગે છે અને વ્યક્તિ વધારે ભોજન કરવા માટે પ્રેરાય છે. નાની પ્લેટ પર ભોજન કરવાથી પૂરતું ભોજન લીધું હોવાની લાગણી થાય છે. Â આહારમાં રોટલી અને રાઇસ એમ બંને પ્રકારનાં કાર્બોહાઇડ્રેટનું સાથે સેવન ન કરો. તમારો ડાયટ પ્લાન સારી રીતે પ્લાન કરો. Â ભૂખ અને ભોજનનાં પ્રમાણ વચ્ચે તાલમેલ સાધો. દરેક આહાર લેતી વખતે એનું પ્રમાણ ધ્યાનમાં રાખો. Â ફૂડની પસંદગીમાં સિલેક્ટિવ રહો. જો તમારે સરખી કેલરી ધરાવતા સફરજનના ટુકડા અને ચોકલેટના ટુકડામાંથી એકની પસંદગી કરવી હોય તો સફરજનની જ કરો કારણ કે એ હેલ્થ માટે વધારો સારો વિકલ્પ છે. Â જો તમને બાળકોનું વધેલું ભોજન ખાઇ જવાની આદત હોય તો આ આદત તરત જ છોડી દો. Â એક વખત ભોજન કરી લીધા પછી ફરીથી કંઇ ખાવાની ઇચ્છા થાય તો તરત કંઇ ખાઇ લેવાના બદલે 20 મિનિટ જેટલા સમય માટે રાહ જુઓ અને પછી નક્કી કરો કે ખરેખર ભૂખ લાગી છે કે નહીં? Â આ રીતે એક વખત ભોજન કરવાની આદત પડી જશે પછી તમે ઇચ્છશો તો પણ ભૂખ કરતા વધારે ભોજન નહીં કરી શકો. આ રીતે તમને વજન ઘટાડવામાં સારી એવી મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...