સંબંધનાં ફૂલ:જીવનને જીવવા માટે જાણવા જેવી વાતો

20 દિવસ પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક
  • 30થી 40 વર્ષના વયજૂથમાં સ્પષ્ટ વિચારોવાળા વ્યક્તિઓની સારી એવી કદર થાય છે. જે વ્યક્તિના વિચારો સ્પષ્ટ હોય છે. તેઓ કામ અને ભવિષ્યના આયોજન માટે પણ વધારે સ્પષ્ટ હોય છે

શિયલ નેટવર્કિંગનાં માધ્યમમાં ઘણી વખત એવી માહિતી મળતી જાય છે જે તમને વિચારવા માટે પ્રેરણા આપે છે. બિઝનેસ ટિપ્સ આપતી એક સાઇટ પર એવી ચાર ટિપ્સ મળી જેની સાથે ચેતવણી આપેલી હતી કે ‘20ના દાયકામાં આ વાતોનું ધ્યાન રાખવું જોઇએ જેથી 30-40ના થાઓ ત્યારે કોઇ અફસોસ ન થાય.’ યુવાનો માટે આ સલાહ કામની સાબિત થઇ શકે છે. જે લોકો આ વયમર્યાદાને પાર કરી ચૂક્યા હોય તેમને ચોક્કસ એવો અહેસાસ થશે કે ‘આ સલાહ કામની છે, અમને પણ અમારા સમયમાં મળી હોય તો સારું થાત.’ Âપહેલી સલાહ : જ્યારે તક મળે ત્યારે ફરવા માટે નિકળી જાઓ. દુનિયાને જોવાથી અને એની અનુભૂતિ કરવાથી જ વિચારો અને વિચારધારામાં સ્પષ્ટતા આવે છે અને બધાને સારી રીતે સમજી શકવાની ખૂબી વિકસે છે. પહેલી સલાહ એ છે કે Â બીજી સલાહ : વાતચીત કરવાની કળાને સમજવી જોઇએ અને નિખારવી જોઇએ. પોતાની વાતને યોગ્ય રીતે રજૂ કરવાની અને બીજાની વાતને ધ્યાનથી સાંભળવાની આદત એક સ્પષ્ટ વ્યક્તિત્વની નિશાની છે અને એ મજબૂત સંબંધોનો આધાર પણ છે. 30થી 40 વર્ષના વયજૂથમાં સ્પષ્ટ વિચારોવાળા વ્યક્તિઓની સારી એવી કદર થાય છે. જે વ્યક્તિના વિચારો સ્પષ્ટ હોય છે તેઓ પોતાનાં કામ અને પોતાનાં ભવિષ્યના આયોજન માટે પણ વધારે સ્પષ્ટ હોય છે. બીજી સલાહ એ છે કે જેની સાથે તમે સમય પસાર કરી રહ્યા છો એટલે કે મિત્રતા કરી રહ્યા છો એેમની પસંદગી બહુ ધ્યાનથી અને સમજી વિચારીને કરો. મિત્રતા કરતી વખતે ધ્યાન આપો કે વ્યક્તિમાં રીતભાત, ગુણ અને વિકાસ સાધવાની ઇચ્છા હોય કારણ કે જ્યારે તમે 30 વર્ષના થશો ત્યારે તમારી નજીકની પાંચ વ્યક્તિઓમાં એવા લોકોનો સમાવેશ થશે જેની સાથે 20ના દાયકામાં તમારી મિત્રતા રહી હોય. Â ત્રીજી સલાહ : પોષણક્ષમ આહાર લો અને એક્સરસાઇઝનો દેખાડો કરવાને બદલે એને નિયમિત રીતે તમારી દિનચર્યામાં શામેલ કરો. જો તમે એવું કરી શકશો તો 30-40ના દાયકામાં તમને સ્વસ્થ રહેવામાં કોઇ સમસ્યા નહીં થાય. આ સિવાય નિયમિત એક્સરસાઇઝ કરવાથી તમારામાં એક શિસ્તનો ગુણ કેળવાય છે જે તમારા આખા જીવન દરમિયાન કામમાં આવશે. Â ચોથી અને સૌથી મહત્ત્વની સલાહ : જોકે, આ બધી સલાહને કોઇ પણ વયમાં અજમાવી શકાય છે. જોકે ‘શુભસ્ય શીઘ્રમ’નું સારામાં સારું પરિણામ મળશે, ખાસ કરીને મિત્રતા અને કસરત કરવાની આદત. જ્યારે મનની જમીન કાચી હોય ત્યારે એને આકાર આપવાનું સરળ હોય છે અને ત્યારે જ સારામાં સારું પરિણામ મળે છે. મિત્રતા તો વ્યક્તિત્વને મજબૂત બનાવે છે, બાકીના પ્રોફેશનલ સંબંધ તો ઉપરથી ઓઢેલા લાગે છે. સહજતા અને સરળતા જેવા ગુણોની પરખ માટે મિત્રોની સંગત મહત્ત્વની છે. વાતચીત કરવાની કળા તેમજ દુનિયાને જોવાનો અભિગમ પણ જીવનને આગળ વધારવામાં મદદ કરે છે. જો તમે આ કળા આત્મસાત કરી હશે તો જીવનમાં સરળતાથી પ્રગતિના રસ્તા પર આગળ વધી શકશો.

અન્ય સમાચારો પણ છે...