પહેલું સુખ તે...:મસલ્સને મજબૂત બનાવીને એને ટકાવી રાખવાની ટિપ્સ

એક મહિનો પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

જ્યારે તમે મસલ્સ બિલ્ડિંગ માટેના અને એને મેઇન્ટેન કરવા માટે પ્રયાસો કરી રહ્યા હો તો એટલું જાણવું જરૂરી છે કે એક વ્યક્તિ માટે જે ટિપ્સ કામ કરે છે એ બીજા માટે કામ ન કરે એવું પણ બ ની શકે છે. તમારા શરીરના બંધારણ પર અનેક પરિબળો અસર કરે છે જેમાં એક્સરસાઇઝ, પોષણ, નીંદર, સ્ટ્રેસ અને મેડિકલ હિસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ બધાં પરિબળોને ધ્યાનમાં રાખીને તમારા માટે યોગ્ય વર્કઆઉટ શોધો અને એને વળગી રહો. તમે ફ્રી વેઇટ ટ્રેનિંગ કરતા હો કે પછી બોડી રેઝિસ્ટન્સ એક્ટિવિટી... મસલ્સ બિલ્ડિંગ માટે નિયમિતતા બહુ જરૂરી છે. કઇ રીતે કરવું જોઇએ મસલ બિલ્ડિંગ? મસલ્સનું યોગ્ય રીતે બિલ્ડિંગ થાય એ માટે મસલ્સ સેલનો યોગ્ય રીતે વિકાસ થાય એ બહુ જરૂરી છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને પૂરતા પ્રમાણમાં પ્રોટીનના સેવનનું કોમ્બિનેશન મજબૂત મસલ્સ બિલ્ડિંગ માટેનો પાયો રચે છે. આ સિવાય મસલ્સના વિકાસમાં માટે પૂરતો આરામ અને રિક્વરી પણ જરૂરી છે. રેઝિસ્ટન્સ ટ્રેનિંગ જો મસલ્સ બિલ્ડ કરવા હોય તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ અથવા રેઝિસ્ટન્સ ટ્રેનિંગ પાયાની શરત છે. એમાં વેઇટ્સ, મશીન અથવા તો તમારા બોડી વેઇટનો ઉપયોગ મસલ્સને સ્ટ્રેસ કરવા માટે અને આ રીતે એની ક્ષમતા વધારવા માટે કરવામાં આવે છે. તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ દ્વારા જ્યારે મસલ્સ પર મિકેનિકલ ટેન્શન વધારો છો ત્યારે શરીરમાં મેટાબોલિક સ્ટ્રેસની પ્રક્રિયા આકાર લે છે. આના કારણે સ્નાયુઓને ઊર્જા મળે છે જેના કારણે તમે વજનને ઉપાડીને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો છો. એક તબક્કા પછી સ્નાયુઓ થાકી જાય છે અને મસલ્સ ફાઇબરમાં પરિવર્તિત થઇ જાય છે. આ મસલ્સ ડેમેજ થયા પછી હિલિંગ પ્રોસેસ આકાર લે છે અને પછી મસલ્સનો વિકાસ થાય છે અને મસલ્સ બિલ્ડિંગ થાય છે. મસલ્સના વિકાસ માટે તમારી પોતાની રિપિટીટીયન મેક્સિમમ (RM) ક્ષમતા જાણવાથી ફાયદો થાય છે. આની મદદથી તમે જાણી શકો છો કે તમે ફોર્મ ગુમાવ્યા વગર મહત્તમ કેટલું વજન ઉઠાવી શકો છો. જેમ જેમ તમારી સ્ટ્રેન્થ વધે છે અને મસલ્સ વિકાસ પામે છે તેમ તેમ મસલ્સ બિલ્ડિંગ કરવા માટે ઉઠાવવામાં આવતા વજનમાં ક્રમશ: વધારો કરવો જોઇએ. જ્યારે વેઇટ્સની સંખ્યા વધારવાનું ચેલેન્જિંગ ન લાગે ત્યારે વેઇટ લોડ વધારવાની એક્સરસાઇઝ કરવી જોઇએ. વર્કઆઉટ કરવા માટે અલગ અલગ એક્સરસાઇઝની મદદ લેવાથી પણ મસલ્સ બિલ્ડિંગમાં મદદ મળે છે. તમે જ્યારે ફ્રી વેઇટ કરીને પછી મશીન વેઇટ કરવાનું શરૂ કરો છો ત્યારે અલગ અલગ ગ્રુપના મસલ્સને એક્સરસાઇઝ મળે છે અને એનો વિકાસ થાય છે. તમારી મુવમેન્ટમાં જેટલા