તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે વસંત પંચમી છે, બે દિવસ પહેલા વેલેન્ટાઈન ડે હતો. બંને દિવસનો લઘુતમ સાધારણ અવયવ એટલે પ્રેમ દિવસ. મનોવિજ્ઞાનીઓ એની પાછળ વર્ષોના રીસર્ચ કરે ને ‘પ્રેમ એટલે?’ના ઉત્તર હજારો મળે . પૌરાણિક ગ્રંથો અને શાસ્ત્રોમાં વસંત ઉત્સવ માટે ઘણી કથાઓ લખાઈ છે. સૃષ્ટિની નવચેતના ઉજાગર કરતા વસંતઋતુનો પ્રથમ દિવસ એટલે વસંત પંચમી. પ્રકૃતિ સાથે જોડાયેલ આ તહેવારને વૈવાહિક સંબંધ માટે વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે.આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરી અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે.ભગવાન શિવનું તપ તોડાવવા નીકળેલ કામદેવે વસંતઋતુનો સાથે લેવાનો પ્રયત્ન કર્યો।. પાંડુ રાજા અને માદ્રીની પ્રેમથી ભરપૂર ગણાતી ને છતાં સૌથી નબળી પુરવાર થયેલી પળ પણ વસંતઋતુ દરમ્યાન આવી એમ કહેવાય છે. વસંતપંચમી અને વિજાતીય પ્રેમ(રોમેન્ટિક લવ )ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન એ આવે કે કોઈ વ્યક્તિ ગમે એના કારણ શું હોઈ શકે? કોઈ એક વ્યક્તિ ગમવા પાછળ ઘણા કારણો હોય છે. કદાચ સમય અને સાયુજ્ય સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે વ્યક્તિ આપણી અંદર તેની માટે થોડું ઘણું રહસ્ય ઉભું કરી શકે તેના પ્રેમમાં પડવાની શક્યતા વધી જાય છે. કુતુહલ અને રહસ્ય આપણા મગજમાં ડોપામાઈનનો સ્ત્રાવ વધારે છે, આકર્ષણ ઊભું કરે છે.બાળપણથી આપણા મનમાં અમુક છબી અને તેના લક્ષણો અંકાઈ જતા હોય છે અને જયારે એવી સમાનતા ધરાવતાં લક્ષણોવાળી વ્યક્તિ જોવા મળે ત્યારે મગજને જાણીતું લાગે છે,પોતાની નજીક લાગે છે. પ્રેમીમાં અથવા પતિમાં પોતાના પિતાની છબી જોવા માંગતી યુવતી તમે જોઈ હશે. આ પ્રેમ એક માત્ર કોઈ સંવેદન નથી પણ મગજની પ્રક્રિયાથી નીપજતી મનની જરૂરિયાત છે. આ ઈચ્છા કામેચ્છા કરતાં પણ બળકટ છે. ભૂખ અને તરસની જેમ સેક્સ ડ્રાઇવ મગજ અને શરીરનું એક સત્ય છે. એક વ્યક્તિ સાથે લાંબા સમય સુધીનું જોડાણ એ પ્રેમની પ્રક્રિયા છે જેમાં માત્ર સંવેદના અને સેક્સ નહિ પણ સહજીવનની વાત છે. એમાં રીપ્રોડક્શન અને રંગસૂત્રોની વાત છે અને એ જ લગ્નસંસ્થાનું મૂળ છે. એક વિચારશીલ અને સંવેદનશીલ પ્રાણી હોવાને નાતે આપણે માણસે એક સાવ સાહજિક અને સીધી સાદી પ્રકૃતિગત ઘટનાને પ્રેમનું નામ આપ્યું છે, દિલની ધડકન તેજ કરનાર, રૂવાંડા ઉભા કરનાર, ઉત્તર-દક્ષિણ-પૂર્વ પચ્છિમ-આકાશ-પાતાળ સર્વત્ર જે એક ચહેરો દેખાય એ મન-મગજની જુગલબંદી છે. સદીઓથી આદર્શ પ્રેમની વ્યાખ્યા પોતાનો આકાર બદલે છે. કોઈ માટે ફૂલ પાંદડી જેવા હોઠ, દાડમના દાણા જેવી દંતપંક્તિ પ્રેમ છે તો કોઈ માટે અગાધ સમજણનો અહેસાસ પ્રેમ છે. પ્રેમની કોઈ વ્યાખ્યા નથી છતા ઘણા અર્થો છે. meghanajoshi74@gmail.com
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.