તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- મમતા મહેતા
મોટાભાગના પેરેન્ટ્સને બાળકોના સ્વાસ્થ્યને લગતી સમસ્યા સતાવતી હોય છે. હકીકતમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેઓ વારંવાર બીમાર પડતા હોય છે જેના કારણે માતા-પિતાની ચિંતા વધી જાય છે. હકીકતમાં બાળકોની કેટલીક ખરાબ આદતો હોય છે જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે - આઉટડોર ગેમ્સ ન રમવી : ટેકનોલોજીના વધી રહેલા ચલણને કારણે મોટાભાગના બાળકોનો સમય ટીવી જોવામાં કે પછી વિડીયો જોવામાં પસાર થતો હોય છે જે બિલકુલ યોગ્ય નથી. આના કારણે બાળકો શારીરિક રીતે નિષ્ક્રિય બની જાય છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જાય છે.
- પૂરતી નિંદર ન લેવી : યોગ્ય રીતે સારી નિંદર ન લેવાથી બાળકની રોગપ્રતિકારક સિસ્ટમ પર નકારાત્મક અસર પડે છે. બાળકને તેની વય પ્રમાણે રોજ ઓછામાં ઓછી 10થી 14 કલાકની નિંદર લેવી જ જોઇએ. - બહુ એન્ટિબાયોટિક લેવી : રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો બાળક બહુ જલ્દી બીમાર પડી જાય છે અને માતા-પિતા એને તરત ડોક્ટર પાસે લઇ જાય છે. જોકે બાળક વધારે એન્ટિબાયોટિક ખાય તો એની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. - સ્વચ્છતાનો અભાવ : જો બાળક સ્વચ્છતાના નિયમનું યોગ્ય રીતે પાલન ન કરે તો એનું રોગપ્રતિકાર તંત્ર ચોક્કપણે નબળું પડી જાય છે. ભોજન પહેલાં હાથ ન ધોવાથી, દાંતને સારી રીતે સાફ ન કરવાથી કે નખની સ્વચ્છતા ન જાળવવાથી માંદગીની શક્યતા વધે છે.
- મનની વાત શેર ન કરવી : કેટલાક બાળકો અંત:મુખી સ્વભાવના હોય છે. તેઓ સ્કૂલ અને મિત્રોની વાતો પોતાના મનમાં દબાવીને રાખે છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જાય છે. - બિનપોષણક્ષમ આહાર : બાળક પોષ્ટિક અને સંતુલિત આહારનું સેવન કરે એ એની રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. જો બાળક વધારે પડતા જંક ફૂટ, પેક્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિન્ક પીતું હોય તે એમાં રહેલા પ્રિઝર્વેટિવ, આર્ટિફિશિયલ કલર્સ અને શુગર પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે. - સેકન્ડ હેન્ડ સ્મોકિંગ : નાની વયનાં બાળકોના ફેફસાં વિકસિત નથી હોતા. જો તમે સ્મોકિંગ કરતા હો અને તમારી આસપાસ બાળકો હોય તો એનાથી બાળકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
- શરીરમાં પાણીની ઊણપ
બાળકોના શરીરને બહુ પાણીની જરૂર નથી હોતી પણ એટલું પાણી તો પીવું જ જોઇએ જેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે. પાણી શરીરના ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જો બાળકના શરીરમાં પાણીની ઉણપ હોય તો પણ એ વારંવાર બીમાર પડી જાય છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.