પહેલું સુખ તે...:જમ્યા પછી ચાલવાના છે અઢળક લાભ

2 મહિનો પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

મિત્રો અને પરિવાર સાથે તૃપ્ત કરી દે એવું ભોજન માણ્યા પછી જો તમારી અંદરનો અવાજ એવું કહે કે જમ્યા પછી થોડું વોકિંગ કરવું જોઇએ તો તમારે એ અવાજને સાંભળવો જોઇએ. જમ્યા પછી વોકિંગ કરવાથી સામાજિક જોડાણ તો મજબૂત બને જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થાય છે. જમ્યા પછી વોકિંગ કરવાથી ભોજનને ફિનિશિંગ ટચ મળે છે અને એના કારણે ભોજનનું સારી રીતે પાચન થાય છે તેમજ બ્લડ શુગર મેનેજમેન્ટ કરી શકાય છે. પાચન સુધારે જમ્યા પછી વોકિંગ કરવાની આંતરિક ઇચ્છા એ હકીકતમાં ‘ગટ ફીલિંગ’ છે. જમ્યા પછી હલન-ચલન કરવાથી ભોજનનું પાચન સારી રીતે થઇ શકે છે. ફિઝિકલ એક્ટિવિટી કરવાથી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS)ના લક્ષણોમાં પણ રાહત મળે છે. બ્લડ શુગર લેવલ ઘટાડે જે વ્યક્તિઓને ડાયાબિટીસ કે પછી બ્લડ શુગર લેવલની સમસ્યા સતાવતી હોય તો એ વ્યક્તિ જમ્યા પછી વોકિંગ કરે તો તેમને આ સમસ્યામાં રાહત મળે છે. જમ્યા પછી ચાલવાથી બ્લડ ગ્લુકોઝ લેવલને જાળવવામાં મદદ મળે છે. બ્લડ પ્રેશર જાળવવામાં મદદરૂપ તમે સાંભળ્યું હશે કે વોકિંગ બ્લેડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે, પણ જો એ યોગ્ય સમયે કરવામાં આવે તો વધારે મદદ મળે છે. એક જ સમયે લાંબા સમય સુધી વોકિંગ કરવા કરતાં દરેક ભોજન પછી થોડો થોડો સમય વોકિંગ કરવાથી હાઇપરટેન્શનની સમસ્યા વધારે ઝડપથી અને સારી રીતે દૂર થાય છે. જમ્યા પછી વોકિંગ કરવાથી લાઇટ એક્સરસાઇઝનો વધારે સારો ફાયદો મળે છે. હૃદયરોગનું જોખમ ઘટાડે જમ્યા પછી વોકિંગ કરવાથી બ્લડ પ્રેશરનું જોખમ તો ઘટે જ છે પણ સાતે સાથે હૃદયરોગ થવાના જોખમમાં પણ ઘટાડો થાય છે. જે વ્યક્તિ પોતાના બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે તેમને કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝ કે પછી સ્ટ્રોકની સમસ્યા થાય એની શક્યતા એકદમ ઘટી જાય છે. બ્લોટિંગ ઓછું કરે પ્રસંગોપાત કરવામાં આવતા ઓ‌વરઇટિંગથી, ફૂડ સેન્સિટિવિટીથી અથવા તો ઇરેટિબલ બોવેલ સિન્ડ્રોમને કારણે ઘણી વખત બ્લોટિંગની સમસ્યા સર્જાતી હોય છે. આ સમયે ભોજન પછી વોકિંગ કરવાથી પેટને બહાર નીકળતું અટકાવી શકાય છે. જો ભોજન કર્યા પછી તમને અસહજતા અનુભવાતી હોય તો વોકિંગ એ ઝડપી અને સાઇડ ઇફેક્ટ ફ્રી ટ્રીટમેન્ટ સાબિત થાય છે. વજન કાબૂમાં રાખે છે વેઇટ લોસ માટે વોકિંગ સારામાં સારી એક્સરસાઇઝ સાબિત થાય