પહેલું સુખ તે...:બોડી ફેટમાં ઘટાડો કરવા માગતી મહિલાઓ માટે જાણવા જેવી ટિપ્સ

24 દિવસ પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

જો ચરબીમાં ઘટાડો કરવો હોય તો ડાયટિંગ માટેના કેટલાક સર્વસામાન્ય નિયમો છે પણ જો કોઇ મહિલાને વેઇટ-લોસ પ્રોગ્રામનો મહત્તમ ફાયદો મેળવીને વજન ઘટાડવામાં સારી એવી સફળતા મેળવવી હોય તો અનેક પાસાંનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. મહિલાઓ માટે પ્રક્રિયા અલગ કેમ? મહિલા અને પુરુષના શરીરના બંધારણમાં કેટલોક તફાવત છે અને એના કારણે તમે ભલે ગમે તે પ્રકારનું અને ગમે તે કારણોસર ડાયટિંગ કરતા હો તો પણ કેટલીક પાયાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પુરુષોના શરીરમાં મુખ્ય હોર્મોન ટેસ્ટોસ્ટેરોન છે જ્યારે મહિલાઓના શરીરમાં મુખ્ય હોર્મોન ઇસ્ટ્રોજન છે. મહિલાઓના શરીરમાં ચરબી અને પાણીનું પ્રમાણ વધવા માટે આ ઇસ્ટ્રોજન હોર્મોન જ જવાબદાર હોય છે. સૌથી સારી વેઇટ લોસ સ્ટ્રેટેજી એ છે જેમાં કેલરી લેવાનું પ્રમાણ ઘટાડીને અને એક્સરસાઇઝ જેવા માધ્યમ દ્વારા કેલરીનો વપરાશ વધારીને નેગેટિવ કેલરી બેલેન્સની સ્થિતિ ઉભી કરવામાં આવે છે. સફળ ડાયટિંગ એ લાંબી ચાલતી પ્રક્રિયા છે અને એમાં ઝડપી પરિણામની આશા રાખવી વ્યર્થ છે. એક્સરસાઇઝની સાથે સાથે કાર્ડિયો એક્ટિવિટી કરવાથી કેલરીનો વપરાશ વધારી શકાય છે. આ સિવાય બોડી બિલ્ડિંગ ટ્રેનિંગ કરીને લીન બોડી માસનું પ્રમાણ વધારીને શરીરને યોગ્ય શેપ આપવાની દિશામાં સક્રિય પ્રયાસો કરી શકાય છે. દરેક વ્યક્તિનું શરીર બોડી ટાઇપ, મેટાબોલિઝમ, સાઇઝ, મસલ માસ, ચરબીના કોષો અને બીજી અનેક બાબતોમાં અલગ પડે છે. આ સિવાય સ્ત્રી અને પુરુષનું શરીર અનેક રીતે અલગ પડે છે. આ કારણે ડાયેટ સ્ટ્રેટજી ડિઝાઇન કરતી વખતે તમે કોણ છો, તમારા શરીરનું જનીનિક બંધારણ કેવું છે અને તમે શું કામ ડાયટિંગ કરી રહ્યા છો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. બોડી કમ્પોઝિશન તમારા શરીરના કમ્પોઝિશનમાં લીન બોડી માસનો બહુ મોટો ફાળો હોય છે. આ લીન બોડી માસ સ્નાયુ, હાડકાં અને કનેક્ટિવ ટિશ્યૂથી સંયુક્તપણે રચાય છે. શરીરના કોષોમાં જે પાણી હોય છે એને વોટર વેઇટ કહેવામાં આવે છે જ્યારે એડિપોસ ટિશ્યૂમાં ચરબીનો સંગ્રહ થાય છે. સારા ડાયટ પ્રોગ્રામનું લક્ષ્ય ફેટ વેઇટમાં ઘટાડો કરવાનુ તેમજ મસલ માસને જાળવી રાખવાનું અથવા તો એમાં વધારો કરવાનું હોય છે. કેલરી બેલેન્સ ફેટ એ સ્ટોર થયેલી એનર્જી છે. જ્યારે તમે શરીરના વપરાશ કરતા વધારે કેલરીનું સેવન કરો છો ત્યારે વધારાની કેલરીનો ચરબી સ્વરૂપે સંગ્રહ થાય છે. જ્યારે તમે શરીરની જરૂરિયાત કરતા ઓછી કેલરીનું સેવન કરો છો ત્યારે શરીરમાં સ્ટોર થયેલી ચરબીનો વપરાશ થાય છે. જ્યારે તમે ભોજનનું પ્રમાણ ઘટાડીને અથવા તો એક્સરસાઇઝનું પ્રમાણ વધારીને લાંબો સમય નેગેટિવ કેલરી બેલેન્સની સ્થિતિ જાળવી રાખો છો ત્યારે શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટે છે. એક્સરસાઇઝ એક્સરસાઇઝમાં કેલરીનો વપરાશ થાય છે પણ દરેક એક્સરસાઇઝમાં સરખી ઊર્જાનો વપરાશ નથી થતો. જે એક્સરસાઇઝમાં આખું શરીર મૂવમેન્ટ કરતું હોય એમાં મહત્તમ કેલરીનો વપરાશ થતો હોય છે. આ એક્સરસાઇઝમાં વોકિંગ, રનિંગ, સાયકલિંગ અને એના જેવી બીજી કાર્ડિયો એક્સરસાઇઝનો સમાવેશ થાય છે. ‌‌વેઇટ ટ્રેનિંગમાં કેલરીનો વપરાશ થાય છે પણ આ વપરાશ કાર્ડિયો એક્સરસાઇઝની સરખામણીમાં ઓછો હોય છે. પોષણ સારામાં સારો ડાયટ એ છે જે કેલરીમાં ઘટાડો કરે પણ પોષકતત્ત્વોની ઊણપ ન સર્જાવા દે. આ ડાયટમાં લીન બોડી માસ માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન, સિસ્ટમ યોગ્ય રીતે ચાલે એ માટે પૂરતા પ્રમાણમાં ફેટ અને શરીરમાં કીટોસિસની પરિસ્થિતિ ન સર્જાય એટલા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટની હાજરી હોય છે. કીટોસિસ એવી ઇમરજન્સીની પરિસ્થિતિ છે જેમાં આહારમાં કાર્બોહાઇડ્રેટની અત્યંત ઓછી હાજરીના કારણે અવયવોને ઊર્જાનું સ્તર જાળવી રાખવામાં તકલીફ પડે છે. મહિલા અને પુરુષના શરીરના તફાવતને ધ્યાનમાં રાખીને મહિલાઓએ કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ....

