ડેટિંગ ડાયરી:સાચો પ્રેમ ન જુએ રૂપ-કુરૂપ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌંદર્યા, સાચું કહું તો ભલે તમે મારાથી દૂર રહેતાં હો, પણ હું તમને અનહદ પ્રેમ કરું છું. તમારા મનની સુંદરતા મેં સારી રીતે જોઇ છે

રું નામ તો હતું સૌંદર્યા, પણ વિધિની વક્રતા એવી કે સુંદરતા નામની કોઇ જ ચીજ મારામાં નહોતી. મારા સાધારણથી પણ ઊતરતા દેખાવને કારણે મનમાં લઘુતાગ્રંથિ ઘર કરી ગયેલી અને એમાંય કોલેજ પાસ કર્યાં પછી જ્યારે મારા માટે મારા પિતા ક્યાંય પણ લગ્નની વાત ચલાવતા ત્યારે છોકરાવાળા મને જોવા આવતા પણ મને જોયા બાદ એમનો કોઇ જ પ્રતિભાવ ન મળતો. એવામાં એક વાર અમારી જ સોસાયટીમાં રહેતા પરિવારના એક યુવાન સાથે મારો પરિચય થયો. આમ તો એ પરિવાર સાથે અમારે ઘરોબો ખરો, પણ એ યુવાન સાથે વાતચીત કરવાનું હું બને ત્યાં સુધી ટાળતી. હા, એનાં મમ્મી, બહેન વગેરે સાથે વાતો કરતી, હસતી, મજાક કરતી, પણ એ યુવાન સાથે ક્યારેય વાત કરવાની તો દૂર એની સામે જોવાનું પણ ટાળતી. અમારા બંનેના પરિવાર વચ્ચે ઘરમાં જે કંઇ બને તે અંગે એકબીજા સાથે વાત થતી. એની મોટી બહેન મને કહેતી, ‘સૌંદર્યા, આમ નાસીપાસ ન થઇ જા. હું સાચું કહું છું, તારા મનની સુંદરતાને પારખનાર ચોક્કસ તને મળી રહેશે.’ એક વાર હું એના ઘરે ગઇ, ત્યારે ઘરના લગભગ બધાં બહાર ગયા હતા. એ યુવાન એકલો જ ઘરે હતો. હું એ જોઇને તરત જ પાછી વળી, પણ એણે મને અટકાવતા કહ્યું, ‘સૌંદર્યા, સાચું કહું તો ભલે તમે મારાથી દૂર રહેતાં હો, પણ હું તમને અનહદ પ્રેમ કરું છું. તમારા મનની સુંદરતાને કોઇ જોતું નથી, જે મેં જોઇ છે. તમે જો હા કહો તો તમારી સાથે લગ્ન કરવાની મારી ઇચ્છા છે.’ મેં ઘરે આવીને આ વાત મારાં મમ્મીને કહી, ત્યારે મારાં મમ્મીને પણ નવાઇ લાગી. હજી અમારી વચ્ચે ઘરમાં આ વાત ચાલતી હતી, ત્યારે જ એનાં મમ્મી-પપ્પા અમારા ઘરે આવ્યાં. એમણે આવીને થોડીઘણી વાતો કર્યા પછી અચાનક જ કહ્યું, ‘અમારી ઇચ્છા છે કે સૌંદર્યાને અમારી પુત્રવધૂ બનાવીએ.’ અને… થોડા જ સમયમાં અમારાં લગ્ન થઇ ગયાં અને આજે અમારા સુખમય દાંપત્યજીવનના પરિણામસ્વરૂપ એક દીકરો પણ છે, જેનું નામ અમે ‘સોહમ’ રાખ્યું છે કેમ કે એ સ્વભાવે મારા જેવો અને દેખાવે એના પપ્પા જેવો આકર્ષક છે. આજે મારા જેવું સુખી કોઇ નથી. મને ખરેખર થાય છે કે સાચો પ્રેમ ન જુએ રૂપ-કુરૂપ.

અન્ય સમાચારો પણ છે...