સજાવટ:નવરાત્રિ લુક માટેની ટોપ 10 ટિપ્સ

12 દિવસ પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક

1. આ ફેસ્ટિવ સીઝનમાં મેકઅપમાં ગ્લોસી લુક પોપ્યુલર રહેશે અને લિપસ્ટિકમાં ડાર્ક કલરની બોલબાલા હશે. મેકઅપમાં મરૂન શેડ સારો લાગશે. સુંદર આંખો લોકોને આકર્ષિત કરશે. બ્રાઉન સ્મોકી આઈ મેકઅપ સારો લાગશે. આઈ મેકઅપમાં વિંગ્સ ફેશન પોપ્યુલર રહેશે. 2. સિઝનમાં હોઠ સૌથી વધુ આકર્ષક લાગે તે માટે તમે પિંક, કોરલ, બ્રાઇટ ફુશિયા, એપ્રિકોટ અને ઓલ ટાઇમ ફેવરિટ રેડ શેડનો ઉપયોગ કરી શકો છો. 3. નવરાત્રિમાં આકર્ષક લુક માટે વધારે પડતો મેકઅપ કરીને ‘ઓવર મેકઅપ’ લાગવાને બદલે ફેસ પરના કોઇ એક ફિચરને હાઇ-લાઇટ કરશો તો વધારે સારું લાગશે. 4. જો તમે ટ્રેડિશનલ લુક અપનાવવા ઇચ્છતા હો તો મેસી અંબોડો ટ્રાય કરી શકો છો. આ હેરસ્ટાઇલને આકર્ષક બનાવવા માટે એની સાથે બોર અથવા તો ટીકાનું કોમ્બિનેશન કરી શકો છો. 5. જો તમે આઇ મેકઅપ કરીને આંખને હાઇલાઇટ કરવા ઇચ્છતા હોય તો ‘કોલ આઇમેક’ લુક અપનાવી શકો છો. એના માટે આંખમાં વધારે કાજલ લગાવો અને તેને બ્લેક કે બ્રાઉન લાઈનરથી સ્મઝ કરી લો. બ્રાઉન કે બ્રોન્ઝ આઈશેડો લગાવો. આ આઈ મેકઅપ આંખને ફિચરને હાઇલાઇટ કરે છે. 6. નવરાત્રિમાં તમે એક્વા બ્લુ અને સી-ગ્રીન આઇલાઇનર અને પાંપણ પર મસ્કારા લગાવી શકો છો. 7. જો તમને વધારે યંગ લુક જોઇતો હોય તો ડાર્ક મસ્કારા અને આર્ટિફિશ્યલ પાંપણો પણ યુઝ કરી શકો છો. 8. ગરબા રમતી વખતે તમારે બધાં કરતાં અલગ દેખાવું હોય તો વેણી સાથેનો લાંબા ચોટલાનો લુક અપનાવી શકો છો. આ માટે ઇચ્છો તો હેર એક્સટેન્શનનો ઉપયોગ પણ કરી શકો છો. 9. બને ત્યાં સુધી ખુલ્લા વાળ ના રાખો કારણ કે જો વધારે પરસેવો થાય તો તમારા વાળ મેનેજેબલ નહીં રહે. 10. જો તમે ગરબા રમવા જઈ રહ્યા હો તો એક વાતનું ખાસ ધ્યાન તમારી બધી મેકઅપ પ્રોડક્ટ્સ વોટરપ્રૂફ હોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...