પેરેન્ટિંગ:બાળકના વ્યક્તિત્વનું ઘડતર કરે છે રમકડાં

14 દિવસ પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 55 વર્ષીય મહિલા છું. છેલ્લા બે મહિનાથી મને વિચિત્ર સમસ્યા સતાવી રહી છે. હકીકતમાં મારા પગની આંગળીઓના નખ પીળા પડવા લાગ્યા છે. એ જાડા થવા લાગ્યા છે અને એની કેટલીક કિનારીઓ ઉખડવા લાગી છે. શું મને કોઇ મોટી સમસ્યા હોઇ શકે છે? એક મહિલા (રાજકોટ) ઉત્તર : નખ પીળા પડે તો સામાન્ય રીતે આપણે તેને સામાન્ય ગણીને અવગણી દઇએ છીએ. આપણને લાગે છે કે કચરાના કારણે કે શરીરમાં વિટામિન્સની ઊણપને કારણે નખનો રંગ બદલાય રહ્યો છે, જોકે તે નેઇલ ફંગસની નિશાની હોઈ શકે છે. નખમાં ફંગલ ઇન્ફેક્શન થવું તે સામાન્ય બાબત છે, જેમાં તમારા નખની ટોચની નીચે સફેદ અથવા પીળા ડાઘા પડવાથી શરૂ થાય છે. જેમ જેમ ચેપ વધુ ઊંડો થતો જાય છે તેમ તેમ તમારા નખ ફીકા પડવા લાગે છે, નખ જાડા થવા લાગે છે અથવા કેટલીકવાર કિનારીઓ પણ ઉખડવા પણ લાગે છે. આ ચેપ ઘણા નખને અસર કરે છે. કેટલાક લોકોને તેનાથી ચેપ લાગી શકે છે, જ્યારે કેટલાક લોકો માટે આ સમસ્યા ગંભીર બની જાય છે. આમાં નખમાં દુખાવાની સાથે લોહી પણ નીકળવા લાગે છે. જો તમારી સ્થિતિ ગંભીર નથી, તો તમારે સારવારની જરૂર નથી, પરંતુ પીડાદાયક સ્થિતિમાં કાળજી અને દવા બંનેની જરૂર પડી શકે છે. ઘણી વાર વધતી ઉંમરની સાથે નેઇલ ફંગસની સમસ્યા થઇ શકે છે. ઉંમર સાથે નખ ટૂટવા લાગે છે અને ડ્રાય થઇ જાય છે. નખની અંદર તીરાડો પડવા લાગે છે અને તેમાંથી ફંગસ પ્રવેશે તો ચેપ થવાની શક્યતાઓ વધી જાય છે. પગમાં બ્લડ સકુર્લેશન ઓછું થવાથી પણ ફંગલ ઇન્ફેક્શનનું મુખ્ય કારણ છે. ઘણી વાર પગ અને નખમાં કચરો જામી જાય તો પણ ફંગલ ઇન્ફેક્શન થઇ શકે છે. નેઇલ ફંગસને કારણે તમારા નખને ઘણું નુકસાન થાય છે. તેના કારણે પગમાં અન્ય સંક્રમણ પણ થઇ શકે છે. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ છે તો પગમાં બ્લડનું પરિભ્રમણ પણ ઓછું થઇ જાય છે. તેનાથી સેલ્યુલાઇટિસનું જોખમ પણ વધી જાય છે. આ સંજોગોમાં તમારે તબીબી સલાહ લેવી જોઇએ. પ્રશ્ન : હું 35 વર્ષની મહિલા છું. મેં હાલમાં ઓવરઓલ બોડી ચેક-અપ કરાવ્યું હતું. એમાં મને ખબર પડી છે કે મારામાં વિટામિન D3 અને B12ની ઊણપ પછી. આના કારણે મને કોઇ સમસ્યા તો નથી પણ શું આની મારા ભવિષ્ય પર અસર પડી શકે છે? મારે શું કરવું જોઇએ? એક મહિલા (વડોદરા) ઉત્તર : શરીર યોગ્ય રીતે કામકાજ કરી શકે તે માટે વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે, આ બંનેની ઊણપથી શરીરમાં અનેક પ્રકારના ગંભીર રોગ પેદા થઇ શકે છે. આ બાબત સર્વસામાન્ય હોવા છતાં આપણે શરીરને પોષક તત્ત્વો પુરાં પાડે તેવો ખોરાક ડાયટમાં સામેલ નથી કરતાં. પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નની માફક વિટામિન ડી-3 અને વિટામિન બી-1 પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન ડી-3 અને બી-12ની ઊણપ એક પ્રકારે સાઇલન્ટ મહામારી છે, જે ધીમી ગતિએ શરીરમાં અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. આજે દર બીજી વ્યક્તિમાં આ બંને વિટામિન્સની ઊણપ જોવા મળે છે. વિટામિન ડી-3 માત્ર એક વિટામિન જ નથી, તે એક પ્રકારે હોર્મોનની માફક કામ કરે છે. મોટાંભાગે સૂર્યપ્રકાશમાં રહેવાથી તે ત્વચા પર પ્રોડ્યૂસ થાય છે અને કેટલાંક ખાદ્યપદાર્થોમાંથી પણ તે મળી રહે છે. આ બંને વિટામિનની ઊણપથી શરીરમાં દુઃખાવો, બ્રેન ફોગ, થાક, હોર્મોનલ ઇમ્બેલેન્સ, નખ બરડ થઇ જવા, સ્મૃતિ ગુમાવવી જેવી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીઓ ઉભી થઇ શકે છે. આ સિવાય પીસીઓએસ, કેન્સર, અલ્ઝાઇમર, કમજોર હાડકાં, સ્ફૂર્તિની કમી અથવા ઓટોઇમ્યૂન ડિસઓર્ડર જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે. વિટામિન્સ શરીર માટે જરૂરી પોષકતત્ત્વો છે, તેથી જ તેના મુખ્ય સ્ત્રોત ખોરાક પર ધ્યાન આપીને શરીરમાં તેની ઊણપને પહોંચી વળવા પર ભાર મૂકવો જોઇએ. જો તમે આ વિટામિન્સ સપ્લિમેન્ટ્સ લેતા હો તો વિટામિન્સ ડોઝ પર નજર રાખવી પણ એટલી જ જરૂરી છે, કારણે ઓવરડોઝ તમારાં શરીરને ફાયદા કરતાં નુકસાન વધારે કરી શકે છે. પ્રશ્ન : હું 27 વર્ષનો પુરુષ છું. મારા ટૂંક સમયમાં લગ્ન થવાના છે. મારે એ જાણવું છે કે લગ્ન પહેલાં જાતીય જીવન વિશે મને શું ખબર હોવું જોઇએ જેનાથી ભવિષ્યમાં શરીરસુખ માણવામાં કોઇ તકલીફ ન પડે. આ મુદ્દે પ્રકાશ પાડવા વિનંતી. એક પુરુષ (અમદાવાદ) ઉત્તર : તમે આ મામલે સજાગ છો એ સારી વાત છે. લગ્ન પહેલાં સ્ત્રીઓની માનસિકતા વિશે અને શારીરિક રચના વિશે કેટલીક માહિતી હોવી જરૂરી છે. મોટાભાગના પુરુષો સેક્સ માણવા અંગે એવી માન્યતા ધરાવતા હોય છે કે તેઓ આ વિષયમાં ઊંડું જ્ઞાન ધરાવે છે. અગાઉ અન્ય કોઇ મહિલા સાથે અનુભવના આધારે પુરુષ એવું માની લે છે કે સેક્સ દરમિયાન સ્ત્રીને શેમાં સૌથી વધુ આનંદ મળશે તે અંગેની તમામ બાબતોથી તે વાકેફ છે. આ તેની સૌથી મોટી ભૂલ છે. દરેક સ્ત્રી સમાન નથી હોતી. તમે અનુભવી હોવાને લીધે તમે એક અંદાજ બાંધો તે બરાબર છે પરંતુ તમારે એમ માની લેવાની જરૂર નથી કે જે પરિબળો પ્રથમ સ્ત્રી સાથે કામ કરી ગયાં તે અન્ય સાથે પણ કારગત નીવડશે. તે જાતીયતા અંગેના વલણને જ નહીં પરંતુ સંબંધોને પણ લાગુ પડે છે. ઘણી એવી મહિલાઓ છે જેઓ સેક્સમાં ઝડપથી પ્રવૃત્ત થઇ શકતી નથી. તો કેટલીક એવી હોય છે જે સરળતાથી તે માટે તૈયાર થઇ જાય છે. આ સિવાય વધતા ઓછા રસ કે સક્રિયતા ધરાવતી મહિલાઓ પણ હોય છે. સારી રીતે જાતીય જીવન માણવા માટે સ્ત્રીના શરીરની રચનાનો સંપૂર્ણ ખ્યાલ હોવો જરૂરી છે. જરૂરી નથી કે વ્યક્તિ માત્ર જનનાંગ ઉત્તેજિત થવાથી જ પરાકાષ્ઠાએ પહોંચે. જાતીય સુખની ચરમસીમા સુધી પહોંચવું મહત્ત્વનું છે. આ માટે તમે કયો માર્ગ અપનાવો છો તે મહત્ત્વનું છે જ નહીં. મોટાભાગની મહિલાઓ સાથે આમ થતું નથી. કોઇ એક મહિલાને તે ભાગે સ્પર્શ કરવાથી સ્વર્ગીય આનંદની અનુભૂતિ થતી હોય તો, બીજી મહિલાને તે એટલું આનંદદાયક ના પણ લાગે. તો કોઇકને તેનાથી દર્દ પણ થતું હોય. કેટલીક મહિલાઓ પરોક્ષ ઉત્તેજનાને પણ પસંદ કરે છે. સ્ત્રીને કેવો સ્પર્શ ગમે છે તે જાણવાનો સરળ ઉપાય આ વિશે તેની મરજી જાણવાનો છે. ઘણીવાર સ્ત્રીની યોનિમાં સ્નિગ્ધતાના અભાવે પુરુષો ચિંતામાં મુકાઇ જાય છે. જોકે તેમાં ચિંતા કરવા જેવું નથી. એક એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે તમે સેક્સ માટે તૈયાર હો એટલે સ્નિગ્ધતા પૂરતા પ્રમાણમાં હોય. જોકે તે જરૂરી નથી. કેટલીક મહિલાઓ અન્યોની સરખામણીએ વધુ સ્નિગ્ધતા ધરાવતી હોય છે. એક જ મહિલામાં પણ સ્નિગ્ધતાનું પ્રમાણ રોજેરોજ જુદું જદું હોઇ શકે છે. આમ, અમુક વાતોનું ધ્યાન રાખવાની સારી રીતે જાતીય જીવન માણી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...