  • મહિલાઓમાં પુરુષ કરતા વધારે ફેટ અને વોટર વેઇટ હોય છે. આનો મતલબ એ છે કે મહિલાએ પુરુષની સરખામણીમાં વધારે લાંબા સમય સુધી ડાયટિંગ કરવું પડે છે અને મહિલાઓને પરિણામ મેળવવા વધારે પ્રયાસો કરવા પડે છે.
  • મહિલાઓના શરીરમાં પુરુષ કરતા ઓછા સ્નાયુ હોય છે. સ્નાયુઓ કેલરીનું દહન કરવા માટે જરૂરી છે. આ કારણે મહિ્લાને નેગેટિવ કેલરી બેલેન્સ જાળવવા માટે પુરુષ કરતા ઓછું ભોજન લેવું પડે છે અને વધારે એક્સરસાઇઝ કરવી પડે છે.
  • મહિલા રેઝિસ્ટન્સ ટ્રેનિંગ દ્વારા જેટલા વધારે સ્નાયુઓને સક્રિય કરશે એટલી ડાયટિંગની અસર વધારે સારી થઇ શકશે. આ પ્રકારની ટ્રેનિંગ દ્વારા ચરબીનો ઘટાડો થાય છે અને શરીરને શેપ મળે છે. આમ, લીન અને યોગ્ય શેપવાળા શરીરનું સિક્રેટ મસલ બિલ્ડિંગ પ્રોગ્રામ અને યોગ્ય ડાયટમાં રહેલું છે. hello@coachsapna.com
અન્ય સમાચારો પણ છે...