તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજાવટ:કાર્પેટથી ઘરની કરો કાયાપલટ

દિવ્યા દેસાઇ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમારે ફ્લોરિંગમાં બહુ ખર્ચો ન કરવો હોય તેમના માટે કાર્પેટ બેસ્ટ વિકલ્પ છે. તમે પ્રમાણમાં સસ્તું ફ્લોરિંગ કરાવી એની પર સારી કાર્પેટ લગાવો તો તમારું ફ્લોરિંગ પણ છુપાઈ જશે અને તમારા ઘરને એક નવો લુક મળશે. આ લુક તમે ઇચ્છો ત્યારે બદલી પણ શકો છો. જો ઘરમાં બાળકો હોય તો રબર બેઝ્ડ કાર્પેટ સારો વિકલ્પ છે...

ઘરની સજાવટ કરવા માટે અનેક રસ્તાઓ છે. ઘરના ઇન્ટીરિયરમાં કાર્પેટ મહત્ત્વનો રોલ ભજવે છે. સામાન્ય રીતે કાર્પેટને ઠંડા પ્રદેશોમાં વાપરવામાં આવતી હોય છે પણ હવે અલગ અલગ મટિરિયલ અને સ્ટાઇલની કાર્પેટ મળે છે જેનાથી બહુ ઠંડી ન પડતી હોય એવી જગ્યાને પણ સજાવી શકાય છે. હવે કાર્પેટ બધાના ઘરના ઇન્ટીરિયરમાં બહુ મહત્વનો ભાગ ભજવી રહી છે. જેમ પ્લાસ્ટર ઓફ પેરિસ અને લાઇટથી સીલિંગને સજાવવામાં આવે છે એમ ફ્લોરિંગને કાર્પેટથી સજાવી શકાય છો. }ઓછો ખર્ચાળ વિકલ્પ જો તમારે ફ્લોરિંગમાં બહુ ખર્ચો ન કરવો હોય તેમના માટે કાર્પેટ બેસ્ટ વિકલ્પ છે. તમે પ્રમાણમાં સસ્તું ફ્લોરિંગ કરાવી એની પર સારી કાર્પેટ લગાવો તો તમારું ફ્લોરિંગ પણ છુપાઈ જશે અને તમારા ઘરને એક નવો લુક મળશે. આ લુક તમે ઇચ્છો ત્યારે બદલી પણ શકો છો. તમે જ્યારે ઇચ્છો અને જેવી ઇચ્છો એવી કાર્પેટની અદલાબદલી કરી શકો છો. માર્કેટમાં એક-એકથી ચડિયાતા વિકલ્પો ઉપલબ્ધ છે }યોગ્ય કાર્પેટની પસંદગી માર્કેટમાં કાર્પેટમાં ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. હાલમાં પ્લાસ્ટિક કોટેડ કાર્પેટ લોકપ્રિય છે. ક્લોથ કાર્પેટ પણ બહુ ડિમાન્ડમાં છે. એમાં નીચેનું લેયર પ્લાસ્ટિકનું હોય છે અને ઉપરનું લેયર કપડાનું હોય છે. જો ઘરમાં બાળકો હોય તો રબર બેઝ્ડ કાર્પેટ સારો વિકલ્પ છે. આ કાર્પટ એની જાડાઇના કારણે સલામત છે. આ સિવાય માર્કેટમાં વુલન અને સોફ્ટ ફીલ આપતી રગ કાર્પેટ મળે છે જે આધુનિકાઓમાં લોકપ્રિય છે. જ્યાં સુધી કાર્પેટના રંગની પસંદગીનો સવાલ છે ત્યાં સુધી બેડરૂમમાં ડાર્ક કલરની કાર્પેટ સારી લાગશે. જો લિવિંગ-રૂમની દીવાલનો કલર લાઇટ હોય તો કોન્ટ્રાસ્ટમાં કાર્પેટનો ડાર્ક કલર જોઈએ અને જો ડાર્ક હોય તો લાઇટ કલરની કાર્પેટ સારો વિકલ્પ છે. જ્યારે કાર્પેટ લેવા જાઓ ત્યારે હંમેશાં એ ધ્યાન રાખવું કે તમારે કેટલી કાર્પેટ જોઈએ છે. તમારા ઘરમાં જે પણ જગ્યાએ કાર્પેટ લગાવવી હોય એ જગ્યાનું માપ લેવું અને એ માપ કરતાં 10થી 15 ટકા વધારે જ કાર્પેટ લેવી કેમ કે કાર્પેટ લગાવતા સમયે કટિંગમાં પણ ઘણી કાર્પેટ જાય છે. }કાર્પેટ પસંદગી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા કાર્પેટની ખરીદી કરતા પહેલાં એ નક્કી કરી લો કે તમે ક્યાં રૂમ માટે કાર્પેટ ખરીદવા ઇચ્છો છો. જો તમે માનસિક રીતે સ્પષ્ટ હશો તો તમને કાર્પેટ ખરીદવામાં બહુ મુશ્કેલી નહીં પડે. કાર્પેટની ખરીદી કર્યા પછી સૌથી વધારે મુશ્કેલી એને ધોવામાં પડે છે. માર્કેટમાં એવી અનેક માર્કેટ મળે છે જે સ્ટેનફ્રી હોય છે. ડ્રોઇંગ રૂમ માટે એવી જ કાર્પેટ ખરીદો જેને સરળતાથી ધોઇ શકાય. બને ત્યાં સુધી મખમલની કાર્પેટ ન ખરીદો કારણ કે આ પ્રકારની કાર્પેટમાં પગનાં અથવા તો વેક્યૂમ ક્લિનિંગના ડાઘ પડી જાય છે. તમે તમારી પસંદગીની કાર્પેટ કોઇ શોરૂમ, ફ્લોરિંગ કંપની અથવા તો મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી કે પછી ઓનલાઇન પણ ખરીદી શકો છો. }કાર્પેટને સાફ કરવાની ટિપ્સ કાર્પેટની સફાઇ એક મહત્ત્વનો મુદ્દો છે. જો આ સફાઇ યોગ્ય રીતે ન કરવામાં આવે તો ગમે તેવી સારી કાર્પેટ ગંદી થઇ જાય છે અને એમાંથી વાસ આવવા લાગે છે. કાર્પેટ લગાવતાં પહેલાં ફ્લોરને બરાબર સાફ કરો. જો તમારી કાર્પેટ કાપડની બનેલી હોય તો એે બ્રશથી અથવા વેક્યુમ ક્લીનરથી સાફ કરી શકાય છે. રબર બેઝ્ડ કાર્પેટ ઉપર સાબુથી પોતું કરવું અને એ પછી નોર્મલ કપડાથી સાફ કરવું. કાર્પેટ સાફ કરવા માટે ક્યારેય ગરમ પાણી ન વાપરવું. જો કાર્પેટ પર ચા કે કોફીના ડાઘ પડી જાય તો તરત જ કપડું એના પર દબાવી દો જેથી એ તરત શોષાઇ જશે. કાર્પેટને ઘસીને સાફ કરવી નહીં. કાર્પેટને ઘસીને સાફ કરવાથી એના ઉપરના સ્તરને નુકસાન પહોંચે છે જેના કારણે ફિનિશિંગ ખરાબ થઇ શકે છે.

બાળકો માટે ડિઝાઇનર કાર્પેટ બાળકોના રૂમ માટે અલગ અલગ સ્ટાઇલની ડિઝાઇન કાર્પેટ પણ ઉપલબ્ધ છે. સૌથી લોકપ્રિય છે સ્ટોન પેટર્ન કાર્પેટ. આ કાર્પેટ તમને સમુદ્રમાં ચાલતા હોય એવી ફીલ કરાવે છે. આ સિવાય બાળકોના રૂમ માટે કાર્ટૂન પ્રિન્ટ, પ્રાણીઓની ડિઝાઇન અને સ્પોર્ટ્સને રિલેટેડ ડિઝાઇનો જોવા મળે છે. જો કે કેટલીક ડિઝાઇનમાં તમને ગેમ્સ પણ જોવા મળે છે જેમાં બાળકો રમી શકે. કાર્પેટમાં સિંગલ કલરથી લઈને કલર-કોમ્બિનેશનમાં ઘણા વિકલ્પો મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો