જોબન છલકે:મેળ વગરનો મનમેળ...!

21 દિવસ પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

હું અને નિશાંત...એકમેકથી સાવ જ અલગ પણ આમ છતાં બે વર્ષના લગ્નજીવન પછી એકમેકમાં ઓતપ્રોત. આજે મારી અને નિશાંતની બીજી મેરેજ એનિવર્સરી હતી અને આ દિવસના સેલિબ્રેશન માટે નિશાંતે ફાઇવસ્ટાર હોટેલમાં પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં તેના ઓફિસના તમામ મિત્રો આવ્યા હતા અને અહીં મારી મુલાકાત થઇ રાજ સાથે. રાજ મારા પતિનો બોસ અને મારો એક્સ બોયફ્રેન્ડ. રાજ પણ મને જોઇને પહેલાં તો ચોંકી ગયો પણ પછી નિશાંતની ગેરહાજરીમાં બીજા દિવસે સાથે લંચ લેવાનો પ્રસ્તાવ મૂકતો ગયો. આ સાથે જ તેણે મને ધમકી આપી છે કે જો હું લંચ માટે નહીં જાઉં તો તે રાજને અમારા ભૂતકાળ વિશે બધું જ જણાવી દેશે. નિશાંતના આ પ્રસ્તાવને કારણે અત્યારે રાતના બે વાગ્યે પણ મારી આંખોમાંથી નીંદર હરામ થઇ ગઇ છે અને મન ભૂતકાળની ગલીઓમાં પહોંચી ગયું છે. હું અને રાજ કોલેજમાં સાથે ભણતાં હતાં અને સેકન્ડ યરથી જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. કોલેજલાઇફ દરમિયાન અમે બહુ ધમાલમસ્તી કરી. આખરે થર્ડ યરની પરીક્ષા પછી કોલેજના મિત્રોએ ટ્રેકિંગ માટે જવાનો પ્લાન કર્યો. જૂનનો એ મહિનો પણ એ વર્ષે ચોમાસું વહેલું શરૂ થઇ ગયું હતું. અમે ગ્રુપ સાથે ટ્રેકિંગમાં ગયા હતા અને મોસમનો પહેલો વરસાદ વરસ્યો. ટ્રેકિંગની એ સાંજે મેહુલો પણ મન મૂકીને વરસ્યો અને અમે મન ભરીને ભીંજાયા. વરસાદે અમારી લાગણીઓને ઉશ્કેરી દીધી પણ મને મારી મર્યાદા ખબર હતી એટલે મેં મારી જાત પર સંયમ રાખ્યો અને રાજને પણ મર્યાદામાં રહેવા જણાવી દીધું, પણ રાજના મનમાં બીજા જ વિચારો ચાલતા હતા. ટ્રેકિંગ પરતી બેઝકેમ્પ પર આવીને હું ભીનું ટી-શર્ટ અને શોર્ટસ બદલવા હું ગર્લ્સ વોશરૂમ તરફ જવા લાગી તો એક અંધારિયા વળાંકે રાજે મને રોકી અને મેને કહે, મારાથી શું પરદો! આપણને તો એકબીજાને માણવાનો હક છે! આટલું કહીને તેણે ત્યાં જ પોતાનું ભીનું શર્ટ કાઢી નાખ્યું અને હું તેને જોઇ રહી. જોકે એકાએક મને ખ્યાલ આવ્યો કે રાજ મને અજબપણે નિહાળી રહ્યો છે! મારા ઉરજો આડે હાથ ધરતા મેં તેને ખખડાવ્યો કે આ શું જુએ છે તું! તે ઊંડો શ્વાસ લઇને નિકટ આવ્યો અને ધડાકો કર્યો કે આજે વસ્ત્રોનાં આવરણ હટાવીને તને જોવી છે. આટલું કહી આવેશમાં આવી બ્રાનું હૂક તોડી બાકીનાં વસ્ત્રો સરકાવી તેણે પાગલની જેમ મને ભીંસી દીધી અને બોલી ઉઠ્યો કે માય ગોડ, આરોહી, યુ આર સિમ્પલી બ્યૂટીફુલ! મેં ધારેલું એના કરતાં તું ક્યાંય વધુ ખૂબસૂરત છે! એનું આ રૂપ મારા માટે નવું હતું, શોકિંગ હતું...