ફિટનેસ મંત્ર:જાણવા જેવું : મહિલા સ્વસ્થ તો પરિવાર મસ્ત...

20 દિવસ પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

મોટાભાગની મહિલાઓ પોતાના પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે જેટલી જાગૃત હોય છે એટલી પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત નથી હોતી. જોકે આ અભિગમ યોગ્ય નથી. મહિલા પોતે સ્વસ્થ હશો તો જ પોતાના પરિવારની સારી રીતે કાળજી લઇ શકશે. અમુક ચોક્કસ ઉંમર પછી મહિલા માટે શરીર સ્વસ્થ અને સારું રહે તે માટે કેટલાક ટેસ્ટ કરાવવા જરૂરી છે એ બાબતનો મહિલાને તેમજ તેના પરિવારને પણ ખ્યાલ હોવો જરૂરી છે, જેથી જો મહિલા પોતે ધ્યાન ન આપે તો પરિવાર તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે. મેટાબોલિઝમની વાત કરીએ તો દર 10 વર્ષે સ્ત્રીના મેટાબોલિઝમની પ્રક્રિયા ધીમી પડતી જાય છે. મહિલા 30 વર્ષની વય વટાવે પછી તેના શરીરમાં હોર્મોનલ પરિવર્તન થાય છે. આના કારણે તે વધારે સ્ટ્રેસ અનુભવે છે. હોર્મોન્સમાં થતાં પરિવર્તનથી મહિલાનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. 40 વર્ષની વય પછી મહિલાએ ભૂલ્યા વગર કેટલાક મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઇએ. મહિલાએ 40 વર્ષની વય બાદ આ ટેસ્ટ ત્રણ વર્ષે અવશ્ય કરાવવા જ જોઈએ. પેલ્વિક અને પેપ સ્મીઅર ટેસ્ટ 40 વર્ષની વયે પહોંચતાં અથવા ચાલીસી વટાવ્યા પછી પેલ્વિક ટેસ્ટ, પેપ સ્મીઅર ટેસ્ટ અવશ્ય કરાવવા જોઈએ. તે ઉપરાંત, છાતીનો એક્સ-રે, સીટી સ્કેન, એમઆરઆઇ જેવા ટેસ્ટ કરાવવાથી મહિલાને સર્વાઇકલ કેન્સર, ઓવરીનું કેન્સર વગેરે જેવી ગંભીર બીમારી વિશે ખ્યાલ આવી શકે છે. આ ઉંમર પછી દરેક મહિલાએ મેમોગ્રાફી અને અલ્ટ્રાસોનોગ્રાફી જેવા ટેસ્ટ ભૂલ્યા વિના કરાવવા જોઈએ. બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીની શરૂઆતમાં બ્રેસ્ટમાં થતા ટ્યુમર અને તેનાં અન્ય લક્ષણોનો ખ્યાલ આવે કે તરત જ નિષ્ણાત ડોક્ટરને બતાવી તે જણાવે એ ટેસ્ટ કરાવવા જરૂરી છે. ખાસ કરીને જો મહિલાના પરિવારમાં કોઈને ભૂતકાળમાં કેન્સર થયું હોય તો તપાસ કરાવવી જરૂરી બની જાય છે. બોન ડેન્સિટી ટેસ્ટ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં ઓસ્ટિઓપોરોસીસ થવાની શક્યતા વધારે રહે છે. તેનું કારણ છે, એસ્ટ્રોજન નામના સ્રાવનું પ્રમાણ અમુક ઉંમર પછી ઘટતું જાય છે, જે મહિલાઓનાં હાડકાંની મજબૂતાઈ ઘટાડે છે. ઓસ્ટિઓપોરોસીસ હાડકાંમાં કેલ્શિયમ અને મહત્ત્વની ખનિજોની ખામી ઉત્પન્ન થવાને લીધે નબળાં પડી જઈને ભાંગી જાય છે. આવું ન થાય એટલે તકેદારીના ભાગ તરીકે બોન ડેન્સિટી ટેસ્ટ કરાવવો જોઇએ. હોર્મોન ટેસ્ટ હોર્મોનલ ફેરફારની સાથોસાથ તેની સાથે સંકળાયેલી સમસ્યાઓને લીધે મહિલાઓમાં હાડકાંને લગતી અનેક તકલીફો ઊભી થાય છે. તે માટે વિટામિન ડી, કેલ્શિયમ, સીરમ, થાઇરોઇડના ટેસ્ટ કરવાની જરૂર પડે છે. સ્ત્રીઓમાં મેનોપોઝનો સમય નજીક આવતાં મૂડ સ્વિંગ્સ, હોટ ફ્લશીસ વગેરે સમસ્યા ઊભી થાય છે. આ બધાનો સામનો કરી શકાય તે માટે દરેક મહિલાએ 40 વર્ષ પછી હોર્મોનલ ટેસ્ટ કરાવવા જોઇએ. ડાયટની મદદ સામાન્ય રીતે પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરતી મહિલા પોતાના ડાયટ માટે બેદરકારી દાખવતી હોય છે જે યોગ્ય નથી. શરીરને દર 2-3 કલાકે અમુક પ્રમાણમાં ખોરાકની જરૂર હોય છે, તેથી તે વચ્ચે-વચ્ચે ખાવાનું ચાલુ રાખવું જરૂરી છે. એક સાથે ખાવાને બદલે થોડું-થોડું ખાવું વધુ ફાયદાકારક છે, થોડું-થોડું ખાવાથી ઝડપથી ચરબી બર્ન થાયછે અને બ્લડ શુગર લેવલ યોગ્ય રહે છે અને શરીરમાં એનર્જી પણ રહે છે. શરીરને પૂરતું પોષણ મળે તે માટે પ્રોટીનનું લેવલ પણ બરાબર રહે તે જરૂરી છે. આ માટે ઈંડાં, દૂધ, દહીં જેવી વસ્તુઓને રોજ ડાયટમાં સામેલ કરો. ઓછા બીમાર પડો તે માટે દરરોજ ડાયટમાં વિટામિન સી, ઈ અને બીટા કેરાટિન સામેલ કરો.

અન્ય સમાચારો પણ છે...