તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સેન્સ:ટીપ ટીપ બરસા પાની, પાનીને આગ લગાઇ

મેધા પંડ્યા ભટ્ટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને એકબીજામાં એટલાં ઓતપ્રોત થઇ ગયા કે શરીરની ગરમીનો તેમને અનુભવ થવા લાગ્યો

વાતાવરણ ખુશનુમા હોય અને રિમઝીમ વરસાદ વરસતો હોય તેવા સમયે જો પ્રિયપાત્ર સાથે ન હોય તો તેની યાદ તન-મનને અકળાવી જાય છે. મદહોશ કરી દે તેવું વાતાવરણ હોય તો પછી સાચા અર્થમાં એકલતા ખૂંચે છે અને તેવા સમયે વિરહ સહેવાય તેવો હોતો નથી. આવા વાતાવરણમાં વિરહ પછીનું મિલન જ વધારે મહત્ત્વનું બની જતું હોય છે. પ્રિયપાત્ર સાથે ન હોય તો પણ તેનો અહેસાસ, યાદ અને પ્રેમ સાથે હોય તેવું લાગે છે. મૌસમ અને બાદલને બંનેને નોકરીના અર્થે વારંવાર બહારગામ જવાનું થતું હોવાથી ઘણી વાર અનેક દિવસો સુધી એકબીજાથી દૂર રહેવું પડતું હતું. બંને સાથે ઘરે હોય તેવું બહુ ઓછું બનતું હતું. આજે બાદલ ગાડી લઇને બીજા શહેરમાં ગયો હતો પણ મૌસમને તેના ના હોવાનો અહેસાસ થઇ રહ્યો હતો. મૌસમ સવારે જ ટૂર પરથી આવી હોવાથી ઓફિસ નહોતી ગઇ. સાંજનો સમય હતો અને તે બાલ્કનીમાં ઊભી રહીને મૂશળધાર વરસાદને નિહાળી રહી હતી. વાતાવરણની ઠંડક તેના મનની સાથે તનને પણ અકળાવી રહી હતી. અકળામણને કેમ કરીને રોકવી તે તેના કાબૂ બહારની વાત હતી. તેણે બાદલને વાતાવરણને અનુરૂપ બે-ત્રણ ગીતો મોકલી દીધા અને પોતે તેને યાદ કરી રહી છે, તેવો એક મેસેજ મોકલી દીધો. બીજી તરફ બાદલ પોતાની મીટિંગમાં વ્યસ્ત હતો પણ મોબાઇલની સ્ક્રીન પર મૌસમના મેસેજનાં નોટીફિકેશનને તે જોઇ રહ્યો હતો. તેણે ઓફિસની બારી તરફ નજર કરી તો તે જે શહેરમાં હતો ત્યાં પણ ઝરમર વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. ઘડિયાળ તરફ જોયું તો સાંજના સાત વાગ્યા હતા. બાદલે મૌસમના મેસેજ અને વાતાવરણની અસરને સમજીને મીટિંગ પતાવ્યા બાદ ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. લગભગ રાત્રિના 11 વાગે તે પોતાના ઘરે હતો. તેની પાસે ઘરની ચાવી હોવાથી તે ઘરમાં આવ્યો. મૌસમ બાલ્કની નજીક ડ્રોઇંગરૂમમાં સોફા પર સૂતી હતી. બાદલે તેની પાસે જઇને તેના ગાલ પર હળવું ચુંબન કરી દીધું. તે તરત જાગી ગઇ અને બાદલને જોઇને તરત એને ભેટી પડી. આ વાતાવરણ, વરસાદ અને તેમાં પણ એકલતા બાદનું મિલન તેની ઉત્કંઠતાને દર્શાવી રહ્યું હતું. બાદલ પણ તેના સ્પર્શને અને અકળામણને સમજી ગયો. જે હાલત મૌસમની હતી તે પોતે પણ તે અનુભવી રહ્યો હતો. તેણે મૌસમને બંને હાથ વડે ઊંચકી લીધી અને બાલ્કનીમાં લઇ ગયો. રાતના સમયે બંને જણાએ વરસાદનો ભરપૂર આનંદ માણ્યો. બંને એકબીજામાં એટલાં બધાં ઓતપ્રોત થઇ ગયા કે વરસાદમાં ભીંજાતાં હોવા છતાંય શરીરની ગરમીનો તેમને અનુભવ થવા લાગ્યો. બાદલે ફરી મૌસમને ઊંચકી લીધી અને ઘરમાં લઇ જઇને કિચનમાં ડાઇનિંગ ટેબલ પર તેને બેસાડી. વારાફરતી એકબીજાનાં શરીરના સ્પર્શનો અનુભવ કરતાં કરતાં પ્રેમક્રિડામાં મશગૂલ થઇ ગયાં. ભીનાં વસ્ત્રોનાં કારણે શરીર થોડું ઠંડું લાગી રહ્યું હતું પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા વધારે તીવ્ર બનતાં બંને એકબીજાનાં શરીરનો ગરમાટો અનુભવી રહ્યાં હતાં. જ્યારે વાતાવરણ સાથ આપતું હોય અને મનને પણ એકબીજાના સાથની જરૂર હોય ત્યારે જે સહવાસનો સંયમ સર્જાય છે, તે તન-મન બંનેને ચરમસીમા સુધી પહોંચાડનાર હોય છે. જે સંપૂર્ણ આનંદપ્રાપ્તિનો સહવાસ બની રહે છે. વરસાદી વાતાવરણમાં ઘણા કપલ્સ બાઇક પર પલળવા નીકળે છે. તે સમયે એકબીજાના સ્પર્શમાં સમાગમની ઇચ્છા વ્યક્ત કરતા હોય છે, પણ ઘરમાં આવીને ફરી પોતાના કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે. વરસાદમાં પલળ્યાં બાદના સમયને દરેક કપલ્સે સાથે માણવો ખૂબ જરૂરી છે. વરસાદમાં જે રીતે છાંટાથી ભીંજાઇએ છીએ તો તે પછી એકબીજાના પ્રેમથી ભીંજાવાનું ક્યારેય ચૂકવું નહીં. જો એકબીજાના પ્રેમથી ભીંજાતાં રહેશો, તો ક્યારેય એકબીજાની ગેરહાજરી તમને તે બાબતની ખોટ સાલવા નહી દે.

અન્ય સમાચારો પણ છે...