પણ મારા અંગો પરની એની ભીંસ, આવેગભર્યા ચુંબનો મને મદહોશ કરતા ગયા. જોકે એક નબળી ક્ષણ પછી હું તરત સચેત થઇ ગઇ અને મેં તેને ધક્કો મારી દીધો. મેં હળવાશથી જ ધક્કો મારેલો પણ રાજ અત્યંત ઉત્તેજિત અવસ્થા હોવાથી તે સંતુલન જાળવી ન શક્યો અને નીચે પડી ગયો. જોકે રાજને મારેલો એ ધક્કો અમારી રિલેશનશિપ માટે બહુ ઘાતક પુરવાર થયો. રાજને મારા આ પ્રતિભાવથી બહુ ખરાબ લાગ્યું અને તેની તમામ ઉત્તેજના પર પાણી ફરી વળ્યું. રાજને આ વાતથી બહુ ગુસ્સો અને તેણે મારી સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું. મને એમ લાગ્યું કે રાજ મારી લાગણીને સમજશે અને સમયની સાથે એનો ગુસ્સો પણ ઉતરી જશે. અમારી આ ખેંચતાણમાં આખો કેમ્પ પૂરો થઇ ગયો અને અમે પાછા અમદાવાદ આવી ગયા. અમદાવાદ આ‌વ્યા પછી પણ કોલેજ તો પૂરી થઇ ગઇ હોવાના કારણે કોલેજમાં તો મળવાનો પ્રશ્ન જ ઊભો નહોતો થતો અને તેણે મારો નંબર બ્લોક કરી દીધો હતો. આજ સ્થિતિમાં દિવસો પસાર થતા ગયા અને એક વર્ષ થઇ ગયું. હું અંતે રાજને મળવા તેના ઘરે ગઇ તો વોચમેને મને બહારથી જ કહી દીધું કે રાજ તો છ મહિના પહેલાં જ આગળ ભણવા માટે અમેરિકા જતો રહ્યો છે. આખરે હું ઘરમાંથી કરવામાં આવતા લગ્નના દબાણ સામે ટકી ન શકી અને મારા જીવનમાં પ્રવેશ થયો નિશાંતનો... નિશાંત મારા કરતા ચાર વર્ષ મોટા હતા અને અત્યંત ઠરેલ હતા. તેમનો સ્વભાવ રાજ કરતા સાવ અલગ હતો. મારા અને નિશાંતના લગ્ન થયા ત્યારે હું તેમની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે માનસિક રીતે બિલકુલ તૈયાર નહોતી. આ સંજોગોમાં નિશાંતે કોઇ પણ સવાલ કર્યા વગર મને સેટલ થવા માટે પૂરતો સમય આવ્યો અને આજે તો બે વર્ષ પછી હું જ્યારે તેના રંગમાં રંગાઇ ગઇ છું ત્યારે રાજે ફરીથી મારા જીવનમાં ઝંઝાવાત સર્જી દીધો છે ત્યારે હવે મારે શું કરવું એ સવાલ મને રાતના બે વાગે પણ સતાવી રહ્યો છે. આખરે મેં મન મક્કમ કરીને મહત્ત્વનો નિર્ણય લઇ જ લીધો. બીજા દિવસે મેં નિશાંતને મારા જીવનનો ભૂતકાળ કહીને નિશાંતની પ્રપોઝલ વિશે જણાવ્યું ત્યારે નિશાંતે બહુ કળપૂર્વક પોતાની ટ્રાન્સફર કંપનીની બીજી બ્રાન્ચમાં કરાવી લીધી અને આખા પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકાવી દીધું. નિશાંતના ઠરેલપણાને કારણે આજે અમે કોઇ પણ ધમકીથી ડર્યા વગર ગૃહસ્થજીવન માણી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...