બ્યૂૂટી:સુંદર-આકર્ષક દુલ્હન લુક મેળવવાની ટિપ્સ...

3 મહિનો પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

લગ્ન દરમિયાન ભારે પરિધાન, હાઇ હિલ અને ઘરેણાંથી લદાયેલી દુલ્હન અસુવિધા અનુભવી શકે છે. જો સરખી રીતે ડ્રેસ-અપ અને મેક-અપ ન કરવામાં આવે તો ક્યારેય ટીકો સરકી શકે છે તો ક્યારેક હાઇ હિલ પગને નુકસાન પહોંચાડી શકે છે. આ સંજોગોમાં કેટલીક ટિપ્સ છે જે દુલ્હનને મદદરૂપ સાબિત થઇ શકે છે. એડહેસિવ ટેપ્સ : લહેંગા કે સાડીનું ભારે બ્લાઉઝ જો બ્રોડ નેકલાઇન ધરાવતું હોય તો ખભા પરથી સરકી શકે છે. આને સંભાળવા માટે એડહેસિવ બોડી ટેપનો ઉપયોગ કરી શકાય છે. આ ટેપ ડબલ સાઇડેડ હોય છે એટલે કે એની બંને તરફ ગ્લૂ લગાવેલો હોય છે. આના કારણે એક ભાગ ત્વચા પર અને બીજો ભાગ બ્લાઉઝ પર ચોંટી જશે. આના કારણે બ્લાઉઝ એની જગ્યાએ સ્થિર રહે છે. નાજુક દુપટ્ટાની સાચવણ : જો ડ્રેસમાં નેટનો, લેસનો કે પછી સોફ્ટ મટીરિયલનો દુપટ્ટો કે સાડી હોય તો એ સેફ્ટી પિનની મદદથી સરળતાથી નથી સચવાતો. જો આવી સમસ્યા હોય તો જ્યાં સેફ્ટી પિન લગાવવાની હોય એ ભાગ પર મોટો ચાંદલો, ટેપ કે બેન્ડેજ લગાવીને પછી સેફ્ટી પિન લગાવો. આનાથી સારી રીતે પિન લાગી જશે અને કપડું પણ નહીં ફાટે. હાઇ હિલ્સની જાળવણી : જો પગમાં લાંબા સમય સુધી હાઇ હિલ્સ પહેરવામાં આવે તો પગને નુકસાન થઇ શકે છે. આવું ન થાય એ માટે ફૂટ કેર સ્ટિકરને આંગળીઓ પર લગાવી દો. આનાથી હાઇ હિલનો ડંખ નહીં પડે અને એ પહેર્યા પછી લસરી પડવાનો ડર પણ નહીં લાગે. ત્વચાની જાળવણી : ચહેરાને લગ્ન સુધીમાં સારો અને ચમકદાર બનાવવા માટે તમારે 2 મહિના અગાઉથી જ તેનું ખાસ ધ્યાન રાખવું પડશે અને લગ્નના 2 મહિના પહેલાંથી તમારી ત્વચા અનુસાર ફેશિયલ કરવાનું શરૂ કરી દો. 15 દિવસમાં એકવાર ફેશિયલ કરવાનું રાખો. તમારી ત્વચા પર વ્યવસ્થિત મસાજ કરો. આ સિવાય તમે તમારા ચહેરા પર અઠવાડિયામાં એક વખત કે દર ત્રણ દિવસે ક્લિનસિંગ મિલ્કથી મસાજ કરવાનું રાખો. આટલું કરવાથી ત્વચા ચમકી ઉઠશે.

અન્ય સમાચારો પણ છે...