એક્સેસરીઝ:ઉત્તરાયણની ઓલટાઇમ હિટ એક્સેસરીઝ

એક મહિનો પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક

ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ઉત્સવપ્રેમી યુવતીઓ સજીધજીને સવારથી ધાબે પહોંચી જતી હોય છે. તેઓ આખો દિવસ અવનવી રંગીન પતંગો ઉડાવવામાં અને મિત્રો-પરિવારજનો સાથે સમય પસાર કરવામાં ધાબે જ ગાળે છે. જોકે પવન અને તડકામાં આખો દિવસ સુધી ધાબામાં ટકીને રહેવું સહેલું નથી. જોકે આ સમયે માનુનીઓની મદદે આવે છે અવનવી એક્સેસરી. આ એક્સેસરીમાં ફેશનેબલ હેટ અને સ્ટાઇલિશ ગોગલ્સ ઓલટાઇમ ફેવરિટ છે. આ એવી એક્સેસરી છે જેની દર વર્ષે જરૂર પડે છે અને આ કારણે એમાં દર વર્ષે અવનવી ડિઝાઇન અને ફેશન આવતી હોય છે. } ફેશનેબલ ટોપી અને હેટ ફેશનેબલ ટોપી અને હેટ ગ્લેમરમાં વધારો કરવાની સાથે સાથે માથા અને વાળને તડકાથી રક્ષણ પણ આપે છે. હાલમાં યુવતીઓમાં સન હેટ, ફેડોરા, કાઉબોય હેડ, પનામા હેટ, બેઝબોલ કેપ, બોટર હેટ, બકેટ હેટ, બોની હેટ, વિસોર હેટ અને ન્યૂસબોય કેપ જેવી સ્ટાઇલ પતંગ ચગાવતી વખતે પહેરવા માટે બહુ લોકપ્રિય બની છે. આ તમામ સ્ટાઇલમાં ટોપી અથવા તો હેટ આખા ચહેરાને આવરી લે છે અને આના કારણે તડકો હોય તો પણ આંખ અંજાઇ નથી જતી અને સરળતાથી પતંગને ચગાવી શકાય છે. આ સિવાય હાલમાં હેન્ડપેઇન્ટિંગ કરેલી હેટ્સ પણ બહુ લોકપ્રિય બની છે. } સ્ટાઇલિશ ગોગલ્સ ઉત્તરાયણ ઉજવવા માટે બીજી ‘મસ્ટ એક્સેસરી’ છે ગોગલ્સ. ગોગલ્સનું કામ આમ તો પવન અને તડકાથી આંખનું રક્ષણ કરવાનું છે. જોકે ફેશનપરસ્ત યુવતીઓએ એની પસંદગીમાં પણ ફેશન અને ટ્રેન્ડને વધારે મહત્ત્વ આપે છે. હાલમાં માર્કેટમાં અવનવા સ્ટાઇલના અને શેપના ગોગલ્સ મળે છે. યુવતીઓ પોતાના ચહેરાના આકારને ધ્યાનમાં લઇને એની પસંદગી કરી શકે છે. જોકે ક્યારેય કોઇ સેલિબ્રિટીની નકલ કરીને એના જેવા સસ્તા ગોગલ્સ ખરીદવાનો પ્રયાસ ન કરવો જોઇએ કારણ એનાથી આંખોને નુકસાન થાય છે અને સસ્તા ગ્લાસથી દૃષ્ટિક્ષમતા બગડે છે.

અન્ય સમાચારો પણ છે...