જોતમે ઇચ્છતા હો કે તમારું સંતાન સમજદાર બને તો એ માટે પેરેન્ટ્સ તરીકે તમારે તમારી જીવનશૈલી અને વર્તનનું સતર્ક રહીને ઘડતર કરવું પડે છે કારણ કે સંતા હંમેશાં માતા-પિતાની સલાહનું નહીં પણ વાણી અને વર્તનનું અનુકરણ કરતું હોય છે. હાલના આધુનિક સમયમાં બાળકના વ્યક્તિત્વ વિકાસ પર માતા-પિતાની ઉછેર શૈલીની અસરો જોવા મળી રહી છે અને આ કારણે માતા-પિતાએ તેમનાં અભિગમમાં થોડી કાળજી રાખવી જરૂરી બને છે. માતાનો ફાળો મહત્ત્વનો બાળઉછેરમાં માતા અને પિતા બંનેનો ફાળો અગત્યનો છે પણ માતાનો રોલ વધારે અગત્યનો ગણી શકાય કારણ કે બાળક મહત્તમ સમય માતા સાથે પસાર કરતું હોય છે. આ કારણે જ માતાનાં વ્યક્તિત્વનો બાળક પર વધારે પ્રભાવ પડે છે. બાળકના સંતુલિત વિકાસ માટે કડક વલણ અને હૂંફ બંનેની જરૂર પડે છે. કડક દૃષ્ટિકોણ બાળકને સ્વયં શિસ્ત શીખવે છે, અને બીજી તરફ નરમ દૃષ્ટિકોણ સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવે છે. બાળકના સ્વસ્થ વિકાસ માટે કડકાઇ અને હૂંફ બંને જરૂરી છે. નાની વાતોમાં બેદરકારી પેરેન્ટ્સે યોગ્ય બાળઉછેર માટે નાની નાની બેદરકારીથી બચવું જોઇએ. ઉદાહરણ તરીકે જોઇએ તો નાના બાળકને જમે નહિ એટલે મોબાઈલ હાથમાં પકડાવી દેવો એ આ પ્રકારની બેદરકારી જ ગણાય. માતા-પિતા પોતાની જવાબદારી દૂર ભાગે છે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. તેઓ એમ માનતાં હોય છે કે બાળકને જેમ કરવું હોય એમ કરવા દેવું જોઇએ. જોકે આવા અભિગમને કારણે બાળક અવિશ્વાસ અને આત્મવિશ્વાસની લાગણી અનુભવે છે. તે ઝડપથી કોઇનો વિશ્વાસ નથી કરી શકતું. આસપાસનું વાતાવરણ બાળકની આસપાસ જ્યારે પણ ભય કે મહામારીનું વાતાવરણ સર્જાય ત્યારે બાળકનાં કુમળાં મન પર તેની અસર થતી હોય છે. આ સમયે ઘરના લોકોએ આ મુદ્દાની વાત જ ન કરવી જોઇએ. આ સિવાય મૃત્યુ કે બીમારીની વાતોથી બાળકને દૂર રાખવું, ગંભીર બાબતો પણ ખૂબ સરળ રીતે અને શાંતિથી સમજાવવી તેમજ ઘરમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તેની અસર બાળક પર ન થાય ધ્યાન રાખવું. દરેક બાળક ઘરના વડીલો ખાસ કરીને માતા-પિતાને જોઈ, તેમનું વર્તન જોઈ નિરીક્ષણ કરી શીખતાં હોય છે. જો માતા-પિતા ઘરમાં અપશબ્દો કે અયોગ્ય વર્તન કરશે તો બાળક એ પણ શીખવાનું છે. એટલે બાળક સામે ખૂબ ધ્યાનપૂર્વક વર્તન કરવું. પેરેન્ટ્સે ધ્યાનમાં રાખવાના મુદ્દા Â બાળકનો ઉછેર કરતી વખતે વધારે કડક કે પછી વધારે સોફ્ટ વર્તન ન કરવું Â ઘરના કોઈ નિર્ણય લેતી વખતે બાળકને પણ એમાં સકારાત્મક રીતે ભાગીદાર બનાવો Â બાળક સામે શબ્દો બોલતી વખતે ખૂબ કાળજી રાખવી. તેઓ પર એની ઊંડી અસર થાય છે. Â બાળકને મોબાઈલ આપી જવાબદારી મુક્ત ન થાઓ. આ બેદરકારીભર્યું વલણ છે. Â બાળક સામે વ્યસન ટાળવું. આનાથી તેમના પર ખોટી અસર પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.