છે. વોકિંગ સાથે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ તેમજ કાર્ડિયોવસ્ક્યુલર એક્ટિવિટીનું કોમ્બિનેશન સારામાં સારું પરિણામ આપે છે. વોકિંગ કરવાથી સ્ટ્રેસ ઘટે છે અને તે વ્યક્તિને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. વોકિંગ કરવાથી વધારાની કેલરીનું દહન થાય છે અને આકરી એક્સરસાઇઝ પછી જો શરીરને નુકસાન થયું હોય તો રિકવરીમાં પણ મદદ મળે છે. વોકિંગ એ સારામાં સારી સ્ટ્રેસ રિડ્યુસર એક્ટિવિટી છે જે વજનને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. એને નિયમિત કરવાથી ચોક્કસ ફાયદો થાય છે. ધ્યાનમાં રાખવાના મુદ્દા જમ્યા પછી તરત વોકિંગ કરવાનું બધા માટે યોગ્ય સાબિત નથી થતું. ભરપેટ જમીને તરત ચાલવાથી ઘણી વ્યક્તિઓને શારીરિક સમસ્યાઓને સામનો પડે છે. જે વ્યક્તિઓને એસિડ રિફ્લક્સને કારણે એસિડિટીની સમસ્યા સતાવતી હોય તેમણે ભોજન પછી કરવામાં આવતી એક્સરસાઇઝની તીવ્રતા તેમજ ટાઇમિંગ વિશે થોડું સજાગ રહેવું જોઇએ. આવી જ રીતે જમ્યા પછી બહુ ઝડપથી એક્ટિવ થઇ જવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ પણ થઇ શકે છે અને વ્યક્તિને ઉબકા આવવા તેમજ પેટમાં દુખાવો થવો જેવા લક્ષણોનો અનુભવ થઇ શકે છે. જો તમને જમ્યા પછી ચાલવાથી આવી કોઇ સમસ્યા થઇ રહી હોય તો થોડો બ્રેક લો અને આ મુદ્દે ડોક્ટર સાથે ચર્ચા કરીને જ નિર્ણય લો. જો વ્યક્તિને વોક કે વર્કઆઉટ નહીં કરવા હો તો રોજ એને ઢગલાબંધ બહાનાં મળી રહેશે. તમે તમારા એક્સરસાઇઝ શેડ્યુલની નોંધ રાખો અથવા તો ફિટનેસ એપની મદદ લો જેથી તમે તમારા એક્સરસાઇઝ શેડ્યુલ પર નજર રાખી શકો અને દરેક અઠવાડિયાના અંતે એને રિવ્યુ કરીને તમે ખરેખર કેટલી એક્સરસાઇઝ કરી છે એની માહિતી મેળવી શકો છો. આ પરિણામને આધારે તમારી સકારાત્મક બાજુ પર વધારે ધ્યાન રાખો અને તમારા ગોલ સુધી પહોંચવામાં અવરોધ સર્જતા પરિબળોને જીવનમાંથી દૂર કરવા પ્રયાસ કરો. નાનાં-નાનાં પરિવર્તનમાં જીવનને બદલી નાખવાની મોટી શક્તિ છે એ વાતની અવગણના ન કરો. જો તમે તમારા રૂટિનમાં સ્વસ્થ આદતોનો સમાવેશ કરવા ઇચ્છતા હો તો વોકિંગનો રોજબરોજની જીવનશૈલીમાં સમાવેશ કરો. આ હળવી એક્ટિવિટી હૃદય, બ્લડ શુગર તેમજ પાચન તંત્ર માટે ફાયદાકારક છે. જો જમ્યા પછી વોકિંગ કરવાથી તબિયતને નુકસાન થશે તો એવી કોઇ આશંકા હોય તો આ મુદ્દાની પહેલાં તમારા ડોક્ટર સાથે ચર્ચા કરો અને એમની પરવાનગી મળે એ પછી જ ભોજન પછી વોકિંગ કરવાની આદતનો દિનચર્યામાં સમાવેશ કરો. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...