એક્સેસરીઝ:આકર્ષક રિસ્ટ-વોચની અનોખી દુનિયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આસ્થા અંતાણી

ઝડપથી બદલાતી ફેશનની દુનિયામાં રિસ્ટ-વોચ એક મહત્ત્વની એક્સેસરી સાબિત થાય છે. તે હવે માનુની માટે સ્ટેટસ અને સ્ટાઇલ સિમ્બોલ બની ગઇ છે. હાલમાં રિસ્ટ-વોચ ફેશનપરસ્ત યુવતીઓની ફેવરિટ ફેશન એક્સેસરી બની ગઇ છે. કેટલીક યુવતીઓને બ્રાન્ડેડ વોચ પસંદ પડે છે તો કોઇને સ્ટાઇલિશ ઘડિયાળ. હાલમાં માનુનીઓના ડ્રેસને મેચ થતી ઘડિયાળ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. માર્કેટમાં અનેક સ્ટાઇલની વોચ ઉપલબ્ધ છે. આ ઘડિયાળની પસંદગી પ્રસંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

  • મેપ વોચ : મેપ વોચ એના અનોખા ડાયલને કારણે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ સ્ટાઇલની ઘડિયાળ પહેરીને યુવતી બોલ્ડ અને રફ લુક મેળવીને સાહસિક વ્યક્તિત્વની ઝલક દેખાડી શકે છે. મેપ વોચ સાથે પસંદગીનું બ્રેસલેટ પહેરીને ઇચ્છો તો બોહો લુક મેળવી શકો છો અને ઇચ્છો તો એલિગન્ટ સ્ટાઇલ અપનાવી શકો છો. કોલેજ ગોઇંગ યુવતીઓમાં આ સ્ટાઇલ બહુ લોકપ્રિય છે.
  • બોયફ્રેન્ડ વોચ : બિગ, ચંકી અને ઓવરસાઇઝ ‘બોયફ્રેન્ડ’ વોચ મહિલાને બોલ્ડ લુક આપે છે. આવી ઘડિયાળ પહેરવાથી કોન્ફિડન્સની સાથે ક્લાસી લુક મળે છે.
  • બ્રેસલેટ વોચ : આ પ્રકારની વોચ પહેરવાથી જાણે બ્રેસલેટ પહેર્યું હોય એમ લાગે છે. આ સ્ટાઇલની ઘડિયાળ દરેક રેન્જમાં મળે છે. બ્રાન્ડેડ વોચ પહેરવાની શોખીન મહિલાઓને દરેક બ્રાન્ડમાં આ સ્ટાઇલના વિકલ્પ મળી રહે છે.
  • ફ્લોરલ વોચ : સતત નવું અને અલગ પહેરવાની શોખીન યુવતીઓ માટે ફ્લોરલ વોચ ફ‌ેવરિટ બની છે. ફ્લોરલ પ્રિન્ટના આઉટફિટ સાથે આ સ્ટાઇલની વોચનું કોમ્બિનેશન ‌યુવતીને ફૂલ જેવા કોમળ વ્યક્તિત્વનો અહેસાસ કરાવે છે.
  • રેપઅરાઉન્ડ વોચ : રેપઅરાઉન્ડ સ્ટાઇલની વોચમાં ઘડિયાળનો પટ્ટો સામાન્ય સ્ટાઇલ કરતાં વધારે મોટો હોય છે. એને કાંડા પર ખાસ રીતે વીંટાળવામાં આવે છે અને લેયર્ડ લુક મળે છે.
  • રોઝ ગોલ્ડ વોચ : રોઝ ગોલ્ડ જ્વેલરી અને ફેશનવોચની દુનિયામાં હોટેસ્ટ ટ્રેન્ડ છે. આ ટોનની ઘડિયાળ દરેક ટ્રેડિશનલ આઉટફિટ સાથે મેચ થઇ જાય છે.
અન્ય સમાચારો પણ છે...