વધારે સ્નાયુઓ સંકળાયેલા હશે એટલો વધારે ફાયદો થશે. તમે જ્યારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પ્રોગ્રામ કરો છો ત્યારે એમાં એક્સપિરિયન્સ લેવલ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમે હજી એક્સરસાઇઝની શરૂઆત જ કરી રહ્યા હો તો તમારે એવી એક્સરસાઇઝની પસંદગી કરવી જોઇએ જેમાં વધારેને વધારે બેઝિક અને બોડીવેઇટ મૂવમેન્ટનો સમાવેશ થયેલો હોય. જો તમે એડવાન્સ્ડ લેવલની એક્સરસાઇઝ કરી રહ્યા હો તો એમાં વેઇટની મૂવમેન્ટ અને એડવાન્સ ફિટનેસ ટેક્નિકનો સમાવેશ કરવો જોઇએ. આવી રીતે સારું પરિણામ તો મળશે જ પણ સાથે સાથે આખી પ્રક્રિયા વધારે સારી રીતે કરી શકાશે. પોષકતત્ત્વો મસલ્સ બિલ્ડિંગ કરવા માટે ભોજનમાં પૂરતા પોષકતત્ત્વો તેમજ હાઇ ક્વોલિટી કેલરીની હાજરી હોવી જરૂરી છે. આ માટે ભોજનમાં પ્રોટીન, કાર્બોહાઇટ્રેડ અને ફેટનું યોગ્ય કોમ્બિનેશન હોવું જરૂરી છે. મસલ્સ બિલ્ડિંગ માટે પ્રોટીન બહુ જરૂરી છે પણ સાથે સાથે એમાં કાર્બોહાઇડ્રેટ અને ફેટની પૂરતી હાજરી પણ લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદ કરે છે. ફળો, શાકભાજી અને હોલ ગ્રેઇનમાંથી મળતું કાર્બોહાઇડ્રેટ ઊર્જાના સ્ત્રોત તરીકે વર્તે છે. આ સાથે આહારમાં ફાઇબર, વિટામિન અને મિનરલ્સની હાજરી હોવી પણ જરૂરી છે. ફેટ શરીરને ઊર્જા આપે છે અને એ મસલ્સ બિલ્ડિંગ માટે જરૂરી હોર્મોનનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ સિવાય પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ અને આલ્કોહોલથી દૂર રહેવું જોઇએ. બીજાં પરિબળો મસલ્સ બિલ્ડિંગ માટે શરીરને રિક્વરી માટે પૂરતો સમય આપવો બહુ જરૂરી છે. જે મસલ્સને ટ્રેનિંગ આપવામાં આવી હોય એ જ મસલ્સને ફરી ટ્રેનિંગ આપવા પહેલાં એને 48 કલાકનો રેસ્ટ આપવો જોઇએ. મસલ્સ બિલ્ડિંગ માટે પૂરતા પ્રમાણમાં નીંદર લેવી પણ જરૂરી છે. તમે જ્યારે ઊંઘો છો ત્યારે એમાં અનેક દેહધાર્મિક ક્રિયાઓ ચાલતી હોય છે જેમાં મસલ્સના રિપેરિંગ અને બિલ્ડિંગનો સમાવેશ થાય છે. પૂરતી નીંદર ન લેવાથી શરીરમાં કોર્ટિસોલ જેવા કેટાબોલિક હોર્મોન રિલીઝ થાય છે અને આના કારણે મસલ્સનો વિકાસ ધીમો પડે છે. તમે સ્ટ્રેસને કઇ રીતે મેનેજ કરો છો એના પર પણ મસલ્સ બિલ્ડિંગનો આધાર રહેલો હોય છે. જ્યારે તમે ભારે સ્ટ્રેસ અનુભવી રહ્યા હો છો ત્યારે શરીરમાં કેટાબોલિક સ્ટ્રેસ હોર્મોનનું સ્તર વધી જાય છે જેની સીધી અસર સ્નાયુઓના વિકાસ અને મજબૂતી પર પડે છે. મસલ માસની જાણવણી કરવા માટે એક મહત્ત્વનો ઉપાય નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાનો છે. મસલ્સ બિલ્ડિંગ માટે તમારે સ્ટ્રેન્થ જાળવી રાખવ માટે મસલ્સને સ્ટ્રેસ આપવાની જરૂર હોય છે. આના કારણે જ્યાં સુધી શરીર થાકી ન જાય ત્યાં સુધી વેઇટ લિફ્ટિંગ કરીને પૂરતી ટ્રેનિંગ લેવી જોઇએ. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...