સંબંધનાં ફૂલ:કામની અદલાબદલી કરી જુઓ...

15 દિવસ પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક

ઘરમાં જે ભોજન બનાવે છે તેને પોતાનું કામ સૌથી મુશ્કેલ લાગે છે તો ઘરની સફાઇ કરનારને તેનું કામ અઘરું લાગે છે. સામાન્ય રીતે નોકરીમાં એવું હોય છે કે દરેક કર્મચારીની જવાબદારી વારંવાર બદલવામાં આવે છે જેના કારણે તેને નવું નવું કામ શીખવાની તક મળે છે. આવી જ સ્ટ્રેટેજી ઘરમાં પણ અપનાવી શકાય છે. જો કોઇ વ્યક્તિ રસોઇ બનાવવાનું કામ કરતી હોય તો બીજી વ્યક્તિને પ્લેટફોર્મ વગેરે સાફ કરવાનું કામ સોંપી શકાય છે. બે-ત્રણ વખત પ્લેટફોર્મ ઘસીને સાફ કરવામાં કેટલો શ્રમ પડે છે એનો અંદાજ આ કામ કરીને જ આવી શકે છે. અઠવાડિયામાં બે વખત વાસણ લુછીને ગોઠવવાનું કામ પતિ અને બાળકોને સોંપી શકાય છે. જો તેઓ આ કામ કરશે તો જ તેમને સાફ અને કોરા ટિફિનનું મહત્ત્વ સમજાશે. આ રીતે એને તમારા કામની કદર થશે. આ સિવાય જમ્યા પછી ટેબલ સાફ કરવાની જવાબદારી પણ અંદરોઅંદર વહેંચી લેવી જોઇએ. આ રીતે જ વધેલા ભોજનને નાના વાસણમાં કાઢી લેવાનું કામ પણ વહેંચી લેવું જોઇએ. ગૃહિણીઓએ પણ અઠવાડિયામાં એક વખત વાહનની સફાઇનો અનુભવ લેવો જોઇએ.મેટ્સ ઝાપટીને કાચને ચમકાવાની મહેનતનો અનુભવ પણ લેવો જોઇએ. જોકે એવા કેટલાક નિયમો હોવા જોઇએ જે બધા પર લાગુ પડતા હોય જેમકે દરેક વ્યક્તિ પોતાનું બિછાનું સરખું કરીને જ રૂમની બહાર નીકળે, બાથરૂમમાં સ્થાન કર્યા પછી શેમ્પૂ તેમજ બીજી બોટલ્સ સારી રીતે બંધ કરીને ગોઠવીને રાખવી જોઇએ. ગંદા કપડાંને યોગ્ય જગ્યા પર રાખવાની જવાબદારી સમજવી જોઇએ અને ધોયેલાં કપડાંને સૂકવવાની જવાબદારી લેવી જોઇએ. જમીને દરેક વ્યક્તિએ પોતાના વાસણ સાફ કરવા માટે મૂકી દેવા જોઇએ, વાંચ્યા પછી પુસ્તક અથવા તો અખબારને સરખી રીતે વાળીને વ્યવસ્થિત મૂકવા જોઇએ, ઉપયોગ પછી ચાર્જિંગ પોઇન્ટની સ્વિચ બંધ કરવી જોઇએ, ચંપલ ગોઠવીને વ્યવસ્થિત રાખવા જોઇએ તેમજ ફ્રિજમાં પાણીની ખાલી પાણીની બોટલ ભરીને મૂકવાની આદત પાડવી જોઇએ. જો ઘરના આવા કામ દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને યોગ્ય રીતે કરી લેતો અનેક અવ્યવસ્થાથી બચી શકાય છે. આમ, આ સમગ્ર પ્રક્રિયાને સારી રીતે સમજવાની જરૂર છે. આ રીતે જ ઘરમાં વ્યવસ્થાને સારી રીતે જાળવી શકાય છે.

ઇન્ટરકાસ્ટ મેરેજ નિભાવવા સહેલાં નથી...!

નેહા અને સચિને ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યાં છે. લગ્ન પછી તેમને બીજા દંપતી કરતા વધારે સમાધાન વધારે એડજેસ્ટમેન્ટ કરવું પડ્યું છે કારણ કે ભારતીય લગ્ન બે પરિવાર વચ્ચે સંબંધ બાંધે છે. એવામાં પતિ-પત્નીની સાથેસાથે સંબંધ નિભાવવાની જવાબદારી બંનેના પરિવારોએ પણ ઉપાડવી જોઇએ. આપણા દેશમાં ભાષાનું વૈવિધ્ય એક આકર્ષણ છે. દંપતીએ માનસિક રીતે એ વાત માટે તૈયાર રહેવું જોઇએ કે આ નવીનતા કંઇક અનોખો અનુભવ કરાવશે. નવી ભાષા શીખવાથી નવી સંસ્કૃતિનો પરિચય થાય છે. નવી ભાષા સમજવામાં પડતી મુશ્કેલીમાં પરિવારની જવાબદારી છે કે નવા સભ્ય સાથે સાયુજ્ય સાધે, તો નવા સભ્યે પણ સાથ આપવો જોઇએ આ સિવાય દરેક પરિવારના પોતાના અલગ રીત-રિવાજ હોય છે. આ તમામ સંબંધોને સારા બનાવવાનો ઉપાય છે. ઘણા લોકો લગ્ન પછી નવા ઘરમાં જઇને એ પરિવારના રિવાજ અપનાવવામાં સંકોચ અનુભવે છે. એ યાદ રાખો કે આ સામાન્ય પ્રક્રિયા છે, જે દરેક ઘરની અલગ અલગ હોય છે. તે શીખવાથી નવો અનુભવ મળશે.

અન્ય સમાચારો પણ છે...